Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇંગ્લેન્ડમાં હિંદુવિરોધી હિંસા બાદ ભારતીય હાઈકમિશન એક્શનમાં: યુકે સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવ્યો,...

    ઇંગ્લેન્ડમાં હિંદુવિરોધી હિંસા બાદ ભારતીય હાઈકમિશન એક્શનમાં: યુકે સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવ્યો, હુમલાખોરોને પકડવાની માંગ

    ઇંગ્લેન્ડના લીસેસ્ટરમાં હિંદુઓ પર થયેલા હુમલા બાદ ભારતીય હાઈકમિશન સક્રિય થયું.

    - Advertisement -

    ઇંગ્લેન્ડના લીસેસ્ટર શહેરમાં હિંદુઓ વિરુદ્ધ મુસ્લિમ ભીડે કરેલી હિંસાની ભારતીય હાઈકમિશને પણ નોંધ લીધી છે અને ઘટનાની કડક નિંદા કરી છે. હાઈકમિશને એક નિવેદન જારી કરીને લીસેસ્ટરમાં ભારતીય સમુદાય વિરુદ્ધ હિંસા તેમજ હિંદુ પરિસરો અને પ્રતીકોને નુકસાન પહોંચાડવાની ઘટનાની કડક ટીકા કરી હતી. આ મામલો યુકે સરકાર સમક્ષ પણ મજબૂતાઈથી ઉઠાવવામાં આવ્યો છે અને કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. 

    યુકે સ્થિત ભારતીય હાઈકમિશને ત્યાંની સરકાર સમક્ષ લીસેસ્ટર હિંસામાં પીડિત લોકોને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી હતી. પોલીસે આ ઘટનામાં સામેલ કુલ 15 લોકોની ધરપકડ કરી લીધી છે. અહીં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપ મેચ બાદ હિંસા ભડકી ઉઠી હતી, જે બાદ ફરી હિંસા ફાટી નીકળી. જેમાં મુસ્લિમ ભીડે મંદિરો અને ૐ લખેલા ભગવા ધ્વજને નુકસાન પહોંચાડ્યું હતું. 

    લીસેસ્ટરના મેયરે સોશિયલ મીડિયામાં ચાલેલા દુષ્પ્રચારને આ હિંસા માટે જવાબદાર ઠેરવ્યા છે. કટ્ટર મુસ્લિમોએ મસ્જિદ પર હુમલા અને મુસ્લિમ છોકરીના અપહરણની અફવા ફેલાવી હતી. મેયરનો દાવો છે કે સોશિયલ મીડિયામાં આ ઘટનાંની અલગ તસ્વીર બનાવીને રજૂ કરવામાં આવી રહી છે. તેમણે શહેર શાંતિપૂર્ણ હોવાનો અને બર્મિંઘમથી લોકોને અશાંતિ ફેલાવવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. 

    - Advertisement -

    અધિકારીઓ પહેલાં જ જણાવી ચૂક્યા છે કે કોઈ મસ્જિદ પર કોઈ હુમલો થયો નથી. જોકે, ત્યાંનું ડાબેરી મીડિયા જયશ્રી રામના નારાને હિંસક ગણાવીને મુસ્લિમ કટ્ટરવાદીઓનો બચાવ કરી રહ્યું છે. ‘ધ ગાર્ડિયને’ તો આ ઘટનાના સમાચાર પ્રકાશિત કરતી વખતે નરેન્દ્ર મોદી અને ધ્રુવીકરણની પણ વાતો કરી હતી

    લીસેસ્ટરમાં હિંદુઓ પર હુમલા થયાના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. જેમાં જોવા મળે છે કે હિંદુઓના શિવમંદિરની બહાર લગાવવામાં આવેલા એક ભગવા ધ્વજને કટ્ટરપંથીઓએ ઉખાડી ફેંક્યો હતો. જે બાદ ઘટનાના વિરોધમાં હિંદુઓએ જયશ્રીરામના નારા લગાવ્યા હતા. કટ્ટરપંથી ભીડ એટલી બેકાબૂ થઇ ગઈ હતી કે પોલીસે ઉપદ્રવીઓને રોકવાના પ્રયત્નો કર્યા તો તેમની ઉપર કાચની બોટલો ફેંકવામાં આવી હતી. 

    બીજી તરફ, શિવાલયના ટ્રસ્ટીઓએ પોલીસને પત્ર લખીને મંદિરની સુરક્ષા વધારવાની માંગ કરી છે તેમજ ઝંડાને નુકસાન પહોંચાડવાને તાત્કાલિક પકડી લેવામાં આવે તેવી પણ માંગ કરી હતી.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં