ભારતીય રાજનિતીને વિકાસ નિતીમાં રૂપાંતર કરનાર આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા.
આ પ્રસંગે યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મનીષકુમાર સિંઘ, યુવા મોરચા પ્રદેશ મહામંત્રી શ્રી ઈશાંત સોની, યુવા મોરચા જિલ્લા પ્રમુખ સ્નેઈલ દેસાઈ, પ્રદેશ મંત્રી ભાવિકા ઘોઘારી, યુવા મોરચાના કાર્યકતાઓ તથા જિલ્લાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હી એન્ટી કરપ્શન બ્રાન્ચે શુક્રવારે દિલ્હી વક્ફ બોર્ડ કેસમાં અનિયમિતતા મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી લીધી હતી.
આ કેસમાં લગભગ બે વર્ષ પહેલાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ત્યારથી સતત તપાસ ચાલી રહી હતી. તપાસના ભાગરૂપે જ ‘આપ’ ધારાસભ્યને શુક્રવારે એસીબીની ઓફિસે બોલાવવામાં આવ્યા હતા અને કેસને લગતી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેના આધારે તેમની સાથે જોડાયેલાં લગભગ ચારેક ઠેકાણાં પર એજન્સીએ તપાસ પણ હાથ ધરી હતી.
શુક્રવારે એન્ટી કારપ્શન બ્રાન્ચે આમ આદમી પાર્ટી ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘર સહિત ઘણાં સ્થળોએ દરોડા પાડ્યા હતા. એજન્સીએ જણાવ્યું કે તેમણે ગઈકાલે હાથ ધરેલ દરોડાની કાર્યવાહીમાં આમ આદમી પાર્ટી નેતા સામેના આરોપોની સાબિતી આપતી સામગ્રી અને પુરાવાઓ મળી આવ્યા હતા.
દરોડાની કાર્યવાહી બાદ જારી કરવામાં આવેલ નિવેદનમાં એસીબીએ જણાવ્યું હતું કે, આ સ્થળોએએથી લગભગ 24 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા, તેમજ સાથે બે ગેરકાયદે અને લાયસન્સ વગરનાં હથિયારો અને કારતૂસો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત, અમાનતુલ્લાહ ખાનના નિવાસસ્થાનની બહાર સર્ચ ટીમ ઉપર અમાનતુલ્લાહ ખાનના સબંધીઓ અને અન્ય જાણીતા લોકોએ હુમલો પણ કર્યો હોવાનું એજન્સીએ જણાવ્યું હતું.
ત્યારબાદ એસીબીએ આપ ધારાસભ્ય સામે વધુ બે કેસ દાખલ કર્યા હતા. જેમાં પહેલો કેસ ગેરકાયદે હથિયારો મામલોનો છે, જ્યારે બીજો કેસ અધિકારીઓ પર થયેલ હુમલા મામલનો છે.
શું છે અમાનતુલ્લાહ ખાન સામેનો કેસ?
અમાનતુલ્લાહ ખાનની ધરપકડ વક્ફ બોર્ડમાં થયેલ અનધિકૃત નિયુક્તિ મામલેના કેસમાં છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ફરિયાદના આધારે વર્ષ 2016માં અમાનતુલ્લાહ ખાન સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વક્ફ બોર્ડમાં જુદા-જુદા પદો પર કરવામાં આવેલ નિયુક્તિઓ ગેરકાયદે અને મનસ્વી રીતે કરવામાં આવી હતી.
ફરિયાદી હાફિઝ ઈર્શાદ કુરેશીએ આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, બોર્ડમાં 33 લોકોને કરાર આધારે ભરતી કરવામાં આવ્યા હતા, જે સ્થાપિત નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેમણે આગળ આરોપ લગાવ્યો કે બોર્ડમાં નિયુક્ત લોકોમાંથી કેટલાક અમાનતુલ્લાહ ખાન સાથે સબંધિત હતા અને તેમાંથી સૌથી વધુ લોકો તેમના મતવિસ્તાર ઓખલાના જ હતા.
ચાર વર્ષ બાદ, 2020માં એસીબીએ પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટની કલમ 7 અને આઇપીસીની કલમ 120-B હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી. ઉપરાંત, સીબીઆઈએ પણ આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન સામે વર્ષ 2016માં ફરિયાદ નોંધાયા બાદ આઈપીસીની કલમો હેઠળ પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ હેઠળ FIR દાખલ કરી હતી. તેમની સામે જાણીજોઈને નિયમોનું ઉલ્લંઘન અને પદના દુરુપયોગ સહિતના આરોપો લગાવવામાં આવ્યા હતા.
સીબીઆઈએ આ મામલે તપાસ કરીને આપ ધારાસભ્ય સામે પૂરતા પુરાવાઓ મેળવ્યા બાદ જુલાઈ 2022માં દિલ્હીના ઉપરાજ્યપાલ સમક્ષ ખાન સામે કેસ ચલાવવા માટેની મંજૂરી માંગી હતી.
અમાનતુલ્લાહ ખાન ઉપરાંત, વક્ફ બોર્ડના તત્કાલીન સીઈઓ મહબૂબ આલમ પર પણ એજન્સીઓ દ્વારા નિયમોના અપરાધિક ઉલ્લંઘન અને પદના દુરુપયોગ અને સરકારી ખજાના અને અન્ય સબંધિત વર્ગોને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
ફરિયાદ અનુસાર, નવા વક્ફ બોર્ડના સીઈઓ અને 30થી વધુ સ્ટાફ સભ્યોને વક્ફ એક્ટ, 1955 અને દિલ્હી વક્ફ નિયમ, 1977ની ધારા 24 હેઠળ નિયુક્ત કરવામાં આવ્યા હતા. સીબીઆઈની એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું કે અનિયમિત અને ગેરકાયદે નિયુક્તિના કારણે દિલ્હી વક્ફ બોર્ડને આવકમાં ઘટાડો થયો હતો અને આ નિયુક્તિઓ લોકસેવકોના રૂપમાં પદનો દુરુપયોગ કરીને કરવામાં આવી હતી.
આરોપ લગાવવામાં આવ્યો છે કે વક્ફ બોર્ડની સંપત્તિઓને ભાડાપટ્ટા પર આપવામાં આવી હતી અને અતિક્રમણ કરનારાઓને લીઝ નિયમોના ઉલ્લંઘન કરીને સંપત્તિઓ રાખવાની અનુમતિ આપવામાં આવી હતી, જેનાથી બોર્ડને નુકસાન થયું હતું.