થોડા સમય પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો હતો કે જર્મન કાર નિર્માતા કંપની BMW પંજાબમાં ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે સંમત થઈ છે. માનની જાહેરાત થતાં જ આ સમાચાર જંગલમાં આગ ની જેમ ફેલાઈ ગયા. દરેક ચેનલો, અખબારોમાં BMW પંજાબમાં કરશે રોકાણ જેવી મોટી મોટી હેડલાઈન સાથે સમાચાર ચાલી રહ્યા હતા. આ અંગે ચર્ચાઓ ચાલી હતી અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભગવંત માનની પીઠ થાબડતા થાકતા નહોતા. જોકે ભગવંત માનના મોટા દાવાઓ ખોટા સાબિત થયા છે.
કારણકે BMW કંપનીએ એવોBMW પંજાબમાં કરશે રોકાણ ખુલાસો કર્યો કે પંજાબની આમ આદમી પાર્ટી અને પાર્ટીના મુખ્યમંત્રી બંન્નેના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ, BMW કંપનીના ભારતીય આયામે છેલ્લા કેટલાક કલાકોથી ચાલી પંજાબ પ્લાન્ટ મામલે ચાલી રહેલા સમાચારોનું ખંડન કરતા એક ઓફિસિયલ નિવેદન બહાર પાડયું હતું, આ નિવેદન બહાર આવતાની સાથેજ પંજાબ સરકારના ઇન્વેસ્ટમેન્ટના ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ હતી.
The efforts of CM @BhagwantMann to rope in major investments from Germany bore fruit as leading auto giant @BMW agreed to set up its auto part manufacturing unit in state. CM showcased Punjab govt’s exemplary work to promote industry after which BMW agreed to set up unit in state pic.twitter.com/dzDVneQdRD
— CMO Punjab (@CMOPb) September 13, 2022
કંપનીએ પંજાબમાં રોકાણ કેરવા બાબતે આ પત્રમાં લખ્યું છે કે,”ગુરુગ્રામ. BMW, MINI અને Motorrad સાથે, BMW ગ્રૂપની નજર ભારતીય ઓટોમોબાઈલ માર્કેટના પ્રીમિયમ ક્ષેત્ર પર નિશ્ચિતપણે છે. કાર અને મોટરસાયકલની સાથે, ભારતમાં BMW ગ્રુપની પ્રવૃત્તિઓમાં તેના પ્રીમિયમ ગ્રાહકો માટે નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. BMW India અને BMW India Financial Services BMW ગ્રુપની 100% પેટાકંપનીઓ છે અને તેનું મુખ્ય મથક ગુડગાંવ (નેશનલ કેપિટલ રિજન)માં છે.
પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે “BMW ગ્રુપ તેના ચેન્નાઈમાં ઉત્પાદન પ્લાન્ટ, પુણેમાં પાર્ટસ વેરહાઉસ, ગુડગાંવ એનસીઆરમાં એક તાલીમ કેન્દ્ર અને દેશના મુખ્ય મહાનગરોમાં સુવિકસિત ડીલર નેટવર્ક સાથે તેની ભારતીય કામગીરી માટે નિશ્ચિતપણે પ્રતિબદ્ધ છે.”
અને કંપનીએ પત્રના અંતમાં ભાર પૂર્વક અક્ષરો બોલ્ડ કરીને લખ્યું છે કે “BMW ગ્રુપ ઈન્ડિયાની પંજાબમાં વધારાની મેન્યુફેક્ચરિંગ કામગીરી શરૂ કરવાની કોઈ યોજના નથી.”
હાલ આ પત્ર આમ આદમી પાર્ટી માટે વજ્રના ઘા જેવો બન્યો છે, તેવામાં BMW ગ્રુપના ખુલાસાથી ભાજપ આઈટી સેલ પણ એક્ટીવ થતું જોવા મળી રહ્યું છે. અને સોસિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી વ્યંગ બાણ છોડવામાં આવી રહ્યા છે.
કોમેડીયનને સરકાર સોંપી દો તો આવું જ થાય.
— Manan Dani (@MananDaniBJP) September 14, 2022
વાજતે ગાજતે જાહેર કર્યું કે #BMW કંપની પંજાબમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે. પણ કંપનીએ ઘસીને ના પાડી દીધી.
રોકાણ માટે પ્રથમ માપદંડ સુરક્ષા હોય છે જે #AAP નાં રાજમાં પંજાબમાં નથી.@AamAadmiParty @ArvindKejriwal @AAPPunjab @BhagwantMann pic.twitter.com/yPyYew4baV
BMW ગ્રુપ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા આમ આદમી પાર્ટીના પંજાબ મુખ્યમંત્રી ભગવંત માનના દવાના ખંડન બાદ હવે આપની હાલત ‘કાપો તો લોહી ન નીકળે’ તેવી થઇ છે, લોકો સોસિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી અને તેમના નેતાઓને ઘેરીને વ્યંગબાણ મારી રહ્યા છે. આપના નેતાઓની આ “રાઈ ના પહાડ” ઉભા કરવાની આદત પાર્ટી માટે કેટલી હાનીકારક નીવડશે તે જોવું રહ્યું.