પાકિસ્તાનમાં પૂરના કારણે ત્યાંનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂર પીડિતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના લોકો પાણી, ખોરાક અને આશ્રય સહિતના મૂળભૂત સંસાધનોની ઝંખના કરી રહ્યા છે. દરમિયાન, એવા સમાચાર છે કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પૂરમાં ફસાયેલા પાકિસ્તાની હિન્દુઓની દુર્દશા, પૂર રાહત શિબિરમાંથી તગેડવામાં આવ્યાની ઘટના કવર કરવા બદલ પોલીસ દ્વારા નસરાલ્લાહ ગદાની નામના પત્રકારની ધરપકડ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર પાકિસ્તાની પોલીસે 7 સપ્ટેમ્બર 2022 ના રોજ પત્રકાર નસરાલ્લાહ ગદાનીની ધરપકડ કરી હતી. પાકિસ્તાની હિંદુઓની સ્ટોરી કવર કરવા બદલ તેને 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. પત્રકારે સિંધના મીરપુર માથેલોમાં ભગરી સમુદાયના પાકિસ્તાની હિન્દુઓની હ્રદયસ્પર્શી સ્ટોરી કવર કરી હતી. પત્રકારે જણાવ્યું કે સ્થાનિક પ્રશાસને હિંદુ હોવાના કારણે ભગરી સમુદાયના લોકોને પૂર રાહત શિબિરમાંથી બહાર કાઢ્યા હતા.
Police in Ghotki, #Sindh arrested journalist Nasrallah Gaddani after he covered the story of #Hindu flood victims who had been expelled from the relief camp. He has been put on remand for 5 days. pic.twitter.com/M8lfwJFvD0
— SAMRI (@SAMRIReports) September 7, 2022
સિંધમાં પૂરમાં ફસાયેલા ભાગરી સમુદાયના લોકોનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હિંદુ ભગરી સમુદાયના સભ્યો તેમની ભયાનક પરિસ્થિતિ અને સ્થાનિક પ્રશાસન પ્રત્યેના તેમના વર્તનનું વર્ણન કરતા જોવા મળે છે. હિન્દુઓએ કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્રે તેઓને પૂર પીડિત ન હોવાનું કહીને પૂર રાહત શિબિરોમાંથી બહાર કાઢી મૂક્યા હતા.
નોંધનીય છે કે આ મોટી દુર્ઘટનામાં બલૂચિસ્તાનના કચ્છી જિલ્લામાં એક મંદિર અંધકારમાં પ્રકાશ બનીને ઉભરી આવ્યું છે. આ મંદિરમાં લગભગ 300 લોકોને આશરો આપવામાં છે, જેમાંથી મોટાભાગના મુસ્લિમ છે. કચ્છી જિલ્લાના ભાગ નારી તાલુકાના રતન કુમાર હાલમાં આ મંદિરના પ્રભારી છે. રતન કુમારે આ મંદિર વિશે કહ્યું છે કે, “મંદિરમાં સોથી વધુ ઓરડાઓ છે. દર વર્ષે બલૂચિસ્તાન અને સિંધમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં યાત્રા માટે આવે છે. આ મંદિરને પણ પૂરના કારણે નુકસાન થયું છે. જો કે આ મંદિરની મૂળ રચના સચવાયેલી છે. આથી પૂર પીડિતોને મદદ કરવામાં આવી રહી છે.”