Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબેગમાં કારતૂસ લઈને જતો હતો ‘આપ’ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનનો પીએ નોમાન અહમદ,...

    બેગમાં કારતૂસ લઈને જતો હતો ‘આપ’ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનનો પીએ નોમાન અહમદ, એરપોર્ટ પરથી પકડાયો

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને અરવિંદ કેજરીવાલના નજીકના ગણાતા અમાનતુલ્લાહ ખાનના પીએની પટના એરપોર્ટ પરથી ધરપકડ થઇ.

    - Advertisement -

    દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન ફરી વિવાદમાં છે. તેનું કારણ તેમનો પીએ છે. ‘આપ’ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનનો પીએ પટના એરપોર્ટ પર કારતૂસ સાથે ઝડપાઇ ગયો છે. તેની ઓળખ નોમાન અહમદ તરીકે થઇ છે. હાલ પોલીસે તેને હિરાસતમાં લીધો છે. 

    અમાનતુલ્લાહ ખાનનો પીએ સ્પાઇસ જેટની ફ્લાઇટમાં દિલ્હી જવા માટે પતનના જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં સુરક્ષા તપાસ દરમિયાન CISFના જવાનોએ તેની બેગની તપાસ કરતાં તેમાંથી કારતૂસ મળી આવ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેની પાસે હથિયારનું કોઈ લાયસન્સ ન હતું. આ ઘટના રવિવાર રાત્રેની છે. 

    એરપોર્ટ અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે, નોમાન અહમદ રવિવારે રાત્રે લગભગ 9:20 વાગ્યે દિલ્હી જતી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં જવાનો હતો, જેની તેની પાસે ટિકિટ પણ હતી. ચેક ઈન બાદ રાત્રે લગભગ 8:23 વાગ્યે સિક્યુરિટી હોલ્ડ એરિયામાં CISF જવાનોએ મુસાફરોની હેન્ડબેગની તપાસ કરી ત્યારે તેની બેગમાં કારતૂસ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પૂછવામાં આવતાં સંતોષકારક જવાબો ન આપતાં તેને તેને હિરાસતમાં લેવામાં આવ્યો અને પોલીસને સોંપી દેવામાં આવ્યો. 

    - Advertisement -

    પૂછપરછમાં નોમાન અહમદે પોલીસને જણાવ્યું હતું કે તે દિલ્હીના ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનનો પીએ છે. તે ધારાસભ્યના પીએસઓની બેગ લઈને પટના આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે આ કારતૂસ ભૂલથી બેગમાં આવી ગયા હતા. 

    આ અંગે પોલીસે જાણકારી આપતાં કહ્યું કે, દિલ્હીથી પીએસઓનું આર્મ્સ લાયસન્સ મંગાવવામાં આવ્યું છે. તે આવી ગયા બાદ પીઆર બોન્ડ ભરી દીધા બાદ નોમાનને છોડી મૂકવામાં આવશે. 

    અમાનતુલ્લાહ ખાન અવારનવાર વિવાદમાં રહે છે, તાજેતરમાં આતંકવાદીને ગણાવ્યો હતો નિર્દોષ

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને અરવિંદ કેજરીવાલના નજીકના ગણાતા અમાનતુલ્લાહ ખાન અવારનવાર વિવાદોમાં રહે છે. તાજેતરમાં દિલ્હીમાંથી આતંકવાદી સંગઠનો માટે કામ કરતા એક જામિયામાં ભણતા સંદિગ્ધ આતંકવાદીની ધરપકડ કરવામાં આવ્યા બાદ અમાનતુલ્લાહ ખાને કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, વિદ્યાર્થી નિર્દોષ છે. 

    એજન્સી NIAએ દિલ્હીના બાટલા હાઉસમાંથી એક મોહસીન અહમદ નામના ઈસમની ધરપકડ કરી હતી. અમાનતુલ્લાહ ખાને NIAએ મોહસીનની કરેલી ધરપકડ ખોટી અને બંધારણ વિરુદ્ધની ગણાવીને કહ્યું હતું કે ભાજપ અને આરએસએસ આઈએસઆઈએસના નામે મુસ્લિમોને બદનામ અને હેરાન કરવાના નવા ઉપાયો શોધી કાઢે છે. મોહસીન નિર્દોષ છે અને તેનો કોઈ પણ અસામાજિક તત્વ સાથે કોઈ સબંધ રહ્યો નથી. સાથે અમાનતુલ્લાહે મોહસીનને જલ્દીથી છોડી મૂકવાની માંગ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં