
સુરતમાં કરાટે ક્લાસ ચલાવતા એક શખ્સના અમુક વિડીયો અને સોશિયલ મીડિયા ગતિવિધિઓ વાયરલ થયા બાદ તેની ધરપકડની માંગ ઉઠી રહી છે.
મોહમ્મદ શાહબુદ્દીન નામનો આ શખ્સ સુરતના ભેસ્તાન વિસ્તારમાં કરાટે અને માર્શિયલ આર્ટ્સ ક્લાસ ચલાવે છે. ક્લાસીસના પોસ્ટરમાં લખ્યું છે કે ક્લાસ બાળકો, તરુણો અને વયસ્કો ત્રણેય માટે ચલાવવામાં આવે છે.
Parents in Surat need to wake up immediately. 🚨 Look at the sick mentality of Mohammad Sahabuddin (Insta – Karatesir803), who runs a karate class in Bhestan, Surat. His poster advertises classes for ‘Kids, Teens & Adults,’ yet his page features ONLY minor girls, made to pose inappropriately for views. Worse, when perverts leave filthy, sexually suggestive comments on these young girls, he doesn’t block them. He likes those comments and replies with hearts and laughing emojis. Anyone enjoying this vulgar attention on underage girls is a direct threat to society.@CP_SuratCity @GujaratPolice @sanghaviharsh @NCPCR_ @Cyberdost Please Investigate and arrest him immediately! #Gujarat #Surat
— Sagar Patoliya (@kathiyawadiii) November 28, 2026
આ ક્લાસીસના વિડીયો શાહબુદ્દીન ઇન્સ્ટાગ્રામ પર મૂકતો રહે છે. પરંતુ આ પેજ પર સગીર છોકરીઓના સંવેદનશીલ અને આપત્તિજનક પોઝમાં હોય એવા વિડીયો અને ફોટો જ અપલોડ કરવામાં આવે છે. અમુક સોશિયલ મીડિયા યુઝરોએ આ બાબત પર ધ્યાન દોર્યું છે.
જેમાં જોવા મળે છે કે સગીર છોકરીઓને કરાટે શીખવવાના નામે તેમના વિડીયો-ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં આ વિડીયો પર અમુક મહિલાઓ વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે, જે હટાવવાના સ્થાને પેજનો એડમિન પણ તેની ઉપર ઇમોજી સાથે કૉમેન્ટ કરે છે.
લોકોએ આક્રોશ સાથે સોશિયલ મીડિયા પર શાહબુદ્દીન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. સુરત પોલીસ તરફથી, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં, કોઈ જાણકારી આપવામાં આવી નથી.

