Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહજુ દિલ્હીના દારૂ કાંડના પડઘા શમ્યા નથી ત્યાં ગુજરાત 'આપ'ના વેજલપુરના ઉમેદવાર...

    હજુ દિલ્હીના દારૂ કાંડના પડઘા શમ્યા નથી ત્યાં ગુજરાત ‘આપ’ના વેજલપુરના ઉમેદવાર જાહેર થયેલા કલ્પેશ પટેલની દારૂ અને હુક્કા પાર્ટીની તસ્વીરો વાયરલ થઇ

    આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની નવી યાદી જાહેર તો કરી છે પરંતુ હવે એક પછી એક ઉમેદવારોના નામ પર વિવાદ થઇ રહ્યો છે.

    - Advertisement -

    દિલ્હીમાં આમ આદમી પાર્ટી દારૂ પર એક્સાઈસ ડયુટીમાં હજારો કરોડોનું કોકડું હજુ ઉકેલાયું નથી તેની વચ્ચે આવનાર વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં પગપેંસરો કરવા માટે તનતોડ મહેનત કરતી આપે ગઈ કાલે તેના દસ ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી હતી. તેવામાં આપના ઉમેદવાર કલ્પેશ પટેલની દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટીની તસ્વીરો વાયરલ થતા પાર્ટી માટે ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

    અહેવાલો મુજબ અમદાવાદની વેજલપુર બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર થતાની સાથે જ કલ્પેશ પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ થયેલા દારૂ અને પાર્ટીઓના ફોટોગ્રાફ્સ વાયુવેગે વાયરલ થયા છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર લોકો વાતો પણ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની કથની અને કરણીમાં હાથીના ચાવવાના જુદા અને બતાવવાના જુદા જેટલો જ તફાવત છે. આ મામલે પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા ઋત્વિક પટેલે પણ આપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કરણી અને કથનીમાં ઘણો ફેર છે.

    ભાજના આપ પર આકરા પ્રહાર

    - Advertisement -

    મળતી માહિતી અનુસાર વેજલપુરના આપ ઉમેદવાર કલ્પેશ પટેલની હુક્કા અને દારૂ પાર્ટીની તસ્વીરો વાયરલ થયા બાદ ભાજપે આમ આદમી પાર્ટીને ઘેરી હતી. આપ પર સવાલ ઉઠાવતા ઋત્વિક પટેલે જણાવ્યું હતું કે, “ગઈકાલે જે લિસ્ટ ઉમેદવારોનું જાહેર કરવામાં આવ્યું છે તેમાં એક ઉમેદવારના દારૂ અને હુક્કાની પાર્ટીઓ કરતા વીડિયો અને ફોટો જોવા મળે છે. પહેલાના લિસ્ટમાં 300 કરોડનો ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિને ટિકિટ આપી છે તો નર્મદા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કરનાર મેઘા પાટકરને પણ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર બનાવે છે. આવનારા દિવસોમાં ગુજરાતની જનતા કોઈ રાજ્યમાં આમ આદમી પાર્ટીને જેવો જાકારો નહીં આપ્યો હોય તેઓ જાકારો ગુજરાતમાં આપશે.”

    ઉલ્લેખનીય છે કે AAPના ઉમેદવાર કલ્પેશ પટેલ અગાઉ કોંગ્રેસમાં હતા. તેઓ ભૂતકાળમાં એલિસબ્રિજ વિધાનસભા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તે પછી અમદાવાદમાં AAP નેતા અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ તાજેતરમાં કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

    આવનાર સમયમાં યોજનાર વિધાન સભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે, દિલ્હીથી આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલના ગુજરાતના ધક્કા વધી રહ્યા છે, જેઓ પોતે સ્ટેમ્પ ડ્યુટીમાં ઉચાપત કરવાના આક્ષેપોમાં ફસાયેલા છે તેઓ ગુજરાતમાં ગેરેંટી કાર્ડ વહેંચતા ફરતા અણીશુધ્ધ સરકાર બનાવીશુંના દાવાઓ કરી રહ્યા છે તેવામાં હાલ તેમનાજ ઉમેદવારના ફેલાયેલા રાયતાને સાફ કરવાની ગેરેંટી આપશે કે કેમ તે જોવું રહ્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં