Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીના સીએમ કેજરીવાલે પત્નીની આડ લઇ 1.2 કરોડની કર ચોરી કરી: દારૂ...

    દિલ્હીના સીએમ કેજરીવાલે પત્નીની આડ લઇ 1.2 કરોડની કર ચોરી કરી: દારૂ અને બસ કાંડ બાદ હવે આપનું સ્ટેમ્પ ડયુટી કૌભાંડ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો કરતું એક ઔર કથિત કૌભાંડ સામે આવ્યું છે. આ કથિત કૌભાંડની તપાસ કરવા દિલ્હીના એલજીએ આદેશ પણ આપી દીધો છે.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. બસ અને દારૂ કૌભાંડ બાદ હવે દિલ્હીના સીએમ કેજરીવાલે પત્નીની આડ લઇ કરોડનું સ્ટેમ્પ ડયુટી કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.

    સીએમ કેજરીવાલ પર આરોપ છે કે હરિયાણાના ભિવાનીમાં કેજરીવાલે 4.54 કરોડ રૂપિયામાં 3 પ્લોટ વેચ્યા હતા, જેની વાસ્તવિક કિંમત કરતા ઓછા ભાવ દેખાડવામાં આવ્યા છે. કેજરીવાલ દ્વારા કાગળ પર જમીનની કુલ કિંમત માત્ર 72.72 લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે. ફરિયાદ મળ્યા બાદ ઉપરાજ્યપાલે મુખ્ય સચિવને પત્ર લખીને તપાસ કરવા આદેશ આપ્યા છે.

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા સીબીઆઈએ દારૂ કૌભાંડ મામલે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર પર દરોડા પાડ્યા હતા. આ પછી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે બુધવારે (7 સપ્ટેમ્બર 2022) એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ઉપરાજ્યપાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    ફરિયાદમાં જણાવાયું છે કે સીએમ કેજરીવાલે 15 ફેબ્રુઆરી 2021ના રોજ તેમની પત્ની સુનીતા કેજરીવાલ દ્વારા 45,000 રૂપિયા પ્રતિ સ્ક્વેર યાર્ડના બજાર ભાવે તેમના પ્લોટ વેચ્યા હતા. તે જ સમયે કાગળ પર તેની કિંમત પ્રતિ સ્ક્વેર યાર્ડ માત્ર 8,300 જણાવવામાં આવી છે . ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “આમાંથી બે પ્રોપર્ટી અરવિંદ કેજરીવાલના નામ પર હતી, જ્યારે ત્રીજી પ્રોપર્ટી તેમના પિતા ગોવિંદ રામના નામે હતી.”

    ફરિયાદીનું કહેવું છે કે સીએમ કેજરીવાલે માર્કેટ વેલ્યુ કરતાં ઓછા દરો બતાવીને સ્ટેમ્પ ડ્યુટીમાં રૂ. 25.93 લાખની ઉચાપત કરી હતી એટલું જ નહીં, કેપિટલ ગેઇન ટેક્સ તરીકે રૂ. 76.4 લાખની પણ ઉચાપત કરી હતી.

    ફરિયાદીનું કહેવું છે કે મુખ્યમંત્રી કેજરીવાલે 340 સ્ક્વેર યાર્ડનો પ્લોટ 8,300 સ્ક્વેર યાર્ડનો 24.48 લાખ રૂપિયામાં, 416 સ્ક્વેર યાર્ડનો 30 લાખ રૂપિયામાં અને 254 સ્ક્વેર યાર્ડનો 18.24 લાખ રૂપિયામાં વેચવાનું કાગળ પર બતાવ્યું છે.

    આ સાથેજ ફરિયાદીનું તે પણ કહેવું છે કે આ પ્લોટની બજાર કિંમત ઘણી વધારે છે અને તેમણે તેને 45,000 ચોરસ યાર્ડમાં વેચી દીધી હતી . આ ત્રણ પ્લોટ માટે તેમણે રૂ. 1,41,200, રૂ. 1,73,700 અને રૂ. 1,12,500ની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં