ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હનુમાનની મૂર્તિને ખંડિત કરવાની ઘટના સામે આવી છે. ગુનાને અંજામ આપનાર આરોપીનું નામ તૌસીફ છે જેની પોલીસે ધરપકડ કરી છે. તૌસીફે ચાંલ્લો કરીને જય શ્રી રામના નારા લગાવી હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે મંદિરમાં ધ્વજ પણ ફાડી નાખ્યો હતો. આ ઘટના મંગળવારે રાત્રે (6 સપ્ટેમ્બર, 2022)ની છે.
આ ઘટના ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના ‘લેટે હનુમાન’ મંદિરની છે. આરોપી તૌસીફ દ્વારા મંદિરમાં કરાયેલી તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હનુમાનજીની મૂર્તિના હાથ તૂટી ગયા છે. આ સાથે ॐ લખેલું ચિહ્ન તોડીને નીચે ફેંકી દેવામાં આવ્યું છે. આ મંદિરમાં શનિદેવની મૂર્તિ પણ છે, તેને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોપી તૌસીફ અહેમદ કપાળે ચાંલ્લો લગાવીને મંદિરમાં ઘૂસ્યો હતો.
लखनऊ में गोमती किनारे स्थित लेटे हनुमान मंदिर में तोड़फोड़
— विश्व गौरव 🇮🇳 Vishva Gaurav (@vishvagaurav) September 8, 2022
माथे पर टीका लगाकर मंदिर में घुसे तौफीक अहमद ने मंदिर की मूर्तियों को तोड़ा और ध्वज को फाड़ दिया@Uppolice @lkopolice pic.twitter.com/6uydHOR9Yd
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અસરગ્રસ્ત મંદિર ‘ટીલે વાલી’ નામની મસ્જિદ પાસે આવેલું છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે આરોપી તૌસીફે આ કૃત્ય ત્યારે કર્યું જ્યારે મંદિરમાં મંગલ મહોત્સવ દરમિયાન એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને ત્યાં ઘણા ભક્તો હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તૌસીફ મંદિરમાં પ્રવેશ કર્યો અને ‘જય શ્રી રામ’ના નારા લગાવીને આ કૃત્ય કર્યું હતું.
लखनऊ के ‘लेटे हनुमान मंदिर’ में शिवा बन तौकीर ने की तोड़फोड़।
— Shubhankar Mishra (@shubhankrmishra) September 8, 2022
मंदिर के Trustee Dr. Vivek tangi ने कहा कि ऐसे लोगों का कोई धर्म नहीं। ये सिर्फ़ एक घटना है, दुर्घटना है। pic.twitter.com/xURIojUFww
અહેવાલોમાં જણાવ્યા અનુસાર નારા લગાવીને તૌસીફે મૂર્તિઓ તોડવાનું શરૂ કર્યું હતું. સ્થળ પર મંદિરમાં હાજર લોકોએ તૌસીફને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ હિન્દુ સંગઠનોના લોકો મંદિર પહોંચ્યા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવા લાગ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય નીરજ વોરા પણ મંદિરે પહોંચ્યા અને તૌસીફની કાર્યવાહીને મોટા ષડયંત્રનો ભાગ હોવાનું જણાવ્યું હતું.
थाना चौक क्षेत्र स्थित हनुमान जी की मूर्ति खंडित किये जाने के सम्बन्ध में @DCPWEST1 द्वारा दी गयी बाईट।@Uppolice pic.twitter.com/eHwEoOLM2P
— POLICE COMMISSIONERATE LUCKNOW (@lkopolice) September 8, 2022
પોલીસે સાવચેતીના ભાગ રૂપે મંદિર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. હાલ તૌસીફની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી નશામાં હતો છતાં તમામ પાસાંની તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંદિરના ટ્રસ્ટી ડૉ.વિવેક ટાંગીએ કહ્યું કે આવા લોકોનો કોઈ ધર્મ હોતો નથી. તેમણે કહ્યું કે આ માત્ર એક દુર્ઘટના છે.