5 સપ્ટેમ્બરના રોજ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં સ્થિત ન્યૂ ભારત હિંગ સપ્લાયર્સની ઓફિસ પર સંભવતઃ ટેરર ફંડિંગ સાથે સંકળાયેલા કરોડોના રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોના સંદર્ભમાં દરોડા પાડ્યા હતા. આ કંપની જાણીતી હિંગ (હીંગ) બ્રાન્ડ ક્રિષ્ના હિંગનું માર્કેટિંગ કરે છે. અહેવાલ મુજબ ટેરર ફંડિંગ કેસમાં ક્રિષ્ના હિંગની માલિક અસમા ખાન પઠાણનાના ઘર,ઓફીસ પર NIAના દરોડા થયા હતા. આ દરોડા સોમવારે વહેલી સવારે શરૂ થયા હતા અને સંપૂર્ણ તપાસ 8 કલાક સુધી એટલે લગભગ 3.30 PM પર સમાપ્ત થઇ હતી.
NIA દ્વારા નડિયાદ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને SOGની મદદથી દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સી ને શંકાસ્પદ આતંકવાદી ફંડિંગ લિંક પર એક ઈન્ટેલીજન્સની ટિપ મળ્યા બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે આતંકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ આપવા માટે નડિયાદથી દિલ્હીમાં ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. પરિણામે, NIAની ટીમ સોમવારે સવારે લગભગ 5 વાગ્યે મરીડા રોડ સ્થિત કંપનીની ઓફિસ પર પહોંચી હતી.
આતંકી ફંડિંગ મામલે NIAના દરોડા
— News18Gujarati (@News18Guj) September 5, 2022
ગુજરાતમાં NIAના દરોડા યથાવત
આતંકી ફંડિંગની પુષ્ટી બાદ NIAની તપાસ#Gujarat #NIA #RAID @dave_janak pic.twitter.com/IjgIowfIGR
ન્યુ ભારત હીંગ સપ્લાયર્સની ઓફિસ ઉપરાંત, નડિયાદના આમદાવાદી બજાર શક્કરકુઇમાં તેના માલિક અસ્મા ખાન પઠાણના ઘર પર પણ તપાસ એજન્સી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. NIA ટીમ દ્વારા દરોડા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો મળી આવ્યા હતા જેને તપાસ એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ અસ્મા ખાન દિલ્હી વક્ફ બોર્ડના ગુજરાત રાજ્યની સભ્ય છે અને ભૂતકાળમાં મ્યુનિસિપલ કાઉન્સિલર પણ રહી ચુક્યા છે.
ગુજરાત સમાચાર મુજબ, NIAને અસ્મા ખાન વિરુદ્ધ દિલ્હીમાં ટેરર ફંડિંગ વિશે કાર્યક્ષમ સૂચના મળી હતી. દરોડો 5 સપ્ટેમ્બરે વહેલી સવારે શરૂ થયો હતો અને સાત કલાકથી વધુ સમય સુધી ચાલ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તે બપોરે 3:30 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. તપાસ એજન્સીએ હાર્ડ ડિસ્ક, કોમ્પ્યુટર અને દસ્તાવેજી અને ડીજીટલ સામગ્રી સહિત ઘણા મહત્વપૂર્ણ પુરાવાઓને સીલ કર્યા છે.
અસમા ખાન પઠાણ પોતાને ‘મોદી સમર્થક’ ગણાવે છે અને પીએમ મોદી સાથે ફોટોગ્રાફ્સ ધરાવે છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે તેણીનો પરિવાર કોંગ્રેસ સમર્થક હતો, પરંતુ ગુજરાત 2002ના રમખાણો પછી તેના સંબંધીને શોધવામાં પીએમ મોદીની મદદ મળ્યા બાદ અસ્મા ભાજપ સમર્થક બની હતી. આ મામલે ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. NIAએ હજુ સુધી કોઈ જ નિવેદન જારી કર્યું નથી.