તાજેતરના દિવસોમાં આસામમાં આતંકવાદી પ્રવૃતિઓનું હબ બની ગયેલી 3 મદરેસાઓ તોડી પાડવામાં આવી છે, તેમજ જેહાદી પ્રવૃત્તિઓમાં સામેલ મૌલાનાઓ સહિત 3 ડઝનથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ હવે આસામમાં જનતાનું બુલડોઝર ચાલ્યું છે, સ્થાનિક લોકો દ્વારા એક આતંકવાદ સંચાલિત મદરેસાને તોડી પાડવામાં આવ્યું છે. તાજેતરની આ ઘટના ગોલપારાની છે, જ્યાં સ્થાનિક લોકોએ એક મદરેસાને તોડી પાડ્યો હતો. બ્રહ્મપુત્રા નદીના કિનારે વસેલું ગોલપારા, ગુવાહાટીથી 134 કિમી પશ્ચિમમાં આવેલું છે. આસામમાં જનતાનું બુલડોઝર ચાલ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મદરેસામાંથી જેહાદી ગતિવિધિઓ કરવામાં આવતી હતી. આ મદરેસા પાખીઉરા ચાર વિસ્તારમાં સ્થિત દરોગર અલગામાં હતું. આ સાથે મદરેસાની બાજુમાં આવેલ એક મકાનને પણ લોકોએ તોડી પાડ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે બાંગ્લાદેશી આતંકવાદીઓ તે ઘરનો ઉપયોગ કરી રહ્યા હતા. જેથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જલાલુદ્દીન શેખ નામનો વ્યક્તિ આ મદરેસાને ચલાવતો હતો, જે પહેલાથી જ પોલીસની કસ્ટડીમાં છે.
#BrakingNow: मदरसों पर सरकार के एक्शन के बीच लोगों ने दिया शांति का संदेश, असम के गोलपाड़ा में लोगों ने खुद तोड़ दिया मदरसा @jyotimishra999 #Assam #Madarsa pic.twitter.com/BHbS3NxNxq
— Times Now Navbharat (@TNNavbharat) September 6, 2022
તેણે 2020માં આ મદરેસામાં અનીમુલ ઈસ્લામ, ઉસ્માન, મેહદી હસન અને જહાંગીર અલોમની શિક્ષક તરીકે નિમણૂક કરી હતી. આમાંથી બે અલ કાયદા (AQIS) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT)ના આતંકવાદીઓ હોવાનું બહાર આવ્યું છે. હાલ આ બંને આતંકવાદીઓ ફરાર છે. 31 ઓગસ્ટ 2022 ના રોજ બોંગાઈગાંવ પ્રશાસને માર્કજુલ મરીફ યુ-કરિયાના મદરેસાને તોડી પાડ્યું હતું. તે બાળકો માટે અસુરક્ષિત હતું અને તેની પાસે દસ્તાવેજો પણ નહોતા. અધુરામામ પૂરું અહી આતંકવાદી પ્રવૃતિઓ પણ ચાલી રહી હતી.
બદરુદ્દીન અજમલની રાજકીય પાર્ટી AIUDF એ આસામમાં મદરેસાઓ પર કાર્યવાહીનો વિરોધ કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે લઘુમતી વિસ્તારોમાં બાળકોની શિક્ષણ વ્યવસ્થા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. બદરુદ્દીન અજમલે દાવો કર્યો હતો કે મદરેસા સાર્વજનિક સંપત્તિ છે અને તેને કાયદાકીય સૂચના વિના તોડી શકાય નહીં. અગાઉ જમીઉલ હુદા નામની મદરેસાને વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ કહ્યું છે કે જ્યાંથી આતંકવાદી ગતિવિધિઓ થશે તે તમામ મદરેસાઓને તોડી પાડવામાં આવશે.