યુકેના વડાપ્રધાનની ચૂંટણીમાં ભારતીય મૂળના ઋષિ સુનક પીએમ બનવાનું ચૂકી જતાં જ ભારતના વામપંથી ટોળાઓ અને કટ્ટરપંથી ટોળકીમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. ટ્વિટર પર સુનકને વિવિધ ટોણા મારવામાં આવ્યા હતા. આ ક્રમમાં હિંદુ ધર્મ અને હિંદુઓ દ્વારા પૂજનીય ગાય માતાની પણ ખુલ્લેઆમ મજાક ઉડાવવામાં આવી હતી. કોઈએ ઋષિ વિરુદ્ધ ઝેર ઓક્યું કારણ કે તે મંદિર વગેરેમાં જઈને પોતાને ધાર્મિક હિંદુ જણાવે છે, ઋષિ સુનક પીએમ બનવાનું ચૂકી જતાં તેમને યાદ અપાવ્યું કે ગાય પૂજાના ‘નાટક’થી બ્રિટનમાં વિજય ન થઈ શકે.
ઋષિ સુનકની હારથી ડાબેરીઓ કેમ ખુશ છે?
ઋષિ સુનકનો એક ગાય સાથેનો ફોટો ટ્વિટર પર શેર કરીને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ચૂંટણી જીતી શક્યા હોત, પરંતુ તેમણે બ્રિટનમાં કરેલી ગાયની પૂજાના કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ફેક ન્યૂઝ માટે કુખ્યાત એવા ટ્વિટર યુઝર અશોક સ્વેને રિશીનો વીડિયો શેર કરતા કહ્યું કે, “આ યુક્તિઓ છતાં, રિશી સુનકને લિઝ ટ્રસ દ્વારા પરાજય મળ્યો અને તે બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા. પોતાની સાથે પ્રમાણિક રહેવું મહત્વપૂર્ણ છે – બ્રિટન ઉત્તર પ્રદેશ નથી.”
તેના જવાબમાં જીમી ખાન લખે છે, “તે દુખની વાત છે કે જો તેણે થોડું ગૌમૂત્ર પીધું હોત તો તે કદાચ બ્રિટનના વડાપ્રધાન બની શક્યા હોત.”
he must be regretting now that if he had few shots of cow urine he would have been selected UK PM
— Jimmy Khan (@JimmyKhan1947) September 5, 2022
સીટીઝન વોઈસ કોમરેડ નામના એક આઈડી ઉપરથી લખવામાં આવ્યું હતું કે “મને લાગે છે કે તે ગાયનું છાણ અને ગૌમૂત્ર પીવાનું ભૂલી ગયો હતો, તેથી તેણે પ્રધાનમંત્રી પદ ગુમાવ્યું.”
શબીના હુસૈન લખે છે, “ગૌ માતાએ ઋષિ સુનકને આશીર્વાદ આપવાનો ઇનકાર કર્યો.”
Gau mata (mother cow) refused to bless Rishi Sunak! https://t.co/xXtZkYy1ab
— Shabina Hussain, MPH, DPH, MBBS (@shab302611) September 5, 2022
એક યુઝરે ઋષિના પૂજા પાઠ પર કટાક્ષ કર્યો અને કહ્યું, “ઋષિ સુનક, આ મંદિર અને ગાયનું રાજકારણ માત્ર ઉત્તર પ્રદેશમાં જ ચાલે બ્રિટનમાં નહીં.”
Hello Rishi Sunak, Temple and Cow Politics will only work in UP, not in UK#LizTruss #RishiSunak
— Political Aaramdev (@PolityAaramdev) September 5, 2022
નિધિ રાઝદાનને અંગ્રેજોએ અવળે હાથે લીધી
આ સિવાય મીડિયા ગેંગની જાણીતી સભ્ય નિધિ રાઝદાને પણ આ જીત-હારના મુદ્દામાં ‘જાતિવાદ’નો એંગલ દાખલ કર્યો અને પૂછ્યું હતું કે શું ઋષિ અન્ય કોઈ કારણથી તો નથી હાર્યા ને. તેણે ટ્વીટ કર્યું હતું કે, “લિઝ ટ્રુસે પીએમ બનવાની રેસમાં ઋષિ સુનકને હરાવ્યા. શું ઋષિ જાતિવાદને કારણે હારી ગયા કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે.
નિધિના ટ્વીટ બાદ ઘણા બ્રિટિશરો ગુસ્સે થયા હતા. તેણે નિધિ રાઝદાનના આવા કૃત્યને એકદમ અયોગ્ય ગણાવ્યું હતું. બ્રિટિશ પત્રકાર ટોમ હાર્વુડે કહ્યુંહતું કે આ પણ ક્ષુદ્રતાની મર્યાદા છે. શરમ આવવી જોઈએ તમને.
This nonsense is the lowest of the low. Be ashamed.
— Tom Harwood (@tomhfh) September 5, 2022
નોંધનીય છે કે બ્રિટનમાં વડાપ્રધાનની ચૂંટણી પહેલા ઋષિ સુનકનો એક વીડિયો સામે આવ્યો હતો. તે વીડિયોમાં તે પોતાની પત્ની અક્ષતા સાથે ગાયની પૂજા કરી રહ્યા. પૂજા દરમિયાન સામે ઉભેલા પૂજારી તેમને પદ્ધતિઓ વિશે જણાવી રહ્યા હતા. આ વીડિયો જોઈને વામપંથીઓ તેમનાથી નારાજ થઈ ગયા અને જ્યારે ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે ઋષિને હારનો સામનો કરવો પડ્યો તો આ લોકોએ જ પહેલા તેમના પર નિશાન સાધ્યું હતું, કારણકે બ્રિટેનના વડાપ્રધાન પદ પર દાવેદારી નોંધાવ્યા બાદ તેમણે મંદિરમાં દર્શન અને ગૌ પૂજા કરાવી હતી.