કોંગ્રેસ નેતા અને અભિનેત્રી અર્ચના ગૌતમે આંધ્રપ્રદેશના તિરુમાલા તિરુપતિ મંદિર પર દર્શન દરમિયાન તેમને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો હતો. હવે મંદિર મેનેજમેન્ટે આ અંગે પ્રતિક્રિયા આપી છે. ‘તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે’ કહ્યું છે કે અભિનેત્રી અર્ચના ગૌતમ દ્વારા તેના કર્મચારી પર નિશાન બનાવવા એ ઘૃણાજનક કૃત્ય છે. ટીટીડીએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ નેતા અર્ચના ગૌતમે કરેલા દાવાઓને તેઓ મજબુતીથી નકારી કાઢે છે.
ટીટીડીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના શિવકાંત તિવારી અને અભિનેત્રી અર્ચના ગૌતમ સહિત 7 લોકો મંગળવારે (30 ઓગસ્ટ, 2022) કેન્દ્રીય મંત્રીનો પત્ર લઈને અહીં દર્શન માટે આવ્યા હતા. સંગઠને કહ્યું કે તે લોકોએ એડિશનલ EO ઓફિસમાં દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારબાદ તેમના ભલામણ પત્રના આધારે તેમને 300 રૂપિયાની ટિકિટ આપવામાં આવી હતી. સંગઠને કહ્યું કે આ અંગે તિવારીના નંબર પર એસએમએસ પણ મોકલવામાં આવ્યો હતો.
अभिनेत्री अर्चना गौतम का टी टी डी कर्मचारियों पर हमला – एक जघन्य कृत्य
— svbcttd4 hindi (@svbcttd4) September 6, 2022
– झूठे आरोपों के साथ कर्मचारियों के खिलाफ झूठी शिकायत
– टी टी डी का विरोध@archanagautamm#ArchanaGautham #TTD_SERIOUSLY_CONDEMNS #FALSE_ALLEGATIONS #Facts #UttarPradeshNews pic.twitter.com/43AJtC5SxA
ટીટીડીએ કહ્યું કે વ્યવસ્થા કરવા છતાં તેમણે દર્શન નહોતા કર્યા. જ્યારે તેઓ બીજા દિવસે ફરી મંદિરે પહોંચ્યા ત્યારે કર્મચારીએ તેમને કહ્યું હતું કે તેમની ટિકિટની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે અને તેઓ સમયસર દર્શન નથી કાર્ય. ટીટીડીનું કહેવું છે કે આ દરમિયાન અર્ચના ગૌતમ ઓફિસમાં ઘૂસી ગઈ અને હોબાળો કરવા લાગી હતી, અને તેણે કર્મચારીઓ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. મંદિર મેનેજમેન્ટે જણાવ્યું કે આ દરમિયાન શિવકાંત તિવારી ઉભા ઉભા બધું ચૂપચાપ જોતા રહ્યા હતા.
ટીટીડીએ જણાવ્યું હતું કે, “અમારા સ્ટાફે કોંગ્રેસ નેતા અર્ચના ગૌતમને શાંત કરવા માટે મંદિરના નિયમો સમજાવ્યા હતા, પરંતુ તેણીએ અમારા એક કર્મચારી સાથે ઝપાઝપી કરી નાંખી હતી. તેમને ફરીથી 300 રૂપિયાની ટિકિટ આપવામાં આવી અને દર્શન કરવા માટે કહેવામાં આવ્યું. પરંતુ અભિનેત્રીએ દર્શન કરવાને બદલે પોલીસ સ્ટેશન જઈને અમારા એક કર્મચારી વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી કે તેણે તેમની સાથે મારપીટ અને દુર્વ્યવહાર કર્યો હતો.
Though the TTD staff tried to explain the rule position and pacify her, she turned deaf and even manhandled one of the on duty office staff members. At last, the Office staff have allotted them Rs.300 tickets for the second time and advised them to go for Darshan. (6/n)
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 5, 2022
‘તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમે’ કહ્યું હતું કે પોલીસને પણ વીડિયો જોયા બાદ જાણવા મળ્યું કે કોંગ્રેસની મહિલા નેતાએ કર્મચારીઓ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. સંગઠને કહ્યું કે જ્યારે તેને વીડિયો બતાવવામાં આવ્યો હતો કે તે કર્મચારીઓ સાથે મારપીટ કરી રહી છે ત્યારે તે પોલીસ સ્ટેશનથી નીકળી ગઈ હતી. જ્યારે તેણે દર્શન માટે આગ્રહ કર્યો ત્યારે 10,500 રૂપિયાની ટિકિટ કાપીને તેને VIP દર્શન માટે કહેવામાં આવ્યું. પરંતુ, તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આરોપો લગાવ્યા હતા. ટીટીડીએ આ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.
નોંધનીય છે કે મોડલ અને એક્ટ્રેસ તરીકે કામ કરતી અર્ચના ગૌતમ અવારનવાર સોશિયલ મીડિયા પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ જેવા કોંગ્રેસી નેતાઓ સાથે તસવીરો પોસ્ટ કરે છે. 2018માં ‘મિસ બિકીની ઈન્ડિયા’નો ખિતાબ જીતનાર અર્ચના ગૌતમ પણ 2022માં મેરઠ જિલ્લાના હસ્તિનાપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી હતી, પરંતુ તેની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હતી.