આમ આદમી પાર્ટી આમ તો પહેલાથી જ પોતાના ગુજરાત વિરોધી વલણને લઇને ચર્ચામાં રહેતી હોય છે. એમાં પણ જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાનો વ્યાપ વધાર્યો છે ત્યારથી તો નવા બનેલા આપ કાર્યકરો તો જે ચા કરતા કીટલી ગરમ હોય તેમ બહારના આપ કાર્યકર્તાઓને પણ ગુજરાતને બદનામ કરવામાં વટાવી ગયા છે. બળતામાં ઘીનું કામ કર્યું ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે આપેલ અણઘડ વાયદાઓ અને ગેરન્ટીઓએ. કંટાળેલા ગુજરાતીઓએ ગઈકાલે પોતાનો ગુસ્સો ટ્વીટર પર #આપિયા_ના_અણમોલ_વચનો ટ્રેન્ડ કરીને વ્યક્ત કર્યો હતો.
જ્યારથી ગુજરાત વિધાનસભાચૂંટણીની ચર્ચાઓ શરૂ થઇ હતી ત્યારથી રોજ આપના કોઈ દિલ્હીના નેતાઓ ગુજરાત આવીને ગમે તે વાયદાઓ કરવા માંડ્યા છે. જે વાયદાઓ તેઓ પોતાની સત્તામાંના 2 રાજ્યો દિલ્હી અને પંજાબમાં પુરા કરવામાં સદંતર નિષ્ફ્ળ રહ્યા છે તેની કેસેટ ગુજરાતમાં વગાડીને ગુજરાતીઓના વોટ લેવાનું તેમનું સપનું પૂરું થતું નથી દેખાઈ રહ્યું. જેનું તાજું ઉદાહરણ છે ગઈકાલે ટ્રેન્ડ થયેલો ટ્વીટર હેશટેગ.
ટ્વીટર પર ટ્રેન્ડ થયું #આપિયા_ના_અણમોલ_વચનો
ગઈકાલે અચાનકજ ટ્વીટર પર એક હેશટેગ ટ્રેન્ડ થતો જોવા મળ્યો, જે હતો #આપિયા_ના_અણમોલ_વચનો અને જોત જોતામાં તે હેશટેગ ટ્વીટર પર છઠ્ઠા નંબરે ટ્રેન્ડ થઇ રહ્યો હતો. ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે આપેલ અણઘડ વાયદાઓ અને ગેરન્ટીઓએ સામે આ એક પ્રકારનો વર્ચ્યુઅલ રોષ હતો.
નોંધનીય રીતે આ ટ્રેન્ડ @metho_mehaniyo દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને તે બાદ ટ્વીટર પર રીતસરનું #આપિયા_ના_અણમોલ_વચનો આ હેશટેગનું સ્વયંભૂ પૂર જ આવી ગયું હતું.
અમારી સરકાર આવશે તો જે કોઈ પાસે પણ સરકારી નોકરી ન હોય તેમને બેરોજગાર વિદ્યાર્થી જાહેર કરવામાં આવશે, ભલે પછી એમની ઉંમર સડસઢ વર્ષ કેમ ન હોય.#આપિયા_ના_અણમોલ_વચનો
— 🍄 (@metho_mehaniyo) September 2, 2022
ટ્વીટર યુઝર @i_m_prapti એ એક ટ્વિટ્સની હારમાળામાં આમ આદમી પાર્ટીના અણઘડ વચનો પર ટકોર કરતા લખ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી જીતવા આમ આદમી પાર્ટી કેવા કેવા વચનો કરી શકે છે.
અમારી સરકાર આવશે તો અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા અન્ય શહરો, જ્યાં દરિયો નથી, ત્યાં દરિયો બનાવડાવશું. કોઈ ગુજરાતી દરિયાથી વંચિત નહીં રહે. #આપિયા_ના_અણમોલ_વચનો
— Prapti (@i_m_prapti) September 2, 2022
અમારી સરકાર આવશે તો વરસાદ પડે ત્યારે દાળવડા માટે કોઈને લાઈનમાં ઊભા રહેવું નહીં પડે. અમે અમારા કાર્યકર્તાને તમારે ઘેર દાળવડા લઈને મોકલશું.#આપિયા_ના_અણમોલ_વચનો
— Prapti (@i_m_prapti) September 2, 2022
અમારી સરકાર આવશે તો જૂનાગઢને અમદાવાદની નજીક લઈ આવશું, જેથી અમદાવાદીઓને પણ કુદરતનાં ખોળે આળોટવા મળે.#આપિયા_ના_અણમોલ_વચનો
— Prapti (@i_m_prapti) September 2, 2022
એક ટ્વીટર યુઝર @JamMahavirsinh એ લખ્યું હતું કે “અમારી સરકાર બનશે તો બાલાજી વેફર ના પેકેટ ની હવા અમે કાઢી આપીશું. ગુજરાતી ને કષ્ટી નહિ થવા દઇએ…”
અમારી સરકાર બનશે તો બાલાજી વેફર ના પેકેટ ની હવા અમે કાઢી આપીશું.
— Mahavir Jadeja (@JamMahavirsinh) September 2, 2022
ગુજરાતી ને કષ્ટી નહિ થવા દઇએ…🤣🤣🤣#આપિયા_ના_અણમોલ_વચનો
ટ્વીટર આઈડી @Al_neurologist એ આપ પર ચાબખા લેતા લખ્યું હતું કે, “અમારી સરકાર આવશે તો અમે ગુજરાતી સુપરસ્ટાર શ્રી રઇજી ઠાકોરની “નદી કિનારે પાવન પ્રીત પોકારે” ફિલ્મને સમગ્ર ગુજરાતમાં નિઃશુલ્ક બતાવીશું. ફ્રી ફ્રી ફ્રી! સાથે સમોસા, ચટણી, ધાણીના પડીકા, પાણીની બોટલ પણ મળશે. સિંગલયાઓનું મિલન પણ સિનેમાગૃહમાં કરી આપવાની ગેરેન્ટી”
અમારી સરકાર આવશે તો અમે ગુજરાતી સુપરસ્ટાર શ્રી રઇજી ઠાકોરની “નદી કિનારે પાવન પ્રીત પોકારે” ફિલ્મને સમગ્ર ગુજરાતમાં નિઃશુલ્ક બતાવીશું.
— કૃત્રિમ બુદ્ધિશક્તિનો વિદ્યાર્થી (@AI_Neurologist) September 2, 2022
ફ્રી ફ્રી ફ્રી!
સાથે સમોસા, ચટણી, ધાણીના પડીકા, પાણીની બોટલ પણ મળશે.
સિંગલયાઓનું મિલન પણ સિનેમાગૃહમાં કરી આપવાની ગેરેન્ટી#આપિયા_ના_અણમોલ_વચનો pic.twitter.com/ZNSYzfycTf
જાણીતા સંશોધનાત્મક પત્રકાર @vijaygajera એ આમ આદમી પાર્ટીના ગુજરાત વિરોધી મેધા પાટકર સાથેના સંબંધને ટાંકીને લખ્યું હતું કે, “અમારી સરકાર આવી તો સરદાર સરોવર ડેમ બંધ કરી ને ગામે ગામ સરદાર સરોવર ડેમ બનાવીશું!”
અમારી સરકાર આવી તો સરદાર સરોવર ડેમ બંધ કરી ને ગામે ગામ સરદાર સરોવર ડેમ બનાવીશું!#આપિયા_ના_અણમોલ_વચનો pic.twitter.com/USRiKZSTHO
— Vijay Patel🇮🇳 (@vijaygajera) September 2, 2022
આમ આદમી પાર્ટી યુવાનોને લોભ આપવા કેવા વચન કરી શકે એ વિષે @RupalAhir2 એ લખ્યું હતું કે, ‘અમારી સરકાર આવશે તો સરકારી નોકરી આપશું અને સાથે સાથે રૂપના કટકા જેવી છોકરી ય પરણાવી આપીશું.’
અમારી સરકાર આવશે તો સરકારી નોકરી આપશું અને સાથે સાથે રૂપના કટકા જેવી છોકરી ય પરણાવી આપીશું.#આપિયા_ના_અણમોલ_વચનો
— Rupal ahir 🇮🇳 (@RupalAhir2) September 2, 2022
કાઠિયાવાડી મિત્રોની લાગણીઓને ઠેસ પહોંચે એવો એક વાયદો @NimawatHiren દ્વારા નોંધવામાંમાં આવ્યો હતો કે, “અમારી સરકાર આવી તો ગાંઠીયા સાથે સંભારો ફ્રી આપીશું..!! એલા એ તો આમ પણ ફ્રી જ આવે છે !!”
અમારી સરકાર આવી તો ગાંઠીયા સાથે સંભારો ફ્રી આપીશું..!!
— હાસ્ય નો હાહાકાર 🇮🇳 (@NimawatHiren) September 2, 2022
એલા એ તો આમ પણ ફ્રી જ આવે છે !! 😂😂#આપિયા_ના_અણમોલ_વચનો
@chemistaatma એ પણ જુદી જુદી બે ટ્વીટમાં આમ આદમી પાર્ટી આગળ કેવા વાયદા કરી શકે એ વિષે ટોણા માર્યા હતા.
અમારી સરકાર બની તો , દર વિકેન્ડ માં અવનવા # ચલાવી ને પાપિયાઓ દ્વારા જનતા ને મનોરંજન પૂરું પાડવામાં આવશે.
— गुणवंती जाविंत्री 🪴 (Charles of Guru) (@chemistaatma) September 2, 2022
જરૂર જણાયે વરઘોડો પણ કાઢવા માં આવશે તેની નોંધ લેવી. #આપિયા_ના_અણમોલ_વચનો
જોત જોતામાં આ #આપિયા_ના_અણમોલ_વચનો હેશટેગ ટ્વીટર પર છઠ્ઠા નંબરે ટ્રેન્ડ કરવા મંડ્યો હતો.
Trending 🔥🔥🔥🤣#આપિયા_ના_અણમોલ_વચનો pic.twitter.com/5toYQBD9s2
— Bhavesh Bharvad 🇮🇳🚩 (@Bhavesh_bharvad) September 2, 2022