Saturday, November 23, 2024
More
    હોમપેજસ્પેશ્યલતેમને જીવવાનો અધિકાર ન હતો... કારણકે તેઓ હિંદુ હતાં: આ રક્ષાબંધને પણ...

    તેમને જીવવાનો અધિકાર ન હતો… કારણકે તેઓ હિંદુ હતાં: આ રક્ષાબંધને પણ ચંદન ગુપ્તાના ઘરમાં ચૂલો ન સળગ્યો, પિતાનો દાવો- પ્રતિમા સ્થાપિત કરવાનું વચન પણ અધૂરું

    ઉત્તર પ્રદેશના કાસગંજમાં 2018ની તિરંગા યાત્રા દરમ્યાન ઇસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી અને આજે પણ તેના પિતા સ્વખર્ચે આ કેસ લડી રહ્યા છે.

    - Advertisement -

    કટ્ટરપંથીઓના હુમલામાં માર્યા ગયેલા ચંદન ગુપ્તાના પરિવાર સાથે ઓપઇન્ડિયાની ટીમે વાતચીત કરી હતી. 26 જાન્યુઆરી 2018ના રોજ ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ ‘તિરંગા યાત્રા’ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ચંદન ગુપ્તા ઉર્ફે અભિષેકનું મોત થયું હતું . ‘તિરંગા યાત્રા’માં સામેલ લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો પણ થયો હતો. ઓપઇન્ડિયાએ તેમના પરિવારની હાલત વિશે જાણવા ચંદન ગુપ્તાના પિતા સુશીલ ગુપ્તા સાથે વાત કરી હતી.

    ડરથી છોડાવી મોટા પુત્રની નોકરી

    સુશીલ ગુપ્તાએ કહ્યું હતું કે, “ચંદનની હત્યા બાદ મારા પરિવારને લગભગ એક વર્ષ સુધી પોલીસ સુરક્ષા મળી. બાદમાં તેને હટાવી દેવામાં આવી હતી. મારો મોટો પુત્ર વિવેક ગુપ્તા આ કેસમાં સાક્ષી છે. અગાઉ તે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ ​​તરીકે કામ કરતો હતો. પરંતુ હવે અમે તેને ડરના કારણે નોકરી મુકાવી દીધી છે. અમને ઘણી વખત ધમકીઓ પણ મળી છે. હવે ઘરખર્ચની સંપૂર્ણ જવાબદારી મારા એકલાની છે. હું ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર છું. દીકરીના લગ્નની પણ મોટી જવાબદારી છે.

    - Advertisement -

    સલીમ સિવાય તમામ આરોપીઓ છૂટી ગયા

    સુશીલ ગુપ્તાનો દાવો છે કે ચંદનની હત્યાના 29 આરોપીઓમાંથી 28 જેલમાંથી બહાર આવી ગયા છે. આ તમામને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. માત્ર સલીમ જ જેલમાં છે અને તેની અપીલની સુનાવણી આ મહિને હાઈકોર્ટમાં થવાની છે. ગુપ્તાના કહેવા પ્રમાણે તેમણે પોતાના તરફથી આ મામલે કેવિયેટ પણ દાખલ કરી છે. હાઈકોર્ટ સુધી કેસની વકીલાત કરવા પાછળ પણ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમનો દાવો છે કે આરોપીઓ આર્થિક રીતે મજબૂત છે. જેના કારણે તેમને કેસ લડવામાં સહુલીયત છે. ગુપ્તા કહે છે, “જ્યારે કાસગંજ કોર્ટમાં સુનાવણી થઈ ત્યારે અમારી તરફથી માત્ર 3-4 લોકો હતા, જ્યારે આરોપી વતી 100-200 લોકો ભેગા થતા હતા. તેઓએ દબાણ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. એટલા માટે અમે અમારા પૈસાથી હાઈકોર્ટમાં કેસ લડ્યો અને કેસ લખનૌ ટ્રાન્સફર કરાવ્યો. હવે અમે લોબિંગ માટે સુરક્ષા વિના લખનૌ જઈએ છીએ.”

    ચંદન ગુપ્તાની હત્યામાં શામેલ કેટલાક આરોપીઓના નામ (ફોટો સાભાર ऑपइंडिया)

    ડરથી પીછેહઠ કરતા સાક્ષીઓ

    સુશીલ ગુપ્તાના જણાવ્યા અનુસાર, “ચંદન હત્યા કેસમાં અડધા ડઝનથી વધુ સાક્ષીઓ હતા. પરંતુ, હવે એકાદ સાક્ષી સિવાય અન્ય લોકો ડરના માર્યા જુબાની આપવાનું ટાળી રહ્યા છે. હવે તેનો એકમાત્ર સાક્ષી તેમનો પુત્ર છે. તેથી પરિવાર તેની સુરક્ષાને લઈને પણ ચિંતિત રહે છે.”

    હત્યામાં વકીલ પણ શામેલ (સાભાર ऑपइंडिया)

    વચનો હજુ પણ અધૂરા

    OpIndia સાથે વાત કરતાં સુશીલ ગુપ્તા ભાવુક થઈ ગયા હતા. રડતા રડતા તેમણે કહ્યું કે, “ચંદનના ન રહ્યા બાદ વચનોનો ધમધમાટ શરુ થયો હતો. મારી પુત્રીને સરકારી નોકરી આપવાની અને શહેરના એક ચોકનું નામ ચંદનના નામ પર રાખવાનું કહેવામાં આવ્યું હતું. મારી પુત્રીએ એમએસસી પૂર્ણ કર્યું છે. તેમને બ્લોક લેવલ પર નોકરી આપવામાં આવી હતી જે 5 મહિના પછી સમાપ્ત થઈ ગઈ હતી. અમે અમારા જ પૈસાથી ચોકડી પર ચંદનની મૂર્તિ મૂકી છે. તેનું અનાવરણ પણ કરવામાં આવ્યું નથી.”

    જોકે, એ સ્પષ્ટ નથી કે ચોકડી પર ચંદનની મૂર્તિ સ્થાપિત કરતા પહેલા વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લેવામાં આવી હતી કે કેમ. પરંતુ જો સુશીલ ગુપ્તાની વાત માનીએ તો મંત્રી સુરેશ પાસીએ પાલિકાના અધિકારીઓ સાથે વાત કર્યા બાદ જ્યાં ચંદનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તે જગ્યાને ચિહ્નિત કરવામાં આવી હતી. તેની બોર્ડ મિટિંગમાં પણ પાલિકાએ નાદરાઈ ગેટ પર ચંદન ચોક બનાવવાની મંજૂરી આપી હતી. પરંતુ પાલિકાએ મૂર્તિની સ્થાપનાના સ્થળે કામ અધૂરું છોડી દીધું હતું. આ પછી, ચંદનના પરિવારના સભ્યો અને સોસાયટીના અન્ય સભ્યોએ ચબુતરાને પ્લાસ્ટર કરાવ્યું અને 3 જાન્યુઆરી 2022ના રોજ ત્યાં મૂર્તિ સ્થાપિત કરી હતી. તેમજ પુત્રીની નોકરી સંબંધિત સુશીલ ગુપ્તાએ કરેલા દાવા અંગે અમે વહીવટીતંત્ર સાથે વાત કરી શક્યા નથી. અમને માહિતી મળતાં જ અમે આ રિપોર્ટને અપડેટ કરીશું.

    ચંદન ગુપ્તાના પરિવાર દ્વારા મુકવામાં આવેલી પ્રતિમા (સાભાર ऑपइंडिया )

    રક્ષાબંધનના દિવસે ઘરે ભોજન નથી બનતું

    સુશીલ ગુપ્તાએ કહ્યું હતું કે, “રક્ષાબંધનના દિવસે મારી દીકરી તેના ભાઈને યાદ કરીને સતત રડતી રહી. તે દિવસે દુ:ખમાં અમારા ઘરમાં ભોજન રાંધાયું ન હતું. બહેને પોતાના ભાઈના ફોટા સામે રાખડી અને મીઠાઈઓ રાખી હતી. તે દિવસને યાદ કરીને ચંદનની માતા ઘણીવાર બીમાર પડી જાય છે. તે સમયે સરકારે અમને 20 લાખ રૂપિયાની મદદ કરી હતી, તે પૈસાનો ઉપયોગ આ કેસની વકીલાત અને આરોપીઓને સજા કરવામાં જ થઈ રહ્યો છે.

    ચંદનના ફોટા પાસે મુકેલી રાખડી (સાભાર ऑपइंडिया)

    કેટલાક લોકો કેસ ખતમ કરવાની ઓફર લઈને આવી રહ્યા છે

    મુસ્લિમોના હુમલામાં માર્યા ગયેલા હિંદુ ચંદન ગુપ્તાના પિતા વધુમાં કહે છે કે, “આ દુઃખની વાત છે કે હું તમામ ધમકીઓ અને દબાણ હોવા છતાં મારા દિવંગત પુત્રની હત્યાના માટે ન્યાય માટે લડી રહ્યો છું, પરંતુ મારા પર કેસ પૂરો કરવા માટે દબાણ કરવા જે લોકોને મોકલવામાં આવી રહ્યા છે. હા, તેઓ હિન્દુ જ છે. તેઓ મારી પાસે તમામ પ્રકારની ઓફરો અને લાલચ લઈને આવે છે. જો કે મારો પુત્ર હવે નથી રહ્યો તો હું પણ મરવા માટે તૈયાર છું. ગુનેગારોને સજા અપાવવા માટે હું મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં