
સાણંદ તાલુકાના કલાણા ગામમાં મુસ્લિમ ટોળાએ સ્થાનિક હિંદુઓ પર પથ્થરો વરસાવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે જૂની અદાવતને લઈને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પથ્થરો વરસાવવાના શરૂ થઈ ગયા હતા. વાયરલ વિડીયોમાં મુસ્લિમ શખ્સો છત પરથી પથ્થરો વરસાવતા અને બીભત્સ ઇશારા કરતા જોવા મળ્યા છે. હાલ ઘટનાસ્થળે પોલીસ કાફલા ખડકી દેવાયા છે અને 42 શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.
સોમવારે (29 ડિસેમ્બર) રાત્રે પણ પથ્થરમારો થયો અને બાદમાં મામલો થાળે પડી ગયો હતો, બાદમાં મંગળવારે સવારે ફરી બંને જૂથો સામસામે આવી ગયા હતા અને પથ્થરોમારો શરૂ થઈ ગયો હતો. પથ્થરમારામાં અનેક ગાડીઓના કાચ તૂટી ગયા હતા. ઘટનાને લઈને SP અને DySP સહિતનો મોટો પોલીસ કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લામાં આવેલ સાણંદના કલાણા ગામે મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર કર્યો જીવલેણ હુમલો, ધાબે ચડીને પથ્થરમારો કરતા દેખાયા…
— ઑપઇન્ડિયા (@OpIndia_G) December 30, 2025
જેહાદીઓના હુમલામાં અનેક થયા ઘાયલ, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા…
હાલ આખા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 42ની કરાઈ અટકાયત…
Sanand | Kalana… pic.twitter.com/itDGq0D1HG
પોલીસે ગામમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે અને ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી છે. ડ્રોનમાં જે લોકો પોલીસથી બચવા માટે ગામની સીમમાં એન ખેતરોમાં છુપાઈ ગયા હતા તે તમામને પકડી પાડવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર, 42 લોકોની અટકાયત કરવામાં આવી છે અને ગામમાં લાગેલા સીસીટીવી કેમેરાના DVR પણ કબજે કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર કલાણા ગામમાં રહેતા યુવાનો વચ્ચે કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં મુકાતી પોસ્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારબાદ સોમવારે એક યુવકે અન્ય બીજા સમુદાયના યુવકને ‘સામે કેમ જુએ છે’ એમ કહીને માથાકૂટ કરી હતી. ત્યારબાદ બંને જૂથના લોકો એકઠા થઈ ગયા અને મારામારી કરી હતી. પોલીસે બંને જૂથના લોકો સામે સામસામી ફરિયાદ નોંધી છે.

