વિધાનસભામાં ઉભા રહી ખુલ્લેઆમ જુઠ્ઠાણાં ફેલાવતા અરવિંદ કેજરીવાલ દ્વારા કેટલાક દાવાઓ કરવામાં આવ્યા હતા. 29 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં ‘વિશ્વાસનો મત’ રજુ કરતી વખતે ગૃહમાં તેમના સંબોધન દરમિયાન તેમણે અનેક જારી કરાયેલા મુદ્દાઓ વિશે વાત કરી અને ખોટી માહિતી અને જૂઠાણાનો ઉપયોગ કરીને તેમના પક્ષનું વલણ રજૂ કર્યું હતું.
ઘઉં, છાસ વગેરે પર ટેક્સ મોંઘવારીનું કારણ બને છે
પોતાના સંબોધનની શરૂઆતમાં જુઠ્ઠાણાં ફેલાવતા અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે મોંઘવારીને કારણે લોકોએ એક ટંકનું શાકભાજી ખરીદવાનું બંધ કરી દીધું છે અને દૂધ અને દૂધની બનાવટોનો વપરાશ ઓછો કર્યો છે. તેમણે કહ્યું હતું કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે દહીં, મધ, ઘઉં, ચોખા અને અન્ય ઉત્પાદનો પર કર લાદવામાં આવ્યો હોય. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે આઝાદી પહેલા બ્રિટિશ સરકારે પણ ખાદ્ય વસ્તુઓ પર ટેક્સ લગાવ્યો ન હતો.
દહીં, ઘઉં વગેરે સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ પરના ટેક્સની બાબતને કેન્દ્રીય નાણામંત્રીએ જુલાઈ મહિનામાં મંજૂરી આપી હતી જ્યારે એવા અહેવાલો આવ્યા હતા કે જીએસટીના કારણે આ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં નિર્મલા સીતારમણે ધ્યાન દોર્યું હતું કે GST લાગુ થયા પહેલાં રાજ્યો એક ટકાથી છ ટકા સુધી બદલાતા અનાજ પર વેટ અથવા મૂલ્ય વર્ધિત કર વસૂલતા હતા.
It must also be noted that items specified below in the list, when sold loose, and not pre-packed or pre-labeled, will not attract any GST. (10/14) pic.twitter.com/NM69RbU13I
— Nirmala Sitharaman (@nsitharaman) July 19, 2022
GSTના અમલ પછી બ્રાન્ડેડ અને નોન-બ્રાન્ડેડ પેક્ડ વસ્તુઓ માટે નોન-યુનિફોર્મ ટેક્સેશન સિસ્ટમને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સ્ટોકહોલ્ડર્સની વિનંતીને આધારે, તમામ રાજ્યના પ્રતિનિધિઓની હાજરીમાં માત્ર પેક કરેલી વસ્તુઓ પર એકસમાન ટેક્સ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો આ વસ્તુઓ છૂટક વેચવામાં આવે તો કોઈ GST લાગુ કરવામાં આવતો નથી. છુટક અનાજ તેમજ અન્ય વસ્તુઓને કરમાંથી મુક્તિ આપવામાં આવી હતી તેમાં કઠોળ, ઘઉં, ઓટ્સ, મકાઈ, ચોખા, દહીં, છાસ, બેસન, પફ્ડ રાઇસ વગેરેનો સમાવેશ થાય છે.
સીએમ કેજરીવાલનો દાવો: ‘સરકારે ગરબા પર ટેક્સ લગાવ્યો’
જુઠ્ઠાણાં ફેલાવતા અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં બીજુ જુઠ્ઠાણું ગરબા પર ટેક્સ લાદવા પર ચલાવ્યું હતું. કેજરીવાલે વિધાનસભામાં આપેલું આ અધૂરું અને ખોટી માહિતીવાળું નિવેદન થોડા અઠવાડિયાઓ પહેલાં જ ઝડપાઈ ગયું હતું. કેજરીવાલે કહ્યું હતું કે, “ગુજરાત ગરબા માટે જાણીતું છે. નવરાત્રી દરમિયાન લોકો દેવી માની પૂજા કરે છે અને ભક્તિભાવથી ગરબા કરે છે. પરંતુ હવે સરકારે ગરબા પર પણ ટેક્સ લાદ્યો છે.”
4 ઓગસ્ટના રોજ, ઑપઇન્ડિયાએ ગરબા ઈવેન્ટ્સ પરના ટેક્સ અંગે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા દાવાઓની હકીકત તપાસી હતી. કોંગ્રેસ અને AAP ખોટી માહિતી ફેલાવી રહ્યા હતા કે ગરબા ઈવેન્ટમાં GST લાગુ કરવામાં આવ્યો હતો. જો કે હકીકત એવી છે કે રાજ્ય સરકારે ગરબા કે આવી કોઈ ઈવેન્ટ પર કોઈ નવો GST લાદ્યો નથી. મૂળભૂત રીતે આવા કાર્યક્રમોના આયોજન માટે GSTના અમલ પહેલા વ્યક્તિદીઠ ટિકિટની કિંમત રૂ. 500 કરતા વધારે હોય તો આવા કાર્યક્રમોના પ્રવેશદ્વાર પર 15%ના દરે સર્વિસ ટેક્સ લાદવામાં આવતો હતો. સર્વિસ ટેક્સ ઉપરાંત ઉપયોગમાં લેવાતા સામાન પર વેટ પણ વસૂલવામાં આવતો હતો.
ઉલ્લેખનીય છે કે, જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) 1 જુલાઈ 2017 ના રોજ અમલમાં આવ્યો, ત્યારે સરકારની ‘એક રાષ્ટ્ર, એક કર’ નીતિ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતા 17 મોટા કર અને 13 સેસ જેમ કે વેટ, ઓક્ટ્રોય, લક્ઝરી ટેક્સ, પરચેઝ ટેક્સ અને સેન્ટ્રલ ટેક્સ જેવા કે કસ્ટમ ડ્યૂટી, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી અને સર્વિસ ટેક્સ.
ગરબા કે આવી કોઈ ઈવેન્ટની પ્રવેશ ટિકિટ પર 18% GST જો પ્રવેશની કિંમત વ્યક્તિદીઠ રૂ. 500 થી વધુ હોય તો 1 જાન્યુઆરી, 2018 થી લાગુ કરવામાં આવી છે, આ વર્ષે રજૂ કરવામાં આવી નથી, કેટલાક મીડિયા ગૃહો અને વિરોધ પક્ષો દ્વારા અફવા ઉપજાવી કાઢવામાં આવી હતી.
નોંધનીય છે કે, પાર્ટી સાઇટ્સ, ક્લબ અને સ્ટેડિયમમાં આયોજિત પ્રોફેશનલ ગરબા ઈવેન્ટ માટે રૂ. 500 થી વધુ કિંમત ધરાવતી ટિકિટ પર જ GST વસૂલવામાં આવે છે. રેસિડેન્શિયલ સોસાયટીઓ
અને શેરી ગરબા ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ લાદવામાં આવ્યો નથી.
લોન માફી વિશે જુઠ્ઠાણાં
આગળ જુઠ્ઠાણાં ફેલાવતા અરવિંદ કેજરીવાલે લોન માફી વિશે વાત કરી જે ક્યારેય થઈ જ નથી. તેમણે કહ્યું હતું કે, “આ સરકારના કેટલાક મિત્રો છે જે અબજોપતિ છે. તેઓએ બેંકો પાસેથી હજારો કરોડની લોન લીધી હતી. લોન લીધા પછી પરત કરવાનો તે લોકોનો ઈરાદો નહતો. તેઓએ સરકારનો સંપર્ક કર્યો અને લોન માફીની માંગ કરી. સરકારે ખાદ્યપદાર્થો પર ટેક્સ લાદ્યો અને તે નાણાંનો ઉપયોગ તેમની લોન માફ કરવા માટે કર્યો.
માત્ર કેજરીવાલ જ નહીં પરંતુ અન્ય ઘણા વિપક્ષી નેતાઓ લોન માફી અને લોન રાઈટ-ઓફ વચ્ચેની ગૂંચવણનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપના નેતા વરુણ ગાંધી કે જેઓ બળવાના સંકેતો આપી રહ્યાછે તેમણે હમણાં જ યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહાને લોન માફીના જુઠ્ઠાણા ફેલાવતા સુચીબદ્ધ કર્યા હતા.
ઑગસ્ટ 7ના રોજ, ઑપઇન્ડિયાએ લોન માફી અને લોન રાઈટ-ઓફ પર એક ખુલાસો કર્યો હતો કે કેવી રીતે આ નેતાઓએ સંસદમાં સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલ ડેટાને ખોટી રીતે રજૂ કરવામાં હતો. તેમની ખોટી માહિતીવાળી ટ્વીટ્સ ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પર આધારિત હતી. ઉપરાંત, કેજરીવાલ જેવા લોકોએ અખબારોના કટિંગ્સનો ઉપયોગ લોન માફીના જુઠ્ઠાણા ફેલાવવા કર્યો હતો.
2 ઓગસ્ટના રોજ, નાણા મંત્રાલયના રાજ્ય મંત્રી ડો. ભગવત કરડે લોકસભામાં માહિતી આપી હતી કે પાછલા પાંચ નાણાકીય વર્ષોમાં, વાણિજ્યિક બેંકોએ રૂ. 9,91,640 કરોડની બેડ લોન રાઈટ ઓફ કરી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકના સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઇન્ફર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (CRILC) ડેટાબેઝ દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા મુજબ, 2019માં 2,207 વિલફુલ ડિફોલ્ટર્સ હતા જેમની કુલ ક્રેડિટ એક્સપોઝર રૂ. 5 કરોડ અને તેથી વધુ હતી. 2020 માં, સંખ્યા વધીને 2,469 થઈ ગઈ, ત્યારબાદ વર્ષ 2021 માં 2,840 અને વર્ષ 2022 માં કુલ 2,790 વિલફુલ ડિફોલ્ટર્સ થયા.
બેડ લોનની વસૂલાત પર બોલતા MoS કરાડે ઉલ્લેખ કર્યો હતો કે SBI એ તે સમયગાળા દરમિયાન માફ કરાયેલી 41,006.94 કરોડની બેડ લોન વસૂલ કરી હતી, અને બાકીની બેડ લોનની વસૂલાતની પ્રક્રિયા બેંક દ્વારા ચાલી રહી છે. એ જ રીતે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂ. 6,955.12 કરોડ, પંજાબ નેશનલ બેન્કે 11,821.37 કરોડ, બેન્ક ઓફ બરોડાએ રૂ. 9,540.04 કરોડ અને કેનેરા બેન્કે રૂ. 7,348.52 કરોડની વસૂલાત કરી હતી. ભારત સરકાર બેડ લોનની વસૂલાત માટે તમામ સંભવિત માધ્યમોનો ઉપયોગ કરી રહી છે અને તેના પરિણામો આંકડામાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તાજેતરના વર્ષોમાં પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા અને ગતિ વધી છે અને વર્ષ મુજબ, લગભગ તમામ વ્યાપારી બેંકો માટે વસૂલાતમાં વધારો થયો છે.
નોંધનીય છે કે ફેબ્રુઆરી 2022 માં અહેવાલ આવ્યો હતો કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત ત્રણ ડિફોલ્ટર્સ પાસેથી 18,000 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.
સીએમ કેજરીવાલ દ્વારા “માફ કરાયેલી લોન” તરીકે ખોટી રીતે રજૂ કરવામાં આવેલા ડેટા મુજબ, બેંકોએ નાણાકીય વર્ષ 2017-18 અને 2021-22 વચ્ચે 1,32,035.78 કરોડની વસૂલાત કરી હતી. કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા દાવાઓથી વિપરીત, માફ કરાયેલી લોન સંબંધિત એજન્સીઓની મદદથી વસૂલવામાં આવી રહી છે. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીના કેસની જેમ આરોપીઓ ભારત છોડીને ભાગી ગયા હોય તો પણ, સરકારી એજન્સીઓ અને ન્યાયતંત્ર પૈસા વસૂલવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
‘ઓપરેશન કમળમાં ઈંધણ વેરો વપરાયો’
જુઠ્ઠાણાં ફેલાવતા અરવિંદ કેજરીવાલે સંબોધનમાં આગળ દાવો કર્યો હતો કે ભારત સરકાર “ઓપરેશન લોટસ”ના ભંડોળ માટે ઇંધણ પર એકત્રિત કરાયેલા કરનો ઉપયોગ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી કેન્દ્ર સરકાર જે નાણાં એકત્ર કરે છે તેનો ઉપયોગ રાજ્યોમાં “ધારાસભ્યોની ખરીદી” માટે કરવામાં આવે છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે ભાજપે તેમના 12 ધારાસભ્યોને 20 કરોડ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ તેઓએ AAP છોડીને ભાજપમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, “જો તેઓ તાજેતરના વર્ષોમાં ખરીદેલા તમામ ધારાસભ્યોને 20 કરોડ રૂપિયાની ઑફર કરી રહ્યા છે, તો તેઓએ અલગ-અલગ રાજ્યોમાં 277 ધારાસભ્યોને ખરીદવા માટે 5,540 કરોડ રૂપિયા ખર્ચ્યા હશે.”
સૌ પ્રથમ, કેજરીવાલે સહેલાઇથી એ હકીકત ધ્યાને નથી લીધી કે તેમની સરકાર પણ ઇંધણ પર પણ ટેક્સ વસૂલે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના 28 એપ્રિલના અહેવાલ મુજબ, દિલ્હીએ પેટ્રોલ પર 17.13 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 14.12 રૂપિયા પ્રતિ લીટરનો વેલ્યુ એડેડ ટેક્સ (VAT) લાદ્યો છે. પેટ્રોલની મૂળ કિંમત રૂ. 56.32 પ્રતિ લીટર, નૂર ચાર્જ રૂ. 0.20, કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી રૂ. 27.90 અને પેટ્રોલના કિસ્સામાં ડીલરનું કમિશન રૂ. 3.86 પ્રતિ લીટર હતું.
ડીઝલના કિસ્સામાં, મૂળ કિંમત રૂ. 57.94, નૂર ચાર્જ રૂ. 0.22, એક્સાઇઝ ડ્યુટી રૂ. 21.80 અને ડીલરનું કમિશન રૂ. 2.59 હતું. અહેવાલ મુજબ એપ્રિલ 2021 થી ડિસેમ્બર 2021 સુધીમાં, દિલ્હીએ ઇંધણ પર વેટ અને સેલ્સ ટેક્સમાંથી 2713 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. સૌથી નાનું રાજ્ય હોવા છતાં, દિલ્હીએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, સિક્કિમ અને મિઝોરમ સહિત નવ કરતાં વધુ રાજ્યોમાંથી વેટ એકત્રિત કર્યો છે.
ઓપરેશન લોટસ આવવું એ AAPની કલ્પનાની માત્ર છે. સંભવતઃ તેમના ધારાસભ્યો અને મંત્રીઓ પર લાગેલા ભ્રષ્ટાચારથી ધ્યાન હટાવવા માટેનું કારસ્તાન હોઈ શકે. જ્યારે તેમના એક મંત્રી સત્યેન્દ્ર જૈન કસ્ટડીમાં છે અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દારૂની નીતિમાં કૌભાંડના આરોપોનો સામનો કરી રહ્યા છે ત્યારે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવો એ સીએમ કેજરીવાલ માટે હાસ્યાસ્પદ છે.
અમે આટલી બધી શાળાઓ બનાવી હોવાથી ભાજપ ગુસ્સે છે: કેજરીવાલ
સંબોધન દરમિયાન સીએમ કેજરીવાલે દાવો કર્યો હતો કે તેમની સરકારે દિલ્હીમાં ઘણી શાળાઓ બનાવી છે. જોકે, જ્યારે પણ સવાલ થાય છે કે દિલ્હી સરકારે કેટલી શાળાઓ બનાવી છે, ત્યારે કેજરીવાલ સરકાર દ્વારા કોઈ ડેટા રજૂ કરવામાં આવતો નથી. કેજરીવાલે તાજેતરમાં આસામના સીએમ હેમંતા બિસ્વા સરમાના પ્રશ્નને ટાળી દીધો હતો જ્યાં તેમણે કેજરીવાલને તેમની સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી શાળાઓ વિશે પૂછ્યું હતું. તેઓએ વર્ગખંડોને અપગ્રેડ કર્યા છે અને ઉમેર્યા છે પરંતુ તે સ્પષ્ટ નથી કે તેનાથી કેટલો તફાવત આવ્યો છે. મુખ્ય શિક્ષકો વિના શાળાઓ ચાલતી હોવાના તાજેતરના અહેવાલો અને 60 ટકાથી વધુ શાળાઓમાં વિજ્ઞાનના વર્ગો ન હોવાના કારણે દિલ્હી સરકારની શિક્ષણ નીતિ પર લાલ ઝંડો ઉમેરાયો છે.