ડીસાના માલગઢ ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મુસ્લિમ યુવક, એઝાઝ શેખ દ્વારા ઘરની મહિલા અને બાળકોનું ધર્મપરિવર્તન કરાવી દેતા ઘરના મોભી એટલે પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ સામે ગુનો નોંધાવ્યો હતો.
Banaskantha: ડીસાના માલગઢ ગામમાં ધર્મ પરિવર્તને લીધો જીવ, ઘરના મોભીએ કર્યો આપઘાત#banaskantha #Committedsuicide #Convertinghttps://t.co/Jgr0fqNk1H
— Tv9 Gujarati (@tv9gujarati) August 29, 2022
ડીસાના માલગઢ ગામમાં રહેતી એક હિન્દૂ પરિવારની દીકરી રસાણા કોલેજમાં અભ્યાસ કરતી હતી. જ્યાં તેને રાજપુર ગવાડીના એઝાઝ શેખના પરિચયમાં આવી હતી. જે તેને પ્રેમજાળમાં ફસાવી ઘરે આવતો – જતો થયો હતો. સમય જતાં એઝાઝે આ યુવતીને લાલચ આપી તેના વશમાં કરી હતી. બાદમાં તે યુવતી તેની પાસે જવા જીદ કરતી હતી.
આ અંગે યુવતીના પિતાએ ઘરે આવવાની ના કહેતા એઝાઝ શેખે તકરાર કરી દીકરીને મેં બધી રીતે મારા વશમાં કરી નાખેલ છે તમારાથી હવે કશું થાય નહીં અને તે મારી પાસે જ આવશે અને તમારી દીકરીના ફોટા તથા વીડિયો બધું જ મારી પાસે છે એટલે તેને મારી પાસે આવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી તેમ કહી દાદાગીરી કરી હતી.
એઝાઝ દ્વારા ઘરમાં સૌને વશમાં કરાઈ તેમનું ધર્મ પરિવર્તન કરાવાયું
એઝાઝ શેખે યુવતીના માતા તેમજ ભાઈનું બ્રેઇન વોશ કરી દેતા માતા તેમજ ભાઈ પોતાના ઘરે દેવી દેવતાઓના દીવા બંધ કરી ઘરમાં જ નમાજ પઢવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે પરિવારે તેમને નમાજ પઢવાનું ના કહેતા તેમને ધર્મ અંગીકાર કરવાની વાત કરી હતી. એઝાઝએ યુવતીના ભાઇ પાસે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાવી તમામ લોકોને અલગ રહેવા લઇ ગયો હતો. ઘરના મોભી એટલે પિતાએ પુત્ર, પુત્રી અને પત્નીને પરત માંગ્યા તો ધર્મ પરિવર્તન કરવાનું કહી રુપિયા 25 લાખની ખંડણી માંગી હતી.
આ ઉપરાંત, ગવાડીના મુસ્તુફાભાઈ, આલમભાઇ શેખ, અબ્દુલભાઈ હાજીએ જવાબ આપતા કહ્યું કે, આ ત્રણેય જણા ધર્મ પરિવર્તન કરે તેમાં ખોટું શું છે. તે નમાજ પઢે તેમાં વાંધો શું છે. જો તમારે પરિવારના લોકોને લઈ જવા હોય તો તે માટે રૂ. 25 લાખ આપવા પડશે.
ઑપઇન્ડિયા સાથેની વિશેષ વાતચીતમાં ડીસા જિલ્લાના VHP મંત્રી કિશોરભાઈ મળીએ જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી આ પરિવાર સાથે આ વિષયને લઈને સમ્પર્કમાં હતા. તેઓએ પરિવારને શરૂઆતમાં જ પોલીસ ફરિયાદ કરવા માટે કહ્યું હતું પરંતુ લોકલાજને ડરને કારણે પરિવારે ફરિયાદ કરી નહોતી.
કિશોરભાઈએ આગળ જણાવ્યું કે ન માત્ર એઝાઝ પરંતુ તેના પરિવારવાળા પણ આમાં સંમેલિત છે. યુવતીના પિતા પાસે 25 લાખની ખંડણી એઝાઝના પિતાએ જ માંગી હતી. “હાલમાં સ્થાનિક VHP કાર્યકર્તાઓ યુવતીના પિતા સાથે દવાખાને હાજર જ છે અને પિતા સાથે મળીને તેમને ન્યાય અપાવવા માટે ઘટતું કરશે.”