આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, લોકસભા-રાજ્યસભા સાંસદો કરશે મતદાન

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મંગળવારે (9 સપ્ટેમ્બર) મતદાન યોજાશે. જુલાઈમાં જગદીપ ધનખડના રાજીનામા બાદ ખાલી પડેલી બેઠક પર સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો મતદાન કરશે. લોકસભાના 542 અને રાજ્યસભાના 239 સાંસદો મતદાન કરશે. 

મતદાનની શરૂઆત સવારે 10 કલાકે થશે. ત્યારબાદ 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. મતગણતરી સાંજે 6 વાગ્યાથી શરૂ થશે અને સાંજે જ પરિણામ પણ ઘોષિત કરવામાં આવશે. પહેલો મત વડા પ્રધાન મોદી નાખશે. 

ઉમેદવારોમાં NDA તરફથી મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન જ્યારે વિપક્ષ તરફથી પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડી છે. સંખ્યાબળને જોતાં NDA ઉમેદવારની જીત નિશ્ચિત છે.