Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુન્દ્રામાં ઝડપાયેલા ડ્રગકાંડના મુખ્ય આરોપી કબીર તલવારના મોટાં બોલીવુડ કનેક્શન: શાહરૂખ સાથે...

    મુન્દ્રામાં ઝડપાયેલા ડ્રગકાંડના મુખ્ય આરોપી કબીર તલવારના મોટાં બોલીવુડ કનેક્શન: શાહરૂખ સાથે ફોટા, હવાલા માર્કેટથી આતંકીઓને ભંડોળ પણ પૂરું પાડતો હતો

    આરોપીએ બૉલીવુડના અનેક મોટા કલાકારો સાથેની તસ્વીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી, જેના કારણે તેના સબંધો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગુરુવારે પકડેલા મુન્દ્રા ડ્રગકાંડના મુખ્ય આરોપી કબીર તલવારના મોટાં બોલીવુડ કનેક્શન હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મુન્દ્રાથી લગભગ 3,000 કિલો હેરોઇન મળી આવ્યું હતું જે અંતર્ગત કબીર તલવારની ધરપકડ કરવામાં આવી હતી. કબીર તલવાર દિલ્હીની સમ્રાટ હોટલમાં પ્લેબોય ક્લબનો માલિક છે. NIAએ આ કેસના સંબંધમાં અન્ય એક બિઝનેસમેન પ્રિન્સ શર્માની પણ ધરપકડ કરી છે. ડ્રગકાંડના ઝડપાયેલા આરોપીના શાહરૂખ સાથેના ફોટા પણ સામે આવ્યા છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર કબીર તલવાર જેને હરપ્રીત તલવાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં ડ્રગ્સ માફિયાઓમાં મોટું માથું માનવામાં આવે છે. તે ડ્રગ્સની દાણચોરી કરીને ભારતના ખૂણે-ખૂણે પેડલરોને વહેંચતો હતો અને તેમાંથી કમાયેલા રૂપિયાને હવાલા ચેનલોનો ઉપયોગ કરીને અફઘાનિસ્તાન મોકલીને આતંકવાદી જૂથોને ફન્ડિંગ પૂરું પાડતો હતો.

    એક અહેવાલ મુજબ એનઆઈએએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે “પકડાયેલા આરોપીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ નેટવર્કનો એક ભાગ છે જે અફઘાનિસ્તાનથી ભારતમાં ચાલતા હેરોઈનના વેપારમાં સામેલ છે. બહુ મોટા જથ્થામાં હેરોઈનને સેમી-પ્રોસેસ્ડ ટેલ્ક, બિટ્યુમિનસ કોલસા વગેરે જેવી સામગ્રીના આયાત કન્સાઈનમેન્ટમાં છુપાવવામાં આવતા હતા, ”

    - Advertisement -

    એજન્સીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “આરોપીઓ નકલી/શેલ આયાત કંપનીઓ દ્વારા દિલ્હી સ્થિત અફઘાન નાગરિકોને પરિવહનમાં સહાયતા કરતા હતા, જેની આડમાં તેઓ માદક દ્રવ્યોની આયાતમાં સંડોવાયેલા હતા અને દિલ્હી, પંજાબ, હરિયાણા અને યુપી સહિત ઘણા રાજ્યોમાં હેરોઈનના પ્રોસેસ અને વહેંચાણ કરાવતા હતા”

    કરોડોનો માલિક કબીર તલવારના બોલીવુડ સાથે ગાઢ સબંધ

    અહેવાલો મુજબ કબીર તલવાર હાલમાં સમ્રાટ હોટેલ સ્થિત પ્લેબોય ક્લબ સહિત દિલ્હીના મોટા મોંઘાદાટ ક્લબ અને રેસ્ટોરન્ટ માલિક હોવાનું માનવામાં આવે છે. પ્લેબોય ક્લબ એ “પ્લેબોય એન્ટરપ્રાઇઝ” દ્વારા સંચાલિત રિસોર્ટ અને મેગઝીન ચેઈનનો નાઇટ ક્લબ એક ભાગ છે, જે 1960 માં શિકાગો, ઇલિનોઇસ, યુએસમાં અસ્તિત્વમાં આવ્યો હતો. તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર, તલવાર ફોર્બ્સની યાદીમાં હોવાનો દાવો કરે છે અને એવો પણ દાવો કરે છે કે તે સાતથી વધુ પબનો માલિક છે.

    પોતાના સોશિયલ મીડિયા પર તલવારે ઘણી લક્ઝુરિયસ અને મોંઘી કારોના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. આ ઉપરાંત શાહરૂખ ખાન, સિદ્ધુ મૂસેવાલા અને બીજા અનેક નામી અનામી કલાકારો સાથે તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કરેલા જોવા મળ્યા હતા, જેનાથી ડ્રગકાંડના આરોપી કબીર તલવારના બોલીવુડ સાથે ગાઢ સબંધો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં