ગુજરાતમાં અશોક ગેહલોતએ દાવો માંડ્યો, રાજસ્થાનનાં મુખ્યમંત્રીએ પોતાના તાજેતરના ગુજરાત પ્રવાસમાં ગુજરાતના સ્વાસ્થ્ય મોડલને નકારી કાઢતા રાજસ્થાન સરકારની ‘મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના’ લાગું કરવાની વાત કરી હતી. સાથેજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કહ્યું હતું કે સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના ‘આયુષ્યમાન ભારત’ અધુરી છે.
પોતાના નિવેદનમાં અશોક ગેહલોતે કહ્યું હતું કે “અમે અહીં ચૂંટણી જીતવા આવ્યા છીએ. મેં પીએમ મોદીને રાજસ્થાનના આરોગ્ય મોડલને સમગ્ર દેશમાં અનુસરવા અને લાગુ કરવા વિનંતી કરી છે. આ યોજના ‘મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના’ છે. તેમની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત અધૂરી છે”
#Ahmedabad, Gujarat | We’re here to win polls. I have requested PM Modi to follow and implement the health model of Rajasthan across the country. The scheme is ‘Mukhyamantri Chiranjeevi Swasthya Bima Yojana’. Their Ayushman Bharat scheme is incomplete: Rajasthan CM #AshokGehlot pic.twitter.com/wbS6AqtPBO
— The Times Of India (@timesofindia) August 24, 2022
સૌપ્રથમ આપણે આ બે સરકારી સ્વાસ્થ્ય યોજનાઓ વિષે પ્રાથમિક માહિતીઓ મેળવી લઈએ જેના માટે રાજસ્થાન મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં દાવો માંડ્યો હતો.
આયુષ્યમાન ભારત યોજના
ઓફીશીયલ વેબસાઈટ ઉપર મળતી માહિતી મુજબ ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં 10.74 કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં 50 કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળે છે.
કોણ લાભ લઇ શકે છે લાભ?
ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મેળવી શકે છે. આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે, જેઓ નાના તેમજ કાચા ઘરમાં રહે છે, ઘર વિહિન છે, ઉપરાંત તમામ પ્રકારનાં શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે. આવો પરિવાર કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્યમાન ભારતનો લાભ મળશે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.
કયા કયા રોગોમાં સારવાર મળી શકે?
આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળી શકે છે. આયુષ્માન ભારત યોજનામાં હજારો હોસ્પિટલોનું જોડાણ થઇ રહ્યું છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડે છે.
મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના
આ યોજના 2021માં રાજસ્થાન સરકાર દ્વારા રાજ્યમાં લાગું કરવામાં આવી હતી, આ યોજના એક વીમા યોજના છે, જેમાં લાભાર્થીને 10 લાખ સુધીનો “વીમો” ઉતારી આપવામાં આવે છે, આ યોજનામાં બે પ્રકારના લાભાર્થીઓનું પંજીકરણ થાય છે, જેમાંથી એક નિશુલ્ક છે, જ્યાં લાભાર્થી દ્વારા અને તેના પરિવારે મેળવેલા લાભો વિષેની માહિતી મુકવામાં આવેલી હોય છે. ત્યાં લાભાર્થીએ પોતાને ની:શુલ્ક કેટેગરીમાં ક્લિક કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.
આ ઉપરાંત આ યોજનામાં પેઈડ સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં લાભાર્થીએ ચૂકવેલ શ્રેણીના પરિવાર અરજી સબમિટ કરવાની રહે છે. આ સોફ્ટવેર લાભાર્થી માટે ઓનલાઈન પેમેન્ટ માધ્યમ પર લઇ જશે, જ્યાં લાભાર્થીએ નિર્ધારિત રકમ 850 પ્રીમીયમ તરીકે ચૂકવણી કરવાની રહે છે. ચૂકવણી પછી પૅલિસી ડાક્યૂમેન્ટની પ્રિન્ટ કાઢી શકાય છે. આ ઉપરાંત પણ લાભાર્થી પોતાની રીતે અન્ય પેઈડ સુવિધાઓનો લાભ પણ આ યોજનામાં મેળવી શકશે.
આ સમગ્ર માહિતી રાજસ્થાન સરકારની ઓફીશીયલ વેબસાઈટ chiranjeevi.rajasthan.gov.in પર મુકવામાં આવેલ છે.
રાજસ્થાન સરકારી દવાખાનાઓમાં ઝેરીલા સાંપના રાફડા
આ તો થઇ બંને યોજના વિષે વાત, હવે નજર કરીએ ગ્રાઉન્ડ ઝીરો ઉપર, તાજેતરમાં સમાચાર એજન્સી ન્યુઝ18 દ્વારા રાજસ્થાનની સરકારી હોસ્પીટલનો એક અહેવાલ આપ્યો હતો. જેમાં રાજસ્થાનના સરકારી દવાખાનામાં એક પછી એક 4 સાપ આવ્યા બાદ થયેલા હોબાળા, તથા સ્ટાફ અને દર્દીઓમાં મચેલી અફરા તફરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ આ ઘટના કરૌલી જિલ્લાની મસાલપુર કોમ્યુનિટી હોસ્પિટલની છે, જ્યાં એક પછી એક ચાર સાપ બહાર આવતાં હોબાળો મચી ગયો હતો. હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબી કર્મચારીઓ અને દર્દીઓમાં ગભરાટ ફેલાયો હતો. બાદમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આ સાપોને મારી નાખ્યા હતા. હોસ્પિટલના પટાંગણમાં એક જ રાતમાં ચાર સાપ નીકળવાના કારણે સ્ટાફ અને દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભયનો માહોલ છવાયો હતો. મસાલપુર હોસ્પિટલમાં આજુબાજુના 70 થી વધુ ગામોના દર્દીઓ સારવાર માટે આવે છે. હોસ્પિટલમાં દરરોજ 200 થી વધુ લોકો માટે આઉટડોર રોકાણ છે. ઘણા દર્દીઓને પણ દાખલ કરવા પડે છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે લગભગ 12 વાગ્યે મસાલપુર હોસ્પિટલમાં ઈમરજન્સી દર્દીની સારવાર માટે હોસ્પિટલ પહોંચેલા હોસ્પિટલના કર્મચારીઓએ વરંડામાં સાપ જોયો હતો. આ પછી એક પછી એક ચાર સાપ બહાર આવ્યા. આ જોઈને હોસ્પિટલ સ્ટાફને પરસેવો વળી ગયો. થોડી જ વારમાં આ વાત આખી હોસ્પિટલમાં ફેલાઈ ગઈ. જેના કારણે ત્યાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો. હોસ્પિટલ સ્ટાફને નાસ્તો પકડનાર મળી આવ્યો હતો. પરંતુ તે ન મળતા બાદમાં તેણે હિંમત કરીને સાપને મારી નાખ્યા. જે બાદ ફરજ બજાવતા મેડિકલ સ્ટાફ અને દર્દીઓ ગભરાઈ ગયા હતા.
ઉપરનો અહેવાલ અને રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતના દાવા વચ્ચે ઘણું મોટું અંતર જોવા મળી રહ્યું છે, તે સિવાય તેમને સરકારી સ્વાસ્થ્ય યોજનાને લઈને કરેલા દાવામાં પણ તેમની ઓફીશીયલ વેબ્સાઈટપર સ્પષ્ટ નોંધેલું છે કે તે માત્ર એક વીમા યોજના છે, જેમાં લાભાર્થીએ વાર્ષિક પ્રીમીયમ પણ ભરવાનું રહે છે. તેની સામે આયુષ્યમાન ભારત યોજનામાં લાભાર્થીને કોઈ પણ ખર્ચ વગર સીધેસીધો લાભ મળે છે.