Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણદેશમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' અને તે જ સમયે સોનિયા-રાહુલની 'વિદેશ યાત્રા':...

    દેશમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ અને તે જ સમયે સોનિયા-રાહુલની ‘વિદેશ યાત્રા’: માતાના ‘મેડિકલ ચેક-અપ’ માટે પ્રિયંકા વાડ્રા પણ જોડાશે

    જયારે જયારે કોંગ્રેસ કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય અથવા જયારે જયારે કોંગ્રેસના કોઈ મહત્વના કાર્યક્રમ હોય ત્યારે ગાંધી પરિવાર હંમેશા વિદેશ પ્રવાસે ઉપડી જતો જોવા મળ્યો છે અને આ બાબતમાં તેઓ ખુબ કુખ્યાત છે. તો જોવાનું એ રહેશે કે આવનારા પ્રવાસને કોંગ્રેસ કાર્યકર્તાઓ કઈ રીતે જુએ છે.

    - Advertisement -

    કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે વિદેશ જશે અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા તેમની સાથે રહેશે, એમ પાર્ટીએ મંગળવારે જણાવ્યું હતું. તેમણે મુસાફરીની કોઈ ચોક્કસ તારીખ અથવા તેમના મુલાકાતના સ્થળો જાહેર કર્યા નથી પરંતુ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અહીં 4 સપ્ટેમ્બર, 2022 ના રોજ કોંગ્રેસની ‘મહેંગાઈ પર હલ્લા બોલ’ રેલીને સંબોધિત કરશે.

    કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે વિદેશ પ્રવાસ કરશે. તેઓ નવી દિલ્હી પાછા ફરતા પહેલા તેમની બીમાર માતાની મુલાકાત પણ લેશે.”

    તેમણે કહ્યું કે રાહુલ અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ સાથે પ્રવાસ કરશે. રમેશે જણાવ્યું કે રાહુલ ગાંધી નવી દિલ્હીમાં 4 સપ્ટેમ્બર, 2022ના રોજ કોંગ્રેસની ‘મહેંગાઈ પર હલ્લા બોલ’ રેલીને સંબોધિત કરશે.

    - Advertisement -

    કોંગ્રેસની ભારત જોડો યાત્રા

    ગયા અઠવાડિયાની શરૂઆતમાં, કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી કે તે 7 સપ્ટેમ્બરે ‘ભારત જોડો યાત્રા‘ શરૂ કરશે, જેને તે ચાલુ સદીમાં આ દેશની સૌથી લાંબી યાત્રા તરીકે વર્ણવે છે.

    દરમિયાન કોંગ્રેસે મંગળવારે તેની આગામી ભારત જોડો યાત્રાનો લોગો, ટેગલાઈન અને વેબસાઈટ લોન્ચ કરી છે. પત્રકાર પરિષદને સંબોધતા જયરામ રમેશે જણાવ્યું હતું કે આ યાત્રા દક્ષિણમાં કન્યાકુમારીથી ઉત્તરમાં કાશ્મીર સુધીની 3,570 કિમીને આવરી લેશે. 7 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ યાત્રા પાંચ મહિનાથી વધુ ચાલવાની છે.

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પાર્ટીના ટોચના નેતાઓ સાથે આ યાત્રામાં ભાગ લેવાના છે. વેબસાઈટ લોન્ચ કરીને કોંગ્રેસે યાત્રામાં ભાગ લેવા ઈચ્છતા લોકોને તેના પર નોંધણી કરાવવા વિનંતી કરી છે. રાહુલ ગાંધીએ પહેલા દિવસની યાત્રાની ટેગલાઈન ટ્વીટ કરી હતી, “એક તેરા કદમ, એક મેરા કદમ, મિલ જાયે તો જુડ જાયે અપના વતન (એક પગલું તમારું, એક પગલું મારું, સાથે મળીને તેઓ ભારતને એક કરી શકે છે).”

    અહીંયા નોંધનીય છે કે જયારે જયારે કોંગ્રેસ કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય અથવા જયારે જયારે કોંગ્રેસના કોઈ મહત્વના કાર્યક્રમ હોય ત્યારે ગાંધી પરિવાર હંમેશા વિદેશ પ્રવાસે ઉપડી જતો જોવા મળ્યો છે અને આ બાબતમાં તેઓ ખુબ કુખ્યાત છે. તો જોવાનું એ રહેશે કે આવનારા પ્રવાસને કોંગ્રેસ કાર્યકર્તાઓ કઈ રીતે જુએ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં