Thursday, March 28, 2024
More
    હોમપેજરાજકારણભીડ એકઠી કરવા 'આંદોલનકારીઓના રાજા બાબુ'ના આશ્રયમાં રાહુલ ગાંધી?: યોગેન્દ્ર યાદવે કોંગ્રેસની...

    ભીડ એકઠી કરવા ‘આંદોલનકારીઓના રાજા બાબુ’ના આશ્રયમાં રાહુલ ગાંધી?: યોગેન્દ્ર યાદવે કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ને આપ્યું સમર્થન

    રાહુલ ગાંધી અને યોગેન્દ્ર યાદવ સાથે મળીને દેશભરમાં મોદી સરકાર વિરુદ્ધ વાતાવરણ ઉભું કરશે. આ બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં યોગેન્દ્ર યાદવે પણ આવા જ સંકેતો આપ્યા છે.

    - Advertisement -

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ ની તૈયારીમાં વ્યસ્ત છે. આ યાત્રા 7 સપ્ટેમ્બર, 2022થી શરૂ થવાની છે. સામાજિક અને બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) ઉપરાંત, રાહુલ ગાંધી તેની તૈયારીઓ અંગે સોમવારે (22 ઓગસ્ટ, 2022) ‘સ્વરાજ ઇન્ડિયા’ના યોગેન્દ્ર યાદવને પણ મળ્યા છે. યોગેન્દ્ર યાદવ અન્ના હજારે સત્યાગ્રહ, કિસાન આંદોલન અને શાહીન બાગથી લઈને અનેક પ્રકારના પ્રદર્શનોમાં સામેલ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં લોકો તેમને આંદોલનકારીઓના ‘રાજા બાબુ’ પણ કહે છે, જે કોઈપણ સમયે તેમના રંગ બદલી શકે છે.

    માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી અને યોગેન્દ્ર યાદવ સાથે મળીને દેશભરમાં મોદી સરકાર વિરુદ્ધ વાતાવરણ ઉભું કરશે. આ બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં યોગેન્દ્ર યાદવે પણ આવા જ સંકેતો આપ્યા છે. તેમણે લોકોને કોંગ્રેસને સમર્થન આપવા અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે ‘સિવિલ સોસાયટી’ પણ વિગતવાર અપીલ રજુ કરશે.

    વાસ્તવમાં, પ્રેસ કોન્ફરન્સમાં બોલતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે તેઓ કોંગ્રેસની આ યાત્રાના વિચાર સાથે સહમત છે. તેમણે એમ પણ કહ્યું કે, “ભારત જોડો યાત્રા એ સમયની જરૂરિયાત છે. એક દિવસની ચર્ચા પછી, એવું નક્કી કરવામાં આવ્યું છે કે અમે સર્વસંમતિથી આ યાત્રાને આવકારીએ છીએ અને આ યાત્રામાં પોતપોતાની રીતે જોડાઇશું.”

    - Advertisement -

    જણાવવામાં આવી રહ્યું છે કે ‘ભારત જોડો યાત્રા’ માટે લઈને દિલ્હીની ‘કોન્સ્ટીટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા’માં યોજાયેલી આ બેઠકમાં કહેવાતા સભ્ય સમાજના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી છે કે કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ માં તે લોકોની ભૂમિકા શું હોઈ શકે?

    આ બેઠકમાં ‘સ્વરાજ ઈન્ડિયા’ના યોગેન્દ્ર યાદવ ઉપરાંત ‘સફાઈ કર્મચારી આંદોલન’ના બેઝવાડા વિલ્સન, ‘પ્લાનિંગ કમિશન’ના ભૂતપૂર્વ સભ્ય સૈયદા હમીદ, ‘એકતા પરિષદ’ના પીવી રાજગોપાલ હાજર હતા.

    2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે પણ ઘણા રાજ્યોમાં સત્તા ગુમાવી છે. હવે રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની ચર્ચા જોરમાં છે. જો કે હવે કોંગ્રેસ ‘ભારત છોડો યાત્રા’ સહિત અન્ય સમાન પ્રયાસો કરીને ભાજપ વિરુદ્ધ વાતાવરણ ઉભું કરવા માગે છે. ઘણા લોકો તેને રાહુલ ગાંધીના ફરીથી ચૂંટણી માટે રચાયેલ કાર્યક્રમ પણ ગણાવી રહ્યા છે. તો શું કોંગ્રેસ હવે ‘આંદોલન’ના સહારે સત્તામાં પાછા ફરવાના સપના જોઈ રહી છે?

    કોંગ્રેસની આ યાત્રા કુલ 3500 કિમીની છે, જે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થશે. આ યાત્રાને લઈને કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમાં તમામ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સમાન વિચારધારા ધરાવતા લોકો ભાગ લઈ શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં