Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુઓની લાગણીઓ દુભાવવા બદલ ‘ઝોમેટો’એ માંગી માફી: સોશિયલ મીડિયા પર રિતિક રોશનનો...

    હિંદુઓની લાગણીઓ દુભાવવા બદલ ‘ઝોમેટો’એ માંગી માફી: સોશિયલ મીડિયા પર રિતિક રોશનનો ભારે વિરોધ, માફીની માંગ

    ઝોમેટોની જહેરાતમાં મહાકાલ થાળીનો ઉલ્લેખ થયા બાદ ઉજ્જૈનના મહાકાલ મંદિરના પૂજારીઓએ કડક વિરોધ નોંધાવ્યો હતો.

    - Advertisement -

    ફૂડ ડિલિવરી એપ ઝોમેટોની જાહેરાત સામે મહાકાલ મંદિરના પૂજારીઓ અને હિંદુ સંગઠનોએ વાંધો ઉઠાવ્યા બાદ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આ મામલે પોલીસને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. હવે આ મામલે ઝોમેટોએ માફી માંગી છે અને જાહેરાત મામલે સ્પષ્ટતા કરી છે. 

    ઝોમેટો તરફથી કહેવામાં આવ્યું કે, તેઓ ઉજ્જૈનના લોકોની ભાવનાઓનો આદર કરે છે. કંપનીએ કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય કોઈ પણની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો અને તેઓ આ બદલ માફી માંગે છે. આ ઉપરાંત, કંપનીએ એમ પણ જણાવ્યું કે, વિવાદિત જાહેરાત હવે પ્રસારિત કરવામાં આવશે નહીં. 

    કંપનીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ‘મહાકાલ’ થાળીની જાહેરાત ભારતભરમાં લૉન્ચ કરવામાં આવેલ અભિયાનનો એક ભાગ હતી જે હેઠળ દરેક શહેરની પ્રખ્યાત રેસ્ટોરેન્ટ અને તેમની પ્રખ્યાત ડીશને આવરી લેવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે, ઉજ્જૈન સ્થિત ‘મહાકાલ રેસ્ટોરન્ટ’ સાથે તેમની પાર્ટનરશિપ છે અને તેની થાળી પ્રખ્યાત છે. કંપનીએ માફી માંગતા કહ્યું કે, જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવેલ ‘મહાકાલ’ મંદિર સાથે નહીં પરંતુ રેસ્ટોરન્ટ સાથે સબંધિત હતું. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ઝોમેટોની જાહેરાત વિરુદ્ધ ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરના પૂજારીઓએ વાંધો ઉઠાવ્યો હતો અને કંપનીની માફીની માંગ કરી હતી. આ ઉપરાંત, પૂજારીઓએ કહ્યું હતું કે જો કંપની માફી નહીં માંગે તો તેઓ કોર્ટના દરવાજા ખખડાવશે. જોકે, હવે ઝોમેટોએ માફી માંગી લીધી છે.

    પૂજારીઓના વિરોધ બાદ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ પોલીસને આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. નરોત્તમ મિશ્રાએ રવિવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ સોશિયલ મીડિયા પર પ્રસારિત થઇ રહેલી જાહેરાત મૉર્ફ્ડ લાગી રહી છે. આ મામલે મેં ઉજ્જૈનના પોલીસવડાને વિડીયોની સત્યતા તપાસવા માટે અને મને રિપોર્ટ સોંપવા માટેનો આદેશ આપ્યો છે, જેથી આગળની કાર્યવાહી કરી શકાય. 

    ઝોમેટોની આ જાહેરાતમાં દર્શાવવામાં આવ્યું છે કે, અભિનેતા રિતિક રોશન સૈનિકનો યુનિફોર્મ પહેરીને એક વાનમાં બેઠેલો જોવા મળે છે. ત્યારે અચાનક વનનો દરવાજો ખૂલે છે અને તમામ સાથી સૈનિકો સતર્ક થઇ જાય છે. દરવાજો ખુલતાં જ સામે ફૂડ ડિલિવરી બોય ઉભેલો જોવા મળે છે. સૈનિક પૂછે છે કે આ કોણે મંગાવ્યું? ત્યારે રિતિક કહે છે કે, “થાળીનું મન થયું. ઉજ્જૈનમાં છીએ તો મહાકાલમાંથી મંગાવી લીધી.”

    જાહેરાત મામલે વિવાદ થયા બાદ સોશિયલ મીડિયા પર અભિનેતા રિતિક રોશનનો ખૂબ વિરોધ થઇ રહ્યો છે અને #रितिक_रोशन_माफी_मांग અને #Boycott_Zomato ટ્રેન્ડ થઇ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે હિંદુઓનું અપમાન સહન કરવામાં નહીં આવે અને માફીની પણ માંગ કરવામાં આવી રહી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં