પૂર્વ એનસીબી અધિકારી સમીર વાનખેડેને હત્યાની ધમકી મળી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. મુંબઈ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને સોશિયલ મીડિયા પર આ પ્રકારની ધમકીઓ મળી હતી. નોંધનીય છે કે જે દિવસે વાનખેડે દ્વારા NCP નેતા અને પૂર્વ મંત્રી નવાબ મલિક વિરુદ્ધ માનહનીનો કેસ દાખલ કર્યો હતો, કેસ નોંધ્યાના બીજા જ દિવસે સમીર વાનખેડેને હત્યાની ધમકી મળી હતી.
Former Mumbai NCB zonal director Sameer Wankhede received death threats on social media. He gave this information to Goregaon Police Station.
— ANI (@ANI) August 19, 2022
(File Pic) pic.twitter.com/iIm8XRJirK
મળતી માહિતી મુજબ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની ધમકી ટ્વીટર પર મળી હતી, ‘અમન’ નામના ટ્વિટર હેન્ડલે 14 ઓગસ્ટે સમીર વાનખેડેને મેસેજ કર્યો હતો. મેસેજમાં વ્યક્તિએ લખ્યું, ‘તને નથી ખબર તે શું કર્યું છે, તારે તેનો હિસાબ આપવો પડશે, તને ખતમ કરી દઈશું’. આ પછી સમીર વાનખેડેએ ગોરેગાંવ પોલીસનો સંપર્ક કર્યો અને તેઓ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયામાં છે. ગુરુવારે વાનખેડેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
‘तुमको खतम कर देंगे’, समीर वानखेडेंना जीवे मारण्याची धमकी#sameerwankhede #crime #mumbai #ncb pic.twitter.com/3hjBbsbnGC
— Mumbai Tak (@mumbaitak) August 19, 2022
અહેવાલોમાં જણાવ્યાં અનુસાર મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે સમીર વાનખેડેની ફરિયાદ બાદ ગોરેગાંવ પોલીસે નવાબ મલિક વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ હવે સમીર વાનખેડેએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનને પોતાને મળેલી ધમકીની જાણ કરી છે. આ સાથે તેમણે પોતાને મળેલો મેસેજ પણ પોલીસને શેર કર્યો છે, જેના પછી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Ex-NCB officer #SameerWankhede is now getting death threats
— Zee News English (@ZeeNewsEnglish) August 19, 2022
Read more: https://t.co/pZuybrR2ut
તાજેતરમાંજ મળી હતી ક્લીનચિટ
સમીર વાનખેડે આર્યન ખાન ડ્રગ કેસ બાદ ચર્ચામાં આવ્યા હતા. આ પછી NCP નેતા નવાબ મલિકે તેમના પર ઘણા આરોપો લગાવ્યા હતા. એક આરોપમાં મલિકે કહ્યું હતું કે વાનખેડે જન્મથી મુસ્લિમ છે, તેમણે અનામતનો લાભ મેળવવા માટે બનાવટી જન્મ પ્રમાણપત્ર મેળવ્યું હતું. જો કે આ કેસમાં વાનખેડેને જાતી આયોગ તરફથી ક્લીનચીટ મળી હતી.
નવાબ મલિક સામે ફરિયાદ દાખલ
વાનખેડેને જાતિ આયોગ તરફથી ક્લીનચીટ મળ્યા બાદ તેમણે NCP નેતા અને પૂર્વ મંત્રી નવાબ મલિક વિરુદ્ધ વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. નવાબ માલિકે વાનખેડે વિરુદ્ધ આક્ષેપો લગાવ્યા હતા કે સરકારી નોકરી મેળવવા માટે તેમણે ખોટા જાતિ પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો હતો. જોકે પુરતી તપાસ અને કાર્યવાહી બાદ સમીર વાનખેડેને આ આક્ષેપ પરથી કલીનચીટ મળી ગઈ છે. જે પછી સમીર વાનખેડે દ્વારા NCP નેતા અને પૂર્વ મંત્રી નવાબ મલિક વિરુદ્ધ વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પછી ગત દિવસે માલિક ઉપર IPCની કલમ 500, 501 અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે સમીર વાનખેડેએ અગાઉ પણ મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. સમીર વાનખેડેએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે સિવિલ કપડા પહેરેલા ઘણા લોકો તેનો પીછો કરી રહ્યા હતા.