Thursday, May 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહારમાં જંગલરાજ રિટર્ન્સ: 'હવે સરકાર બદલાઈ ગઈ છે, જ્યાં જવું હોય ત્યાં...

    બિહારમાં જંગલરાજ રિટર્ન્સ: ‘હવે સરકાર બદલાઈ ગઈ છે, જ્યાં જવું હોય ત્યાં જાવ’ કહીને બદમાશોએ દુકાનદારોને અકારણ ફટકાર્યા

    મારપીટ અને તોડફોડ કરતી વખતે તેઓ કહેતા હતા કે 'હવે સરકાર બદલાઈ ગઈ છે. હવે અમારું શાસન છે. તમારે જ્યાં જવું હોય ત્યાં તમે બધા જાઓ.'

    - Advertisement -

    બિહારની નવી સરકારના મંત્રીઓની શપથવિધિ આજે થવા જઈ રહી છે. રાજ્યમાં હજુ સુધી સરકારની રચના પૂર્ણ નથી થઈ પરંતુ શેખપુરા જિલ્લાના બરબીઘા પોલીસ સ્ટેશનથી થોડા અંતરે, બદમાશોએ બિહારમાં સરકાર બદલવાનો દાવો કરીને એક ડઝન દુકાનદારોને નિર્દયતાથી માર માર્યો હતો.

    આ ઘટના સોમવારે (15 ઓગસ્ટ) મોડી રાત્રે બની હતી. રોષે ભરાયેલા દુકાનદારોએ બારબીઘા-સરમેરા રોડ લગભગ ત્રણ કલાક સુધી બ્લોક કર્યો હતો. માહિતી મળતા પોલીસે તેમને સમજાવીને શાંત પાડ્યા હતા. આ કેસમાં પોલીસે જે બદમાશોએ બિહારમાં સરકાર બદલવાનો દાવો કરીને ઉત્પાત કરી રહ્યા હતા તેમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી.

    નશામાં ધૂત તોફાનીઓએ મચાવ્યો હતો આતંક

    સોમવારે રાત્રે, અર્જુન ટોકીઝ સિનેમા હોલની બાજુના નર્સરી મોહલ્લાના રહેવાસી ચાંદી યાદવ અને તેના કેટલાક સાથીઓ લાકડીઓ અને સળિયા સાથે પહોંચ્યા અને હંગામો મચાવ્યો હતો. દુકાનોમાં રાખેલા સામાનની તોડફોડ શરૂ કરી હતી. આ પછી, કંઈપણ કારણ વિના, બેરહેમીથી દુકાનદારોને મારવાનું શરૂ કર્યું હતું.

    - Advertisement -

    જે બાદ દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક દુકાનદારો ચંદન કુમાર, સંજય કુમાર વગેરેએ જણાવ્યું કે પોલીસ સ્ટેશનથી થોડે દૂર અર્જુન ટોકીઝ સિનેમા હોલ ચોકમાં તેમની દુકાનો છે. મારપીટ અને તોડફોડ કરતી વખતે તેઓ કહેતા હતા કે ‘હવે બિહારમાં સરકાર બદલાઈ ગઈ છે. હવે અમારું શાસન છે. તમારે જ્યાં જવું હોય ત્યાં તમે બધા જાઓ.’

    નિર્દોષ નાગરિકોને બનાવ્યા નિશાન

    આ બાદ તે તોફાનીઓએ રસ્તા પરથી પસાર થતા લોકોને મારવાનું પણ શરૂ કર્યું હતું. જેના કારણે હોબાળો મચી ગયો હતો. તેઓએ ચંદનકુમારની બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું. ઈંડાના દુકાનદારને માર્યો હતો.

    આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. લોકોનો આરોપ છે કે પોલીસ મોડી પહોંચી. આ દરમિયાન લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો. પોલીસે આવતાની સાથે જ પૂછપરછ કરીને, દરોડા પાડીને સોનુ કુમાર નામના યુવકની ધરપકડ કરી હતી. તે આરોપી નશામાં હતો. એસએચઓએ કહ્યું કે આ મામલે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં