બિહારમાં હમણાં જ સત્તા પરિવર્તન થયું છે. તેજસ્વી યાદવ ઉપમુખ્યમંત્રી બન્યા છે. મીડિયામાં છવાયેલા છે. 2022ની વિધાનસભા ચૂંટણી સમયે તેમણે 10 લાખ રોજગાર આપવાનો વાયદો કર્યો હતો, તે અંગે હવે સવાલ પૂછવામાં આવી રહ્યા છે. આ જ મુદ્દા સબંધિત કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટના જવાબમાં તેજસ્વીએ ‘ચોટી, ચિરકુટ, સડકછાપ’ જેવાં વિશેષણોનો ઉપયોગ કર્યો છે.
ગિરિરાજ સિંહ ભાજપના નેતા છે. બિહારના બેગુસરાયથી સાંસદ છે. ધારાસભ્ય રહેતા નીતીશ કુમારના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં મંત્રી પણ રહ્યા છે. તેઓ લાંબી શિખા રાખે છે. આ શિખા એક ખાસ જાતિની ઓળખ છે જે અગાઉ પણ તેજસ્વી યાદવની પાર્ટીના નિશાને રહી છે.
વાસ્તવમાં ગિરિરાજ સિંહ દ્વારા 12 ઓગસ્ટ 2022ના રોજ તેજસ્વીના એક ઇન્ટરવ્યૂની ક્લિપ ટ્વિટ કરવામાં આવી હતી. સાથે લખ્યું હતું, “10 લાખ રોજગાર આપવાનો વાયદો કર્યો હતો તે મુખ્યમંત્રી બનવા પર પૂરો કરીશ. હમણાં તો હું ઉપમુખ્યમંત્રી છું.” 21 સેકન્ડના આ વિડીયોમાં સાંભળવાથી લાગે છે કે રોજગારના વાયદાથી તેજસ્વી યાદવ છટકબારી શોધવા માંગે છે.
જેના જવાબમાં તેજસ્વી યાદવે પોતાના ઇન્ટરવ્યૂમાં 54 સેકન્ડની ક્લિપ શૅર કરીને લખ્યું, “શ્રીમાનજી, આટલા બેશરમ ન બનો. તમારા જેવી એક ફુટ લાંબી ચોટલી રાખવાથી કોઈ જ્ઞાની નથી બની જતું. તમારી આવી જ હરકતો, એડિટેડ વિડીયો અને સડકછાપ નિવેદનોના કારણે જ ભાજપની આ દુર્દશા છે. આ બિચારાઓનો બિહારમાં કોઈ ચહેરો જ નથી.”
श्रीमान जी, इतना बेशर्म मत बनिए। एक फुट लंबी चोटी रखने से कोई ज्ञानी नहीं बन जाता, जैसे आप रखते है। आप लोगों की इन चिरकुट हरकतों, Edited Videos व सड़क छाप बयानों की बदौलत ही भाजपा की यह दुर्दशा है। इन बेचारों का बिहार में कोई चेहरा ही नहीं।
— Tejashwi Yadav (@yadavtejashwi) August 11, 2022
बाक़ी इस पूरे Video को सुन ख़ुशी मनाइए https://t.co/AMqEgcG2JX pic.twitter.com/AOtubm91J7
બંને નેતાઓએ ટ્વિટર પર જે ઇન્ટરવ્યૂના અંશ શૅર કર્યા હતા, તે ઝી ન્યૂઝને આપવામાં આવ્યો છે. 6 મિનિટ 19 સેકન્ડનો આ વિડીયો ઝી ન્યૂઝ બિહાર/ઝારખંડ માટે રવિ ત્રિપાઠીએ લીધો છે. નીચે આખો ઇન્ટરવ્યૂ સાંભળી શકાશે. 1 મિનિટ 10મી સેકન્ડથી 10 લાખ રોજગારના વાયદાને લઈને વાત શરૂ થાય છે. જેમાં તેજસ્વી એક તરફ રોજગાર આપવાની વાત પણ કહી રહ્યા છે અને બીજી તરફ એમ પણ કહી રહ્યા છે કે તેઓ વાયદો મુખ્યમંત્રી બનવાની સ્થિતિમાં કર્યો હતો અને હાલ તેઓ ઉપમુખ્યમંત્રી છે.
જોકે, રાજકારણમાં આરોપ-પ્રત્યારોપ કોઈ નવી વાત નથી. નેતાઓની ભાષાનું સ્તર કથળવાનો હવે કોઈ મુદ્દો રહ્યો નથી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી સમયે તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ ગિરિરાજ સિંહની શિખાને રાજકીય બયાનબાજીમાં ઘસડી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું, “કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ કહે છે કે મમતાનું ગૌત્ર રોહિંગ્યાનું છે. જેનાથી અમને ગર્વ છે. આ ચોટલીવાળા રાક્ષસ ગૌત્ર કરતાં અનેકગણું વધુ સારું છે.”
પરંતુ તેજસ્વી યાદવના રાજકીય વારસાના કારણે ‘ચોટલી’ને નિશાન બનાવવાના ઘણા અર્થ નીકળે છે. કારણ કે વર્ષો પહેલાં બિહારમાં ‘ભૂરા બાલ સાફ કરો’નો નારો આપવામાં આવ્યો હતો. ભૂમિહાર, રાજપૂત, બ્રાહ્મણ અને લાલ (કાયસ્થ)ને કેન્દ્રિત કરવામાં આવેલ આ નારાએ રાજ્યમાં જાતિવાદી કટૂતા પેદા કરી હતી. તેના કારણે અનેક ભીષણ જાતિવાદી નરસંહાર થયા. આ એ સમયની વાત છે જેને આપણે જંગલરાજના નામથી જાણીએ છે. આ સમય 1990થી 2005નો છે. આ દરમિયાન તેજસ્વી યાદવના પિતા લાલુ પ્રસાદ યાદવ અને મા રાબડી દેવી રાજ્યના મુખ્યમંત્રી રહ્યાં હતાં.
નીતીશ કુમારની વર્તમાન સરકારમાં એ ડાબેરી પક્ષો પણ ભાગીદાર છે જેઓ વર્ષ સંઘર્ષ માટે કુખ્યાત છે. બિહારના કાયદો-વ્યવસ્થા પહેલેથી જ દુરસ્ત નથી. આવામાં સત્તા પરિવર્તન બાદ લોકોમાં જંગલરાજ પેદા થવાનો ડર છે. જેની વચ્ચે ‘ચોટલી’ને રાજકીય બયાનબાજીમાં ઘસડવામાં આવવાથી આશંકા છે કે શું બિહારમાં ફરીથી જાતિવાદી સંઘર્ષનો એ જ સમય પરત લાવવાના ષડયંત્રો રચવામાં આવી રહ્યાં છે.
આમ પણ જાતિવાદી સંઘર્ષ અને જંગલરાજ મળીને એ પરિસ્થિતિ સર્જી શકે છે જેનાથી ભારતમાં ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાનાં ષડ્યંત્ર દબાઈ જાય. આ વર્ગની ચિંતા તેજસ્વી યાદવ માટે એટલા માટે પણ જરૂરી લાગે છે કારણ કે આરજેડીનો આધાર આજે પણ એ ‘માય’ સમીકરણ જ છે જે મુસ્લિમ અને યાદવ મળીને બનાવે છે.