Thursday, December 5, 2024
More
    હોમપેજદેશ'મસ્જિદનાં પગથિયાંમાં છે ધ્વસ્ત કરાયેલા મંદિરોની ખંડિત મૂર્તિઓ': હિંદુ સેનાના અધ્યક્ષે હવે...

    ‘મસ્જિદનાં પગથિયાંમાં છે ધ્વસ્ત કરાયેલા મંદિરોની ખંડિત મૂર્તિઓ’: હિંદુ સેનાના અધ્યક્ષે હવે દિલ્હીની જામા મસ્જિદના સરવેની કરી માંગ, અજમેર દરગાહ મામલે પણ કરી હતી અરજી

    વિષ્ણુ ગુપ્તાએ દાવો કર્યો હતો કે ઔરંગઝેબના જીવનચરિત્રમાં લખેલું છે કે જ્યારે ખાન જહાં બહાદુર મંદિરો ધ્વસ્ત કરી, મંદિરો લૂંટી અને મૂર્તિઓ તોડીને પરત આવ્યો ત્યારે બાદશાહ ખૂબ જ ખુશ હતો. જે બાદ ખંડિત મૂર્તિઓના અવશેષો બળદગાડાથી દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલ જામા મસ્જિદનો (Sambhal Jama Mosque) સરવે થયા બાદ હવે વિવિધ મજહબી સ્થાનોને લઈને માંગો ઉઠી રહી છે. ત્યારે અજમેર શરીફ દરગાહનો સરવે કરવાની અરજી કરીને ચર્ચામાં આવેલા હિંદુ સેનાના (Hindu Sena) રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ (Vishnu Gupta) દિલ્હીની જામા મસ્જિદના સરવેની માંગ (Delhi Jama Mosque Survey Demand) કરી છે. તેમણે દાવો કર્યો હતો કે મસ્જિદના પગથિયામાં હિંદુ દેવતાઓની મૂર્તિઓ છે. નોંધવા જેવું છે કે સંભલની જામા મસ્જિદના સ્થાને ભગવાન વિષ્ણુનું હરિ હર મંદિર હોવાનો દાવો કરી સરવેની માંગ કરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ના ડાયરેક્ટર જનરલને પત્ર લખીને દિલ્હીની જામા મસ્જિદના સરવેની માંગ કરી હતી. તેમણે પત્રમાં લખ્યું હતું કે, “ઔરંગઝેબે જોધપુર અને ઉદયપુરના કૃષ્ણ મંદિરોને તોડી પાડ્યા હતા, જેના અવશેષો દિલ્હીની જામા મસ્જિદના પગથિયાંમાં ઉપસ્થિત છે. જેનો પુરાવો ઔરંગઝેબનામા અને સાકી મુસ્તાક ખાને ઔરંગઝેબ પર લખેલ પુસ્તક ‘મસીર-એ-આલમગીરી’માં છે.”

    વિષ્ણુ ગુપ્તાએ પત્રના માધ્યમથી દિલ્હીની જામા મસ્જિદના સરવેની માંગ કરતા લખ્યું હતું કે, “મસીર-એ-આલમગીરી પુસ્તકમાં લખ્યું છે કે તે રવિવાર (24-25 મે, 1689) હતો. તે દિવસે ખાન જહાં બહાદુર મંદિરોનો નાશ કરીને જોધપુરથી પાછો ફર્યો.” તેમણે દાવો કર્યો હતો કે ઔરંગઝેબના જીવનચરિત્રમાં લખેલું છે કે જ્યારે ખાન જહાં બહાદુર મંદિરો ધ્વસ્ત કરી, મંદિરો લૂંટી અને મૂર્તિઓ તોડીને પરત આવ્યો ત્યારે બાદશાહ ખૂબ જ ખુશ હતો. જે બાદ ખંડિત મૂર્તિઓના અવશેષો બળદગાડાથી દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

    - Advertisement -

    વિષ્ણુ ગુપ્તાએ માંગ કરી કે હિંદુ સેના ઇચ્છે છે કે જામા મસ્જિદનો સરવે કરવામાં આવે અને પગથિયામાં રહેલી મૂર્તિઓને બહાર કાઢીને મંદિરોમાં પુનઃસ્થાપિત કરવામાં આવે, જેથી મુઘલ સમ્રાટ ઔરંગઝેબની ક્રૂરતા અને મંદિરોના વિધ્વંસની વાસ્તવિકતા વિશ્વ સમક્ષ આવી શકે.

    અજમેર શરીફ દરગાહના સરવેની પણ કરી હતી માંગ

    નોંધનીય છે કે આ એ જ વિષ્ણુ ગુપ્તા જેમણે અજમેર શરીફ દરગાહના સરવેને લઈને અજમેર જિલ્લા કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પણ કોર્ટે સ્વીકારી હતી. હિંદુ સેનાના અધ્યક્ષે રિટાયર્ડ જજ હરબિલાસ શારદાના પુસ્તક ‘અજમેર: હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ’માં આપવામાં આવેલાં તથ્યોના આધારે આ અરજી દાખલ કરી છે. જેમાં ઉલ્લેખ છે કે, અજમેર દરગાહના સ્થાને પહેલાં એક ભવ્ય શિવ મંદિર હતું. આ કેસની આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થવાની હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં