Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાસ્કથી ઓક્સીજન નથી લેવાતો, વકીલના વિચિત્ર દાવાથી જજ સાહેબ નારાજ, ફટકાર્યો ભારે...

    માસ્કથી ઓક્સીજન નથી લેવાતો, વકીલના વિચિત્ર દાવાથી જજ સાહેબ નારાજ, ફટકાર્યો ભારે રકમનો દંડ: મદ્રાસ હાઇકોર્ટમાં દાખલ કરી હતી PIL

    મદ્રાસ હાઈકોર્ટમાં એક વકીલે વિચિત્ર કેસ દાખલ કર્યો હતો જેમાં તેણે માસ્ક પહેરવાથી ઓક્સિજન ન લેવાતો હોવાની દલીલ કરી હતી. કોર્ટે આ કેસ ફક્ત કાઢી જ નાખ્યો પરંતુ વકીલને ભારે દંડ કર્યો હતો.

    - Advertisement -

    માસ્કથી ઓક્સીજન નથી લેવાતો, વકીલના વિચિત્ર દાવાએ વકીલને 10,000નો દંડ ભરાવડાવ્યો, કિસ્સો છે દક્ષીણ ભારતનો, મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL)ને ફગાવી દેતા આ કાર્યવાહી કરી છે. એક વકીલ દ્વારા માસ્ક ન પહેરવાના આગ્રહને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ મુનીશ્વરનાથ ભંડારી અને જસ્ટિસ એન. માલાએ ગુરુવારે આ આદેશ પસાર કર્યો હતો.

    મળતી માહિતી મુજબ વકીલે માસ્ક પહેરવા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી અને તેની આ અરજીને લઈને ન્યાયાધીશો નારાજ થયા હતા. વકીલની અરજીને ફગાવીને ન્યાયાલયે તેના પર 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તમિલનાડુ સરકારના આદેશ વિરુદ્ધ કરવામાં આવેલી આ અરજી હાલ ચર્ચાનો વિષય બની છે.

    વકીલનો વિચિત્ર દાવો

    - Advertisement -

    મીડિયા અહેવાલો મુજબ એડવોકેટ એસવી રામામૂર્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે માસ્ક પહેરવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસરો થાય છે અને લોકો શ્વાસમાં ઓક્સિજન યોગ્ય રીતે લઈ શકતા નથી. અરજદારે તેની PILમાં તામિલનાડુ સરકારના 12 જાન્યુઆરીએ જાહેર કરેલા આદેશ અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા અન્ય આદેશને પડકાર્યો હતો.

    કોર્ટે વકીલને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો

    ગત 4 જુલાઈએ ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશને માસ્ક ન પહેરનાર લોકો ઉપર 500 રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ જાહેર કર્યો છે. જેની સામે વકીલે કોર્ટમાં આ પ્રકારની અરજી કરી હતી જેને ફગાવી દેતા કોર્ટે અરજદાર વકીલનેજ રૂ.10,000નો દંડ ફટકાર્યો હતો.

    સરકારે ગયા મહિને આદેશ જાહેર કર્યો હતો

    દેશમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા તાજેતરમાં તમિલનાડુ સરકારે રાજધાની ચેન્નાઈમાં ફરી એકવાર માસ્ક ફરજિયાત કર્યા છે. રાજ્યમાં પણ કોરોનાના કેસમાં વધારો જોઈને ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન સક્રિય થઈ ગયું છે. જાહેર કરાયેલા આદેશ અનુસાર, હવે માસ્ક નહીં પહેરનારાઓને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. ઝોન કક્ષાએ ટીમ પેટ્રોલિંગ કરશે અને દંડ વસૂલશે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર, દિલ્હી અને કેરળમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ કારણે દિલ્હીમાં પણ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં