Sunday, November 24, 2024
More
    હોમપેજદેશ‘તેઓ CAAના વિરોધ માટે નહીં, પોલીસ પર હુમલો કરવાના ઇરાદે એકઠા થયા...

    ‘તેઓ CAAના વિરોધ માટે નહીં, પોલીસ પર હુમલો કરવાના ઇરાદે એકઠા થયા હતા’: દિલ્હી હિંદુવિરોધી રમખાણો દરમિયાન હેડ કૉન્સ્ટેબલ રતનલાલની હત્યા મામલે કોર્ટે 25 ઇસમો સામે ઘડ્યા આરોપ

    કોર્ટે પોતાના 115 પાનાંના આદેશમાં કહ્યું છે કે, "બંધારણ કોઈપણ પ્રદર્શનકારીને હિંસા કરવા, કોઈ પર હુમલા કરવા, કોઈની હત્યા કરવા, કોઈની સંપત્તિને નુકસાન પહોંચાડવા અથવા તો કોઈને લૂંટવાના અધિકારો નથી આપતું. તેથી આરોપીઓ પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી રહ્યા હતા, તેવી દલીલ તદ્દન ખોટી છે."

    - Advertisement -

    દિલ્હીની એક કોર્ટે (Delhi Court) શુક્રવારે (22 નવેમ્બર) 2020ના હિંદુવિરોધી રમખાણો (Delhi Anti-Hindu riots) દરમિયાન હેડ કોન્સ્ટેબલ રતનલાલની (Ratan lal Murder Case) હત્યા મામલે 25 આરોપીઓ વિરુદ્ધ હત્યા, આગચંપી, લૂંટના ગુના માટેના આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. રતનલાલ હત્યા કેસમાં કુલ 27 આરોપીઓ હતા, જેમાંથી બેને પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા છે.

    એડિશનલ સેશન્સ જજ પુલસ્ત્ય પ્રમચલાની કોર્ટે પોતાના 115 પાનાંના આદેશમાં કહ્યું છે કે, “બંધારણ કોઈપણ પ્રદર્શનકારીને હિંસા કરવા, કોઈ પર હુમલા કરવા, કોઈની હત્યા કરવા, કોઈની સંપત્તિને નુકસાન પહોંચાડવા અથવા તો કોઈને લૂંટવાના અધિકારો નથી આપતું. તેથી આરોપીઓ પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી રહ્યા હતા, તેવી દલીલ તદ્દન ખોટી છે.” કોર્ટે વધુમાં કહ્યું કે, “પ્રદર્શનકારીઓ માત્ર CAA/NRCના વિરોધ માટે જ એકઠા નહોતા થયા, પરંતુ હથિયારોથી સજ્જ થઈને પોલીસ પર તેનો ઉપયોગ કરવાની માનસિકતા સાથે એકઠા થયા હતા.”

    કોર્ટે વધુમાં કહ્યું કે, “23 ફેબ્રુઆરી, 2020ના રોજ મુખ્ય વજીરાબાદ રોડને અવરોધિત કરવાના પ્રયાસોને પોલીસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. ત્યારપછી 24 ફેબ્રુઆરીના રોજ મોટી સંખ્યામાં પ્રદર્શનમાં સામેલ થવું અને હથિયારો લઈ જવા પર ભાર આપવો, તે દર્શાવે છે કે, વિરોધ પ્રદર્શનના આયોજકો અને વક્તાઓએ પોલીસ પર હુમલો કરવાની એક સ્પષ્ટ માનસિકતા તૈયાર કરી હતી.” કોર્ટે કહ્યું કે, “આ હુમલો એક ‘સુનિયોજિત કાવતરા’ના ભાગરૂપે થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.”

    - Advertisement -

    રતનલાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મળ્યા ગોળીઓના નિશાન, 24 જગ્યાએ ઈજાઓ

    આદેશમાં કોર્ટે કહ્યું કે, રતનલાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળીઓના ઘા અને 24 અન્ય બહારની ઈજાઓ જોવા મળી છે. કોર્ટે કહ્યું, “બંદૂકના આ ઘા અને સાથે જ પાંચ અન્ય ઈજાઓ પ્રકૃત્તિની સામાન્ય પ્રક્રિયામાં મોતનું કારણ બનવા માટે પૂરતા હતા. તેથી હેડ કોન્સ્ટેબલ રતનલાલનું મોત હુમલા અને ઘટનામાં વાગેલી ગોળીઓના કારણે થયું છે.”

    ફરિયાદી પક્ષ અનુસાર, આ રમખાણો મહિનાઓ સુધી રચવામાં આવેલા એક મોટા કાવતરાનો ભાગ હતા. તે કાવતરા રચવાની શરૂઆત ડિસેમ્બર 2019માં નાગરિકતા સંશોધન વિધેયક (CAA)ને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ થઈ હતી. ફરિયાદી પક્ષે કહ્યું કે, કાવતરામાં મસ્જિદો અને મુખ્ય રસ્તાઓ નજીકના મુસ્લિમ બાહુલ્ય વિસ્તારોમાં 23 પ્રદર્શન સ્થળ (જે સતત ચાલતા રહેતા હતા) બનાવવામાં આવ્યા હતા. ફરિયાદી પક્ષે તે આરોપ પણ લગાવ્યો છે કે, ફેબ્રુઆરી 2020ના રમખાણો પહેલાં, ડિસેમ્બર 2019માં એક જેવી જ મોડસ ઓપરેન્ડી સાથે તેવી ઘટના બની હતી.

    નોંધવા જેવું છે કે, 24 ફેબ્રુઆરી 2022ના રોજ મુસ્લિમ ટોળાએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. જેમાં રતન લાલની સાથે ડીસીપી (શાહદરા) અમિત શર્મા અને એસીપી (ગોકલપુરી) અનુજ કુમાર પર હુમલો થયો હતો. ઘટના બાદ ડોક્ટરોએ રતનલાલને મૃત જાહેર કર્યા હતા. વરિષ્ઠ અધિકારીઓને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમની સર્જરી કરવી પડી હતી. દિલ્હીમાં થયેલી હિંદુવિરોધી હિંસામાં ઓછામાં ઓછા 53 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં મોટાભાગના હિંદુ હતા અને 200થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. સરકારી અને ખાનગી સંપત્તિને પણ ઘણું નુકસાન થયું હતું. હિંસક ટોળાએ સેંકડો ઘરો, દુકાનો, વાહનો, પેટ્રોલ પંપને આગ ચાંપી દીધી હતી અને સ્થાનિકો અને પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં