અહેવાલો અનુસાર યુવતીનો મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે યુવતીને એક દિવસ પહેલા ધમકી મળી હતી. પરિવારજનોનો આરોપ છે કે બે લોકો તેને બળજબરીથી બાઇક પર લઈ ગયા હતા. કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંજરા નદીના પુલ પાસે 20 નવેમ્બરે મળી આવી છે. બાળકીની લાશ મળી આવી હતી. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
નોંધનીય છે કે યુવતીના પિતાનો આરોપ છે કે તે 3 દિવસ પહેલા તેની પુત્રી સાથે કોટા જઈ રહ્યા હતા. ત્યારે સમાજવાદી પાર્ટીના નેતાએ તેમને વોટિંગ કર્યા પછી જવાનું કહ્યું. સપા નેતાએ કહ્યું હતું કે સાયકલને મત આપજો. ત્યારે તેમની દીકરીએ કહ્યું કે અમે ભાજપને જ વોટ આપીશું. આ પછી નેતા અને તેના સહયોગીઓએ પુત્રીને ધમકી આપી હતી. સપા નેતાએ ધમકી આપી હતી કે જો સમાજવાદી પાર્ટીને વોટ નહીં આપે તો તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે.
પીડિતાની માતાના ગંભીર આક્ષેપો
મૃતક યુવતીની માતાનો આરોપ છે કે તેમની પુત્રીને ઉપાડીને લઇ જવામાં આવી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મારી દીકરીની હાલત ખૂબ જ ખરાબ હતી. વાત માત્ર એટલી જ હતી કે ચૂંટણીમાં મત કોને આપવો.” મૃતકની માતાએ કહ્યું કે અમારી દીકરીએ સપા નેતાઓને કહ્યું હતું કે, અમે કોઈનાથી ડરતા નથી. અમે કમળને વોટ આપીશું અને બીજાને વોટ નહીં આપીએ. આના પર આરોપીઓએ ધમકી આપી હતી કે કાલે ભાજપને વોટ આપી જો. તેની માતાએ આક્ષેપ કર્યો છે કે તેમની પુત્રી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.
करहल विधानसभा उपचुनाव में सपा के प्रशांत यादव द्वारा भाजपा में वोट देने की बात करने पर दलित लड़की की गला घोट के उसकी हत्या कर दी।
— Sanjay Rai (@sanjayraiupbjp) November 20, 2024
दुर्गा पुत्री शिशुपाल जाटव
मोहल्ला जाटवान, करहल, जिला मैनपुरी। pic.twitter.com/xzniHkzpOa
પિતાએ પણ લગાવ્યા આરોપ
મૃતકના પિતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે “આજથી ત્રણ દિવસ પહેલા હું મારી દીકરી સાથે કોટા જઈ રહ્યો હતો. તે દિવસે નેતાજી બબલુએ કહ્યું કે મત આપીને જાવ. ત્યારે મારી દીકરીએ કહ્યું કે અમે કમળને મત આપીશું. ત્યારે પ્રશાંતે કહ્યું કે સાયકલને મત આપવાનો છે નહીંતર ગંભીર પરિણામો આવશે. આ પછી મંગળવારે બપોરે 12-1 વાગ્યાની વચ્ચે પુત્રીને બળજબરીપૂર્વક મોટરસાયકલ પર લઈ જવામાં આવી હતી. આ પછી અમે તેને શોધવાનું શરૂ કર્યું. પુત્રી રાત સુધી પરત આવી ન હતી.”
करहल में सपाई प्रशांत यादव व उसके साथियों ने एक दलित बेटी की हत्या सिर्फ इसलिए कर दी क्योंकि उसने साइकिल पर वोट देने से मना कर दिया था।
— BJP Uttar Pradesh (@BJP4UP) November 20, 2024
मैनपुरी में सैफई परिवार और अखिलेश यादव के गुंडे फिर से आंतक का माहौल बनाने की कोशिश कर रहे हैं। मतदान करने से पहले एक पिता की पीड़ा जरूर… pic.twitter.com/19RibmmOQ6
તેમણે આગળ કહ્યું કે, “અમે પ્રશાંત અને બબલુના ઘરે ગયા હતા. ત્યાં જઈને પુત્રી અંગે પૂછ્યું તો તેણે કહ્યું કે તે અંગે તે કંઈ જાણતો નથી. પરંતુ ત્યાં મેં મારી દીકરીના ચપ્પલ જોયા. ત્યારે તેણે ચપ્પલ ખેતરમાં ફેંકી દેવા લીધું. અમે મારી પુત્રીને શોધતા હતા તે દરમિયાન જ તેની લાશ કંજરા નદી પાસે મળી આવી હતી. દીકરીની હાલત ખૂબ જ ખરાબ હતી.” તેમનો આરોપ છે કે દીકરીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી અને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.
અમિત માલવિયાની પ્રતિક્રિયા
આ મામલે ભાજપ નેતા અમિત માલવિયાએ તેમની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “લાલ ટોપીવાળા ગુંડાઓના દુષ્કૃત્યો ફરી એકવાર બધાની સામે આવ્યા છે. PDAના નારા લગાવનાર અખિલેશ યાદવના લાલ ટોપીવાળા ગુંડાઓએ કરહાલમાં એક દલિત પુત્રીની નિર્દયતાથી હત્યા કરી. અખિલેશ યાદવે પોતાની પાર્ટીના ગુંડાઓને કાબૂમાં રાખવા જોઈએ નહીં તો કાયદો અને પ્રસાશન તો છે જ.”
નોંધનીય છે કે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. તથા પીડિત પક્ષની ફરિયાદ બાદ સપા નેતા પ્રશાંત યાદવ અને તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી. તથા દલિત યુવતીની લાશનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગામી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ નેતૃત્વએ હત્યા મામલે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તથા ભાજપના કરહાલ ઉમેદવાર અનુજેશ પ્રતાપે પણ સમાજવાદી પાર્ટી જ પર દલિત યુવતીની હત્યાનો આરોપ લગાવ્યો હતો.