Tuesday, November 19, 2024
More
    હોમપેજદેશબહરાઈચમાં બુલડોઝર કાર્યવાહી પર હાલ પૂરતો બ્રેક, યુપી સરકારે હાઈકોર્ટમાં આપ્યો જવાબ:...

    બહરાઈચમાં બુલડોઝર કાર્યવાહી પર હાલ પૂરતો બ્રેક, યુપી સરકારે હાઈકોર્ટમાં આપ્યો જવાબ: અરજદાર પર ભડકી ઉઠી અદાલત, 27 નવેમ્બરે થશે વધુ સુનાવણી

    હાઈકોર્ટે અરજી કરનારાઓની પણ ઝાટકણી કાઢી હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટે અરજદારને સખત શબ્દોમાં કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ સ્વયં આ મામલે સુનાવણી કરી ચૂકી છે તો નવી અરજી શા માટે લગાવવામાં આવી રહી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બહરાઈચમાં હિંસાના (Bahraich Violence) આરોપીઓના ઘરો પર બુલડોઝર એક્શનને (Bulldozer Action) લઈને હવે નવા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, બહરાઈચમાં બુલડોઝર કાર્યવાહી ફરી ટળી ગઈ છે. યુપી સરકારે (UP Government) અતિક્રમણ હટાવવા માટે આપવામાં આવેલી નોટિસ પરત ખેંચી લીધી છે. યુપી સરકારે પોતે જ હાઈકોર્ટમાં (Allahabad High Court) આ બાબતની જાણકારી આપી છે. તેથી હવે બહરાઈચમાં બુલડોઝર કાર્યવાહી પર હાલ પૂરતી રોક લગાવી હોવાનું સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચને નોટિસ પાછી ખેંચી હોવાની જાણકારી આપી હતી. આ સાથે જ કોર્ટે પણ વધુ સુનાવણી માટે 27 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.

    સોમવારે (18 નવેમ્બર) અલ્હાબાદ હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં યુપી સરકારે માહિતી આપી હતી કે, બહરાઈચમાં અતિક્રમણ હટાવવા માટે આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે. યુપી સરકારે આ જાણકારી કાર્યવાહીની રોક લગાવવાની માંગણી કરતી એક અરજીના જવાબમાં આપી છે. આ સાથે જ હાઈકોર્ટે અરજી કરનારાઓની પણ ઝાટકણી કાઢી હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટે અરજદારને સખત શબ્દોમાં કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ સ્વયં આ મામલે સુનાવણી કરી ચૂકી છે તો નવી અરજી શા માટે લગાવવામાં આવી રહી છે.

    ‘સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ કેમ દાખલ કરી અરજી?’- હાઈકોર્ટ

    નોંધવા જેવું છે કે, બહરાઈચમાં બુલડોઝર એક્શન વિરુદ્ધ ‘એસોસિએશન ફોર પ્રોટેક્શન ઑફ સિવિલ રાઇટ્સ’ સંસ્થાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે અરજીમાં માંગણી કરી હતી કે, બહરાઈચમાં બુલડોઝર એક્શન પર રોક લગાવવામાં આવવી જોઈએ. જેના જવાબમાં હાઈકોર્ટે અરજદાર સંગઠનની ઝાટકણી કાઢતા પૂછ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ ડિમોલિશન કાર્યવાહી સામે PIL દાખલ કરવી શું વ્યાજબી છે?”

    - Advertisement -

    આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ અરુણ ભણસાલી અને જસ્ટિસ જસપ્રીત સિંઘની ડિવિઝન બેન્ચમાં ચાલી રહી છે. સુનાવણી દરમિયાન જ ડિવિઝન બેન્ચે આગામી સુનાવણી 27 નવેમ્બરના રોજ નિયત કરી છે. કારણ કે, અરજી દાખલ કરનાર સંસ્થાનું એફિડેવિટ રેકોર્ડ પર ન હતું. આ ઉપરાંત યુપી સરકારે કોર્ટ દ્વારા માંગવામાં આવેલા તમામ જવાબો પણ રજૂ કરી દીધા હતા. ત્યારબાદ કોર્ટે બંને પક્ષોને ધ્યાનમાં રાખીને આગામી સુનાવણી માટેની તારીખ નક્કી કરી છે. એટલે હવે આગામી સુનાવણી 27 નવેમ્બરના દિવસે નક્કી થઈ છે. ત્યાં સુધી બહરાઈચ હિંસાના આરોપીઓને રાહત રહેશે.

    ઉલ્લેખનીય છે કે, ઑક્ટોબર મહિનામાં બહરાઈચના મહારાજગંજમાં હિંદુઓની દુર્ગા વિસર્જન યાત્રા પર કટ્ટરપંથી મુસ્લિમોએ હુમલો કરી દીધો હતો. જે બાદ ઇસ્લામી ટોળાંએ હિંદુ યુવક રામગોપાલ મિશ્રાની હત્યા પણ કરી નાખી હતી. નિર્દયતાથી રામગોપાલની હત્યા થયા બાદ હિંદુઓમાં પણ રોષ વ્યાપ્યો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરનારાઓને નોટિસ મોકલવામાં આવી હતી. જે મામલે હવે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં