ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં (Jharkhand Assembly Election 2024) ડૂબેલું છે. આ ચૂંટણીમાં રોટી, બેટી, માટીની ગૂંજ પણ સંભળાઈ રહી છે. આ ગૂંજની વચ્ચે જ 8મી નવેમ્બર અને 15મી નવેમ્બર (Janjatiya Gaurav Diwas) પણ વીત્યો છે. 8 નવેમ્બર માટે એવું માનવામાં આવે છે કે આજના ઝારખંડમાં, આદિવાસી સમુદાયનું (Schedule Tribes) પ્રથમ વખત ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ થયું હતું.
ઝારખંડમાં પહેલીવાર ક્યારે અને કેવી રીતે ST બન્યા હતા ખ્રિસ્તી?
1873માં, ખુંટપાનીમાં 6 મુંડા પરિવારોના 28 લોકોને કોલકાતાથી આવેલા આર્કબિશપ સ્ટાઈન્સે બાપ્તિસ્મા કરાવ્યું હતું. ખુંટપાની આજે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાનો એક ભાગ છે. અહીં એક શિલા પણ છે, જેના પર પહેલીવાર ખ્રિસ્તી બનેલા લોકોના નામ નોંધાયેલા છે. તેની યાદમાં દર વર્ષે 8 નવેમ્બરે અહીં ‘તીર્થ મેળા’નું આયોજન કરવામાં આવે છે. ત્યાં માત્ર ઝારખંડ અને આસપાસના રાજ્યોમાંથી ખ્રિસ્તી ધર્માંતરિત થયેલા લોકો જ નથી આવતા પરંતુ વિદેશમાંથી રોમન કૅથલિક અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં આવે છે.
સંતાલ પરગણા: પહેલા ખ્રિસ્તી ધર્માંતરણ અને હવે મુસ્લિમ ઘૂસણખોરી
આમ તો ખુંટપાની છોટાનાગપુરનો એક ભાગ છે. પરંતુ ઝારખંડનું સંતાલ પરગણા (Santhal Paragana) પણ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્માંતરણના દુષ્ટ ચક્રથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનું એક છે. આ વિસ્તાર એટલો પ્રભાવિત છે કે આ ક્ષેત્રમાં STમાંથી ખ્રિસ્તી બનેલા લોકોનું જન પ્રતિનિધિ બનવું એ ખૂબ સામાન્ય બાબત છે.
આ સંતાલ પરગણા હાલમાં બાંગ્લાદેશી રોહિંગ્યા મુસ્લિમોની (Bangladeshi Rohingya Muslim infiltrators) ઘૂસણખોરીને કારણે વસ્તી વિષયક પરિવર્તનને કારણે સમાચારમાં છે. આ વિસ્તારમાંથી સરના (આદિવાસી સમાજનું ધાર્મિક સ્થળ) વિલુપ્ત થઈ રહ્યા છે, મસ્જિદ-મજાર વધી રહ્યા છે. આદિવાસી સમુદાયો તેમની જમીન, રોજગાર અને દીકરીઓ ગુમાવી રહ્યા છે, જેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘણી રેલીઓમાં કર્યો છે.
ઘૂસણખોરી રોકવાનો અને સરના કોડનો વાયદો
આ વિકટ પરિસ્થિતિને જોતા ભાજપે વચન આપ્યું છે કે જો રાજ્યમાં એનડીએની (NDA) સરકાર બનશે તો તે ઘૂસણખોરી રોકવા તેમજ ઘૂસણખોરોના કબજામાં આવેલી અથવા છેતરપિંડીથી ખરીદવામાં આવેલી જમીનો પરત લેવા માટે કાયદો બનાવશે. આ ચૂંટણીઓમાં ઘૂસણખોરી ઉપરાંત ‘સરના ધરમ કોડ/સરના ધાર્મિક સંહિતા’ (Sarna Dharam Code/ Sarna Religious Code) પણ ચર્ચામાં છે.
શું છે સરના ધર્મ કોડ
ભારતમાં હાલમાં 6 ધાર્મિક સમુદાયોને માન્યતા આપતો કાયદો છે. જેમાં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનનો સમાવેશ છે. ઘૂસણખોરીને નકારતું રહેલું કોંગ્રેસ-JMM ગઠબંધને સરના આદિવાસી ધર્મ કોડનું વચન આપ્યું છે.
નવેમ્બર 2020 માં, INDI ગઠબંધન સરકારે ઝારખંડ વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર યોજ્યું હતું. જેમાં 2021ની વસ્તી ગણતરીમાં ‘સરના’ને અલગ ધર્મ તરીકે સામેલ કરવાનો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવતા ભાજપે પણ તેને સમર્થન આપ્યું હતું. આ પ્રસ્તાવ બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ માંગણીનો પુનરોચ્ચાર કર્યો હતો.
ઝારખંડ ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો બહાર પાડતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરના કોડ પર વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવાની વાત કરી હતી. રાજ્યમાં ભાજપના ચૂંટણી પ્રભારી કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઘણી વખત પાર્ટીની આ વાતનો પુનરોચ્ચાર કરી ચુક્યા છે. તે જ સમયે, આસામના મુખ્યમંત્રી અને ચૂંટણી સહ-પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ પણ કહ્યું છે કે જો સરકાર બનશે તો પાર્ટી સરના કોડ લાગુ કરશે.
સરના કોડ આદિવાસી સમાજને એક અલગ ધાર્મિક સમુદાય તરીકે માન્યતા આપે છે. ભાજપે ક્યારેય તેનો જાહેરમાં વિરોધ કર્યો નથી. પરંતુ તેણે આ અંગે ક્યારેય અવાજ ઉઠાવ્યો નથી. આ ચૂંટણીઓમાં સરના કોડ પર ભાજપના સૂરમાં જે નરમાઈ છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની (RSS) વિચારસરણીની વિરુદ્ધ છે. સંઘ આદિવાસી સમાજને હિંદુ ધર્મનો એક ભાગ માને છે. તે વનવાસી કલ્યાણ આશ્રમ જેવી સંસ્થાઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં આ વિચાર સાથે કામ કરે છે. સંઘના સંગઠન આદિવાસી સુરક્ષા મંચના પ્રાદેશિક (બિહાર-ઝારખંડ) સંયોજક સંદીપ ઉરાંવનું કહેવું છે કે સરના કોડના અમલીકરણથી અનેક સ્તરે સમસ્યાઓ સર્જાશે.
ખ્રિસ્તી ધર્માંતરણના જે વિષ ચક્રમાં આદિવાસી સમુદાય ફસાયેલો છે, તેનો ઉપચાર સરના કોડ પણ નથી. 1871થી 1951 સુધીની વસ્તી ગણતરીમાં આદિવાસીઓ માટે અલગ ધર્મ કોડ હતો. આ હોવા છતાં, ખ્રિસ્તી ધર્માંતરણ થઈ રહ્યું હતું. ઉપર જણાવ્યું તેમ, ઝારખંડમાં આ પ્રક્રિયા 1873માં ખુંટપાનીથી શરૂ થઈ ચૂકી હતી.
ખુંટપાનીની જેમ મદકુ દ્વીપમાં પણ ભરાય છે મેળો
ખુંટપાણીની જેમ મદકુ દ્વીપ (Madku Dweep) પર પણ ખ્રિસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે. છત્તીસગઢના મુંગેલી જિલ્લાનો આ ટાપુ શિવનાથ નદીના પાણીના પ્રવાહથી ઘેરાયેલો છે. આ દ્વીપ પર ઋષિ માંડુક્યએ ‘મુંડકોપનિષદ’ની રચના કરી હતી જેમાંથી ‘સત્યમેવ જયતે’નો (Satyamev Jayate) ઉદ્ભવ થયો હતો.
આ ટાપુ સુધી પહોંચવું સરળ નથી. હું સપ્ટેમ્બર 2022માં બોટ દ્વારા નદી પાર કરીને અહીં પહોંચ્યો હતો. પરંતુ જ્યારે મેં આ નિર્જન ટાપુ પર ક્રોસવાળું મંચ જોયું ત્યારે મને આશ્ચર્ય થયું. જાણવા મળ્યું કે દર વર્ષે ફેબ્રુઆરીમાં આ ટાપુ પર સૌથી મોટો મેળાવડો જામે છે. આ મેળાવડો અઠવાડિયા સુધી ચાલતા ખ્રિસ્તી મેળાના સંદર્ભમાં થાય છે. આ મેળાનું આયોજન 1909થી સતત થઇ રહ્યું છે.
ખુંટપાની જેવી જ છે ખડકોનાની સ્થિતિ
છત્તીસગઢમાં જશપુર ખ્રિસ્તી ધર્મ પરિવર્તનનું મુખ્ય કેન્દ્ર છે. આ જિલ્લાના કુંકુરીમાં આ દેશનું સૌથી મોટું ચર્ચ છે. અહીં પણ આદિવાસી સમુદાયના લોકોને ખ્રિસ્તી બનાવવાની પ્રક્રિયા ત્યારે જ શરૂ થઈ હતી જ્યારે અંગ્રેજોએ સરનાને અલગ માન્યતા આપી દીધી હતી.
જશપુર જિલ્લાના માનેરા બ્લોકમાં એક ગામ છે – ખડકોના. આ ગામમાં પ્રવેશતા જ તમને ક્રુસ ચોક જોવા મળે છે. ચર્ચની નજીક એક શિલા છે જેના પર 21 નવેમ્બર 1906 ના રોજ બાપ્તિસ્મા લેનારા 56 લોકોના નામ છે. એ જ ગામમાં મેં ‘સાહેબ કોના’ પણ જોયું છે, જ્યાં ધર્માંતરિત હિંદુઓનો વાર્ષિક કાર્યક્રમ યોજાય છે.
ખ્રિસ્તી ધર્માંતરણની જમીન સ્તર પર કેવી ભયાનક અસર થાય છે, તે જાણવા-સમજવામાં તમને રસ હોય તો જશપુરની યાત્રા કરવી જોઈએ. ખડકોના સુધી જવું જોઈએ. સરકારી દસ્તાવેજો અનુસાર આ જિલ્લામાં દર ચોથો વ્યક્તિ ખ્રિસ્તી છે. આ જિલ્લામાં શરૂઆતથી ખ્રિસ્તી મિશનરીઓના કાવતરાઓ સામે લડતા એક રાજવી પરિવારનો (દિલીપ સિંહ જુદેવનો પરિવાર) વ્યાપક પ્રભાવ હોવા છતાં વસ્તીમાં આ પરિવર્તન આવ્યું છે. આ રાજવી પરિવાર ચરણ શુદ્ધ કરીને હિંદુઓને અને ખાસ કરીને આદિવાસીઓની હિંદુ ધર્મમાં ઘર વાપસી કરાવવા માટે પણ પ્રખ્યાત છે.
સરનાને મેળવવા માટે ક્લેમેન્ટ લકડાએ પણ ચલાવી છે લડત
24 વર્ષ પહેલા બનેલા ઝારખંડમાં સરના માટે ચાલી રહેલ રાજનૈતિક લડતથી પણ જૂની લડત કોઈ ચલાવી રહ્યું છે. સરના પ્રાપ્ત કરવા 58 વર્ષીય ક્લેમેન્ટ લકડા લડત ચલાવી રહ્યા છે. જ્યારે હું 2022માં એક સાંજે ક્લેમેન્ટને તેમના ઘરે મળવા ગયો, ત્યારે તેમણે કહ્યું;
બે પુત્રીઓના પિતા ક્લેમેન્ટ છત્તીસગઢના કુંકુરી વિધાનસભા ક્ષેત્રના દુલદુલામાં તેમના પરિવાર સાથે રહે છે. તેમની પત્ની સુષ્મા લકડા દુલદુલાના સરપંચ છે. તેમના ઘરની દિવાલો પરની તસવીરો દર્શાવે છે કે આ પરિવાર ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બની ચૂક્યો છે. પરંતુ ઘરના ખૂણામાં એક ટેબલ પર પડેલા દસ્તાવેજો એ પીડાનું પ્રમાણ આપે છે જે પીડા આ પરિવારે ધર્મપરિવર્તન બાદ ભોગવી છે.
ક્લેમેન્ટની લગભગ 10 એકર જમીન કેથોલિક સંસ્થાના કબજામાં છે. આ જમીન પર એક ચર્ચ છે. શાળા છે. ફાધર અને નનના રહેવા માટે ઘરો બનાવવામાં આવ્યા છે. સંસ્થાના લોકો ખાલી પડેલી જમીન પર ખેતી કરે છે. આ જમીન ક્લેમેન્ટના પિતા ભાદે ઉર્ફે વશીલ ઉરાંવે ખ્રિસ્તી બનવાના બદલામાં ગુમાવી દીધી હતી.
ખ્રિસ્તી સંગઠન સાથે કાનૂની લડાઈ જીત્યા પછી પણ, ક્લેમેન્ટ તે જમીન પર પાછા ફરવા સક્ષમ નથી. ઉલટું કેથોલિક સંસ્થાના અધિકારીઓ અને તેમના સહયોગીઓ તેમના પરિવારને હેરાન કરે છે. દુલદુલા પંચાયતના વિકાસ કામો અટકાવવામાં આવે છે. તેમની પત્નીને કહેવામાં આવે છે કે તે તેના પતિને કેસ પાછો ખેંચી લેવા કહે. આવી જ એક ઘટનાનો ઉલ્લેખ કરતાં ક્લેમેન્ટે ઑપઇન્ડિયાને કહ્યું હતું કે, “ફેબ્રુઆરી 2022માં ચર્ચમાં એક મીટિંગ બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં મને કહેવામાં આવ્યું હતું કે જો તમે કેસ પાછો નહીં ખેંચો તો તમને સોસાયટીમાંથી કાઢી મુકવામાં આવશે. તો પછી તમારી દીકરીઓ સાથે કોણ લગ્ન કરશે?”
ખ્રિસ્તી મિશનરીઓ આપત્તિમાં પણ શોધે છે અવસરો
એક સંસ્થા છે- અનફોલ્ડિંગ વર્લ્ડ. આ સંસ્થા દરેક ભાષામાં બાઇબલનું ભાષાંતર કરવાના મિશન પર કામ કરી રહી છે. તેના CEO ડેવિડ રીવસે 2021માં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોવિડ સમયગાળા દરમિયાન, લગભગ 1 લાખ લોકો ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. દરેક ચર્ચને 10 ગામોમાં પ્રાર્થનાનું આયોજન કરવાની જવાબદારી આપવામાં આવી હતી. રોગચાળા દરમિયાન, જ્યારે લોકો એકબીજાને મળી શકતા ન હતા, ત્યારે તેમને ફોન અને વોટ્સએપ દ્વારા પ્રાર્થનાઓ મોકલવામાં આવી હતી.
રીવ્ઝના જણાવ્યા અનુસાર, ભારતમાં 25 વર્ષમાં જેટલા ચર્ચ બન્યા હતા એટલા ચર્ચ એકલા કોરોના સમયગાળા દરમિયાન બન્યા હતા. મેં જશપુરના ગિરાંગમાં વન વિભાગની જમીન પર આવું જ એક ચર્ચ જોયું હતું. આ ચર્ચ એવી જગ્યાએ બનાવવામાં આવી રહ્યું હતું જ્યાં સુધી પહોંચવા માટે રસ્તો પણ નહોતો. વિરોધ બાદ તેનું બાંધકામ પૂર્ણ થઈ શક્યું નથી. જ્યારે હું 2022 માં અહીં પહોંચ્યો ત્યારે તે બંધ પડી રહેલું હતું. BJYM સાથે સંકળાયેલા અભિષેક ગુપ્તાએ ઑપઇન્ડિયાને કહ્યું હતું કે, “આ રીતે ખ્રિસ્તી મિશનરીઓ લેન્ડ જેહાદ કરે છે. જ્યાં પણ ખાલી જગ્યા હોય ત્યાં તેઓ ક્રોસને બનાવી દે છે. ચર્ચ બનાવી દેય છે. થોડા સમય પછી, વહીવટી સહયોગથી, ત્યાં જવાનો રસ્તો તૈયાર કરવામાં આવે છે અને પછી પ્રાર્થનાઓ થવા લાગે છે. પછી ભલે તમે ગમે તેટલો વિરોધ કરો, વહીવટીતંત્ર અતિક્રમણ હટાવતું નથી.”
જોશુઆ પ્રોજેક્ટ પર અંકુશ લગાવી શકશે સરના કોડ?
અમેરિકાથી સંચાલિત એક સંસ્થા છે – જોશુઆ પ્રોજેક્ટ. 1995માં શરૂ થયેલી આ સંસ્થાનું કહેવું છે કે તે બાઈબલમાં આપવામાં આવેલા નિર્દેશો પર કામ કરે છે, જેમાં તેને દુનિયાના વિવિધ ભાગોમાં લોકોને ઈસાઈ ધર્મના અનુયાયી બનાવીને તેમનો બાપ્તિસ્મા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, આ સંગઠન મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં આદિવાસીઓનું ધર્માંતરણ કરી રહી છે અને તેમની જમીન પર ચર્ચ બનાવી રહી છે. 2011-12માં આ ચાર રાજ્યોમાં લગભગ 12,000 ચર્ચ હતા, જે હવે 25,000ને વટાવી ગયા છે. આ બધું એવા વિસ્તારોમાં થઈ રહ્યું છે જ્યાં બહારના લોકો જમીન પણ લઈ શકતા નથી, પરંતુ મિશનરીઓ સતત પોતાનો પ્રભાવ વધારી રહ્યા છે.
આદિવાસી લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા પછી સરના (એક વૃક્ષ જે તેમના માટે પવિત્ર છે) કાપવાનું કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્માંતરણની તીવ્રતા એટલી છે કે આખા ગામડાઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. કેટલાક ગામોમાં માત્ર નામાંકિત હિંદુ પરિવારો જ બાકી છે. જે ગામોમાં ખ્રિસ્તી મિશનરીઓ તેમના કામમાં સફળ થાય છે તે ગામોની બહાર ક્રોસ મૂકવામાં આવ્યા છે.
જોશુઆ પ્રોજેક્ટ માત્ર આદિવાસી જૂથો પૂરતો મર્યાદિત નથી. ભારતના વિવિધ જાતિઓ અને આદિવાસી જૂથોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. જોશુઆ પ્રોજેક્ટ પાસે દેશની 2272 જાતિઓ અને જનજાતિઓનો ડેટા છે. જોશુઆ પ્રોજેક્ટ જણાવે છે કે તે હજુ સુધી 2041 જાતિઓ સુધી પહોંચી શક્યો નથી. સાથે જ તે 103 જાતિઓમાં ખ્રિસ્તી ધર્મને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે. તેમાંથી, થોડી સંખ્યામાં લોકો ખ્રિસ્તી ધર્મમાં વિશ્વાસ કરવા લાગ્યા છે. બીજી તરફ 128 જ્ઞાતિ જૂથો એવા છે જેમાં ખ્રિસ્તી ધર્મ મોટા પાયે ઘૂસી ચૂક્યો છે.
જોશુઆ પ્રોજેક્ટના ડેટા દર્શાવે છે કે તેના કારણે ઘણી જાતિઓમાં 10%-100% ખ્રિસ્તી ધર્મ પરિવર્તન થયું છે. જે જાતિઓએ મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે તેમને અલગ નામ આપવામાં આવ્યા છે. તેલંગાણાના મદિગા અને માલા સમુદાયોમાં 21,000 ની વસ્તી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થઈ છે જેને આદિ ખ્રિસ્તીઓ તરીકે નામ આપવામાં આવ્યું છે. બોડો સમુદાયની 15.7 લાખ વસ્તીમાંથી લગભગ 1.5 લાખ લોકોએ ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરી ચૂક્યા છે.
ઝારખંડની ચૂંટણીઓને ‘રોટી-બેટી-માટી’ પર કેન્દ્રિત કરીને, ભાજપે ચોક્કસપણે ઘૂસણખોરો અને ખ્રિસ્તી મિશનરીઓના બેવડા વિષચક્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમાં આદિવાસી સમાજ ફસાયેલો છે. કાયદેસર અને ગેરકાયદેસર પદ્ધતિઓ પર ચર્ચા થઈ રહી છે જેના દ્વારા ચર્ચ ગામડે ગામડે ફેલાઈ રહ્યું છે. આદિવાસી સમુદાયો ખ્રિસ્તી બનવાના કારણે અનામતના લાભોથી વંચિત ન રહે તે માટે તેમને ‘ક્રિપ્ટો ક્રિશ્ચિયન’ બનાવવામાં આવી રહ્યા છે.
મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ જીઆર સ્વામીનાથને પણ કન્યાકુમારીના કેથોલિક પાદરી જ્યોર્જ પોનૈયા સાથે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આ તરફ ધ્યાન દોર્યું હતું. કન્યાકુમારીની જનસંખ્યામાં બદલાવનો ઉલ્લેખ કરતાં, તેમણે સંકેત આપ્યો હતો કે તમિલનાડુનો આ જિલ્લો ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતી વસ્તીમાં પરિવર્તિત થયો છે. જસ્ટિસ સ્વામીનાથને કહ્યું હતું;
દેખીતી રીતે આ દુષ્ટ ચક્ર નવું નથી. તેના મૂળ માત્ર ઝારખંડ પૂરતા મર્યાદિત નથી. તેની પકડમાં માત્ર આદિવાસી સમુદાય જ નથી. માત્ર ધર્માંતરણ વિરોધી કડક કાયદા દ્વારા આને રોકી શકાતું નથી. કેટલાક પક્ષો, સંગઠનો અને પરિવારોને ખ્રિસ્તી મિશનરીઓ સાથે લડવાનો ઠેકો આપીને હિંદુ સમાજ ઊંઘતો રહે એ યોગ્ય નથી.
હિંદુઓને આ દલદલમાંથી બહાર કાઢવા માટે રાજકીય-વહીવટી ઈચ્છાશક્તિની સાથે સાથે દરેક હિંદુએ પણ પોતાની આસપાસ થઈ રહેલા ડેમોગ્રાફી બદલાવ અંગે સભાન થવાની જરૂર છે અને તેની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો જરૂરી છે. કમનસીબે, સ્વતંત્ર ભારતમાં, ન તો રાજનીતિએ આવી ઈચ્છા દર્શાવી છે કે ન તો હિંદુઓએ એક જૂથ તરીકે તેમને આવું કરવા દબાણ કર્યું છે. આ જ કારણ છે કે રાજકીય પક્ષો અલગ-અલગ ધાર્મિક ઓળખને જન્મ આપીને અને ખ્રિસ્તી મિશનરીઓને પાળી-પોષીને હિંદુઓમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે.
જ્યારે ઝારખંડ વિધાનસભામાં સરનાને વસ્તી ગણતરીમાં અલગ ધાર્મિક ઓળખ આપવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો ત્યારે ભાજપે પણ આવી આશંકા વ્યક્ત કરી હતી. હવે તેણે એવા ઉપાયો પર વિચાર કરવો જોઈએ જે મિશનરીઓને હંમેશ માટે બરતરફ કરી શકે. તેણે ઘૂસણખોરીની જેમ આ મુદ્દે પણ એટલી જ આક્રમકતા બતાવવી જોઈએ. આ કિસ્સામાં, સ્થળ/સમય/પરિસ્થિતિ પર આધારિત રાજકારણ એ હિંદુઓને વસ્તીના સ્તરે વધુ નબળા પાડશે, જેમના આધારે ‘અખંડ ભારત’નું સ્વપ્ન વણાઈ રહ્યું છે.