બિહારમાં ફરી જંગલરાજ શરુ થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે, રાજધાની પટનામાં હત્યા અને લુંટની ઘટના સામે આવી છે. પટનામાં એક ટોયોટાના શોરૂમમાં બદમાશોએ ગાર્ડને બંધક બનાવીને લગભગ 25 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઘટનાનો વિરોધ કરવા પર બદમાશોએ એક ગાર્ડની છરી વડે હત્યા કરી નાખી. જ્યારે અન્ય એક ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
મીડિયા અહેવાલ મુજબ ઘટના દિદરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોલ પ્લાઝા પાસે સ્થિત બુદ્ધ ટોયોટા શો રૂમની છે. અહીં મામલાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતક ગાર્ડની લાશનો કબજો લીધો હતો. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત ગાર્ડને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Breaking :
— सौरव मिर्जापुरी 🇮🇳🚩 (@Sauravmirzapuri) August 10, 2022
Didar Ganj Patna Toyota showroom has been looted and a security guard has been killed …. history is repeating itself again …..!! Welcome to lalu’s bihar !!
NOTE:- 9 बज गए है सब घर लौट आओ अब ….its not safe outside anymore!!
બદમાશો દિવાલ પર ચઢીને શોરૂમમાં પ્રવેશ્યા હતા
અહેવાલોમાં ઘટના વિશે જણાવ્યા મુજબ મંગળવારે મોડી રાત્રે એક ડઝનથી વધુ બદમાશો શો રૂમની પાછળની બાજુથી દિવાલ કૂદીને શો રૂમની અંદર આવ્યા હતા અને શો રૂમના કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા. આ પછી બદમાશો લગભગ 25 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા. જ્યારે ગાર્ડે વિરોધ કર્યો તો બદમાશોએ એકની ચાકુ મારીને હત્યા કરી નાખી. જ્યારે અન્ય ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૃતકની ઓળખ જહાનાબાદના રહેવાસી તરીકે અને ઘાયલની ઓળખ બખ્તિયારપુરના રહેવાસી તરીકે થઈ છે.
10 જુલાઈના રોજ પણ બદમાશો ઘૂસ્યા હતા
જાગરણના અહેવાલ મુજબ ટોયોટા શોરૂમના જનરલ મેનેજર સેલ્સ સત્યેન્દ્ર કુમાર દુબેએ જણાવ્યું કે 10 જુલાઈની રાત્રે પણ બદમાશો ચોરીના ઈરાદે શોરૂમમાં ઘુસ્યા હતા. તે સમયે ખાનગી સિક્યોરિટી ગાર્ડ પેટ્રોલિંગ કરી રહ્યા હતા, જેથી બદમાશો ભાગી ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બરાબર એક મહિના બાદ 10 ઓગસ્ટની રાત્રે ફરી એક ડઝન બદમાશોએ ઘૂસીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસ તપાસમાં જોડાઈ
ઘટનાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી પોલીસે મૃતક ગાર્ડની લાશને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જ્યારે ઈજાગ્રસ્ત ગાર્ડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસ ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. પોલીસે ટૂંક સમયમાં આ ઘટનાનો ખુલાસો કરવાની વાત કરી હતી.
તો બીજીતરફ બિહારની મોટી ઉથલપાથલ બાદ હજુ નવી સરકારે સત્તા સંભાળી છે, તેવામાં સત્તા પર આવ્યાની પ્રથમ રાત્રેજ બદમાશો બેખોફ થઈને આવી મોટી ઘટનાને અંજામ આપે અને એ પણ રાજધાની પટના જેવા મોટા શહેરમાં, તેવામાં અગામી સમયમાં કાયદો વ્યવસ્થા જળવાશે કે કેમ તે જોવું રહ્યું.