Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'દિલ્હીમાં AQI હજુ પણ 750 પાર… બની ગયુ છે ગેસ ચેમ્બર': ભાજપ...

    ‘દિલ્હીમાં AQI હજુ પણ 750 પાર… બની ગયુ છે ગેસ ચેમ્બર’: ભાજપ નેતાએ AAP સરકાર પર કર્યા પ્રહાર, કેજરીવાલના નેતાઓ પ્રદૂષણ માટે ગણાવતા હતા ફટાકડાને જવાબદાર

    તેમણે યમુનાની સફાઈનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ₹7000 કરોડ ખર્ચ્યા પછી પણ યમુનામાં ફીણના સ્તરો દેખાઈ રહ્યા છે. ઉપરાંત તેમણે કેજરીવાલ પર પણ હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે, “2025માં જે યમુનામાં ડૂબકી મારવાના હતા એ કેજરીવાલ ક્યાં છે?”

    - Advertisement -

    દિવાળીને (Diwali) ગયે 15 દિવસ થઇ ચુક્યા છે તેમ છતાં દિલ્હીની (Delhi) પરિસ્થિતિમાં કોઈ સુધાર જોવા મળી રહ્યો નથી. દિલ્હીની AAP સરકારે વાયુ પ્રદૂષણના કારણે દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમ છતાં દિલ્હીનો AQI (Air Quality Index) સુધરતો જોવા મળી રહ્યો નથી. દિવાળી પહેલા પણ દિલ્હીનો AQI 300 પાર હોવાના અહેવાલો આવ્યા હતા. 13 નવેમ્બર સવાર સુધી પણ દિલ્હીનો સરેરાશ AQI 361 આસપાસ હતો. દિલ્હીના પ્રદૂષણ મામલે ભાજપ પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ (Shehzad Poonawalla) AAP સરકારને ઘેરી હતી.

    એજન્સી ANI સાથે વાત કરતા ભાજપ નેતા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે, “આજે AQIએ બધી હદો પાર કરી દીધી છે, ક્યાંક AOI 550, 600 પાર થઇ ચુક્યો છે. સંસદ ભવન નથી દેખાઈ રહ્યું, નોર્થ બ્લોક કે સાઉથ બ્લોક પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા નથી. અમે 9 વાગ્યા પછી અહિયાં પહોંચ્યા છતાં ઘણી ધુમ્મસ છે, એ એટલા માટે કારણે દિલ્હી ગેસ ચેમ્બર બની ચુક્યું છે.”

    તેમણે આગળ કહ્યું કે, “પંજાબમાં પરાળ સળગાવવાના મામલાઓને AAP સરકાર દોષ આપી રહી હતી, આજે પંજાબમાં પરાળ બળવાની 6000થી વધુ ઘટનાઓ સામે આવી છે. આ મામલે સરકાર એક શબ્દ નથી બોલી રહી પરંતુ દિવાળી પર નિશાનો સાધે છે. ક્યારેક દિવાળી, ક્યારેક UP ક્યારેક હરિયાણાને દોષ આપે છે. પરંતુ દિલ્હીમાં પ્રદૂષણના જે આંતરિક કારણો છે તે અંગે કોઈ બોલતું નથી.”

    - Advertisement -

    દિલ્હીના પ્રદૂષણ મામલે શેહઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “₹23-24 કરોડ ખર્ચીને જે સ્મોગ ટાવર બનાવ્યું છે એ પણ હું ચેક કરીને આવ્યો છું. તે સ્મોગ ટાવર ચાલી રહ્યા નથી. આનો એ અર્થ થયો ક આ જે પણ પદૂષણ દેખાઈ રહ્યું છે તેના માટે આમ આદમી પાર્ટી સીધી જવાબદાર છે. યમુનાનું પ્રદૂષણ હોય કે, વાયુ પ્રદૂષણ હોય, દિલ્હીવાસીઓના જીવન સાથે રમત રમવામાં આવી રહી છે.”

    તેમણે યમુનાની સફાઈનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ₹7000 કરોડ ખર્ચ્યા પછી પણ યમુનામાં ફીણના સ્તરો દેખાઈ રહ્યા છે. ઉપરાંત તેમણે કેજરીવાલ પર પણ હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે, “2025માં જે યમુનામાં ડૂબકી મારવાના હતા એ કેજરીવાલ ક્યાં છે?”

    આગળ તેમણે કહ્યું કે, “વાયુ પ્રદૂષણના કારણે અમારા ફેફસા પર પણ હુમલો છે અને અમે જો યમુનાજીનું પાણી પીએ તો અમારા પેટ પર પણ હુમલો છે. આજે આમ આદમી પાર્ટીએ દિલ્હીને ગેસ ચેમ્બર બનાવી દીધું છે પણ છતાં દોષ હિંદુઓ અને દિવાળીને આપવામાં આવી રહ્યો છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં