Thursday, November 21, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનનંબર 'નારાયણન'નો, વોટ્સએપ ચલાવતો હતો 'સોહેલ પાશા': પોતાનું ગીત હિટ કરાવવા યુટ્યુબરે...

    નંબર ‘નારાયણન’નો, વોટ્સએપ ચલાવતો હતો ‘સોહેલ પાશા’: પોતાનું ગીત હિટ કરાવવા યુટ્યુબરે સલમાનને આપી ધમકી, માંગ્યા ₹5 કરોડ… મુંબઈ પોલીસે કર્ણાટકથી પકડ્યો

    પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે ધમકી આપનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સલમાન ખાનની આગામી ફિલ્મનો એક ગીતકાર સોહેલ પાશા છે. ત્યારપછી પોલીસની એક ટીમ તેના ઘરે ગઈ અને તેની ધરપકડ કરી.

    - Advertisement -

    બોલીવુડ અભિનેતા સલમાન ખાનને (Salman Khan) જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીની પોલીસે કર્ણાટકથી ધરપકડ કરી હતી. ધમકી આપનાર વ્યક્તિ સોહેલ પાશા (Sohail Pasha) સલમાન ખાનની જ આગામી ફિલ્મનો ગીતકાર છે. તેણે કર્ણાટકના (Karnataka) નારાયણન નામક વ્યક્તિના નંબર પરથી કોલ કરીને ધમકી આપી હતી. મુંબઈ પોલીસે (Mumbai Police) સોહેલને કર્ણાટકના રાયચુરમાંથી ઝડપ્યો હતો. સોહેલ ઇચ્છતો હતો કે તેણે લખેલું ગીત ‘મેં સિકંદર હૂં’ ફેમસ થાય. આ જ હેતુથી તેણે સલમાનને ધમકી આપી હતી.

    ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બરે મુંબઈ ટ્રાફિક પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો ₹5 કરોડ નહીં આપવામાં આવે તો સલમાન અને સોહેલને મારી નાખવામાં આવશે. આ મેસેજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે આપવામાં આવ્યો હતો. આ મામલામાં વર્લી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. જે બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અને મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી હતી.

    વેંકટેશ નારાયણનના નંબર પરથી આપી ધમકી

    તપાસ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જે મોબાઈલ નંબર પરથી મેસેજ મોકલવામાં આવ્યો હતો તે નંબર ટ્રેસ કર્યો હતો. આ નંબર કર્ણાટકના વેંકટેશ નારાયણનનો હોવાનું બહાર આવ્યું હતું. જોકે, પોલીસને જાણવા મળ્યું કે નારાયણન પાસે સામાન્ય ફોન છે અને તે વોટ્સએપ વાપરતા નથી. પોલીસને ફોન પર એક મેસેજ મળ્યો, જેમાં 3 નવેમ્બરના રોજ WhatsApp ઇન્સ્ટોલ કરવા માટેનો OTP હતો.

    - Advertisement -

    પોલીસે જયારે આ મામલે વેંકટેશ નારાયણનની પૂછપરછ કરી તો સામે આવ્યું કે 3 નવેમ્બરે તેઓ કર્ણાટકના રાયચુરમાં બજારમાં કરિયાણાની ખરીદી કરવા ગયા હતા. આ દરમિયાન એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને તેમનો ફોન માંગ્યો. સોહેલે નારાયણનને એવું કારણ આપ્યું કે તેને ફેમિલી ઈમરજન્સીના કારણે ફોનની જરૂર છે અને તેનો ફોન ખરાબ થઇ ગયો છે.

    સોહેલને પોલીસ કસ્ટડીમાં મોકલાયો

    બાદમાં પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે ધમકી આપનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સલમાન ખાનની આગામી ફિલ્મનો એક ગીતકાર સોહેલ પાશા છે. ત્યારપછી પોલીસની એક ટીમ તેના ઘરે ગઈ અને તેની ધરપકડ કરી. પાશાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પાશા એક યુટ્યુબર છે અને પબ્લિસિટી મેળવવા માંગે છે.

    પાશાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે સલમાનને જે પ્રકારે પબ્લિસિટી મળી રહી છે ત્યારે જો તે તેનું નામ સલમાન ખાન સાથે જોડશે તો તેને પણ પબ્લિસિટી મળશે અને તે ફેમસ થઇ જશે. ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકીની હત્યા પછીથી સલમાન ખાનને અવાર નવાર આવી ધમકીઓ મળી રહી છે. આ પહેલા પણ આવી ધમકી આપનાર તૈયબની ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં