Monday, November 25, 2024
More
    હોમપેજદેશહિંદુ અને શીખ યાત્રિકોને હવે નહીં પીરસવામાં આવે 'હલાલ ફૂડ': એર ઇન્ડિયાએ...

    હિંદુ અને શીખ યાત્રિકોને હવે નહીં પીરસવામાં આવે ‘હલાલ ફૂડ’: એર ઇન્ડિયાએ કર્યું એલાન, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

    એર ઇન્ડિયાના નવા આદેશ અનુસાર, હલાલ સર્ટિફિકેટ હવે માત્ર 'મુસ્લિમ ફૂડ' (MOML) માટે જ માન્ય રહેશે અને તેને પણ અગાઉથી બુક કરવામાં આવશે. માત્ર સાઉદી આરબ અને હજ જેવી ફ્લાઇટ્સમાં જ 'હલાલ ફૂડ' ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    - Advertisement -

    ‘હલાલ સર્ટિફાઇડ’ (Halal Certified) પ્રોડક્ટને લઈને ટાટાના (TATA) આધિપત્ય હેઠળની એર ઇન્ડિયાએ (Air India) મહત્વપૂર્ણ એલાન કર્યું છે. યાત્રિકોની સુવિધાને ધ્યાને રાખીને એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે, હવે હિંદુ (Hindu) અને શીખ (Sikh) સમુદાયના યાત્રિકોને ‘હલાલ ફૂડ’ (Halal Food) પીરસવામાં આવશે નહીં. વિસ્તારાના (Vistara) એર ઇન્ડિયા સાથે વિલીનીકરણ અને તેની કામગીરીમાં અનેક ગણો વધારો થવાથી હવે એરલાઇન કંપનીએ મુસાફરો માટે ભોજનનું પ્રી-બુકિંગ ફરજિયાત કરી દીધું છે. હલાલ ફૂડ હિંદુ અને શીખ સમુદાયને નહીં પીરસવાના એર ઇન્ડિયાના નિર્ણયને હિંદુ અને શીખ સમુદાયના લોકોએ વધાવી લીધો છે.

    એર ઇન્ડિયાના નવા આદેશ અનુસાર, હલાલ સર્ટિફિકેટ હવે માત્ર ‘મુસ્લિમ ફૂડ’ (MOML) માટે જ માન્ય રહેશે અને તેને પણ અગાઉથી બુક કરવામાં આવશે. માત્ર સાઉદી આરબ અને હજ જેવી ફ્લાઇટ્સમાં જ ‘હલાલ ફૂડ’ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એર ઇન્ડિયાએ કહ્યું છે કે, “MOML સ્ટીકર લેબલવાળું ભોજન પણ પ્રી-બુકિંગ બાદ જ આપવામાં આવશે. આ સાથે સાઉદી સેક્ટર માટે નોનવેજ ભોજન હલાલ હશે. તે સિવાય હજ ફ્લાઇટ્સની સાથે જેદા, દમ્મ્મ, રિયાદ અને મદીના સેક્ટર્સ માટે જ હલાલ સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવશે.”

    મુસ્લિમ મીલનું પણ બદલાઈ જશે નામ

    થોડા દિવસો પહેલાં હલાલ સર્ટિફાઇડ ફૂડને ‘મુસ્લિમ મીલ’ નામ આપવામાં આવ્યું હતું. જેના કારણે એર ઇન્ડિયાની ખૂબ ટીકા પણ કરવામાં આવી હતી. જ્યારે હવે કંપનીએ નિર્ણય લીધો છે કે, મુસ્લિમ મીલ’નું નામ બદલીને ‘સ્પેશ્યલ મીલ’ કરી દેવામાં આવશે. આ માટેની એડવાઇઝરી પણ જારી કરી દેવામાં આવી છે. ‘મુસ્લિમ મીલ’ શબ્દને લઈને રાજકારણ પણ ગરમાયું હતું. રાજકીય પાર્ટીઓએ પણ તેનો વિરોધ કર્યો હતો. જે બાદ હવે તે નામ બદલી નાખવામાં આવ્યું છે.

    - Advertisement -

    આ બધા પરિવર્તનને લઈને એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું છે કે, “અમે હંમેશા યાત્રિકોની સુવિધા માટે ફૂડ ઓપ્શન આપ્યા છે. હવે ફૂડ સર્વિસને સુવ્યવસ્થિત અને સુચારું કરવામાં આવી છે. આ હેઠળ ભોજનનું બુકિંગ પહેલાં કરવાનું રહેશે.” નોંધવા જેવું છે કે, વિસ્તારા એરલાઇન્સના વિલય પહેલાં એર ઇન્ડિયા પ્રમાણે નાની કંપની ગણવામાં આવતી હતી, પરંતુ હવે એર ઇન્ડિયાના વિશાળ આકારને લઈને જરૂરી તમામ બદલાવ કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં