Friday, November 22, 2024
More
    હોમપેજદેશસુપ્રીમ કોર્ટનું વેકેશન હવે કહેવાશે 'આંશિક કાર્યદિવસ', 'વેકેશન જજ' શબ્દ પણ દૂર...

    સુપ્રીમ કોર્ટનું વેકેશન હવે કહેવાશે ‘આંશિક કાર્યદિવસ’, ‘વેકેશન જજ’ શબ્દ પણ દૂર કરાયો: નિવૃત્ત થતાં-થતાં નિયમો બદલી ગયા CJI ચંદ્રચૂડ

    CJIની સૂચના પર સુપ્રીમ કોર્ટે ‘ઉનાળુ વેકેશન’ શબ્દની જગ્યાએ ‘આંશિક કાર્યકારી દિવસ’ શબ્દોનો પ્રયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી સાથે તેના નિયમોમાં સુધારો કર્યો છે. સાથેસાથે હવે વૅકેશન જજ નહીં પણ માત્ર જજ તરીકે જ સંબોધન કરવામાં આવશે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ઉનાળાની રજાઓ હોય છે. દરમ્યાન, વેકેશન બેન્ચ કામ કરે છે, પણ કોર્ટની કાર્યક્ષમતા પર અસર થતી હોવાના કારણે અવારનવાર આ પદ્ધતિ પર સવાલો ઉઠતા રહ્યા છે. ત્યારે હવે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે આ પદ્ધતિમાં અમુક ફેરફારો કર્યા છે. હવે સુપ્રીમ કોર્ટમાં ‘વેકેશન’ નહીં પણ આંશિક કાર્યદિવસ (Partial Working Day) હશે. બીજું, વેકેશન જજ પણ નહીં હોય, તેના સ્થાને માત્ર ‘જજ’ જ કહેવામાં આવશે.

    આ મામલે 5 નવેમ્બર, 2024ના રોજ એક અધિકારીક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો હતો, જ્યારે ડીવાય ચંદ્રચૂડ નિવૃત્ત થઈ રહ્યા છે. શુક્રવારે (8 નવેમ્બર) તેમનો અંતિમ કાર્યદિવસ હશે. 10 નવેમ્બરે તેઓ વયનિવૃત્ત થઈ રહ્યા છે.

    CJIની સૂચના પર સુપ્રીમ કોર્ટે ‘ઉનાળુ વેકેશન’ શબ્દની જગ્યાએ ‘આંશિક કાર્યકારી દિવસ’ શબ્દોનો પ્રયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી સાથે તેના નિયમોમાં સુધારો કર્યો છે. સાથેસાથે હવે વેકેશન જજ નહીં પણ માત્ર જજ તરીકે જ સંબોધન કરવામાં આવશે.

    - Advertisement -

    ‘વેકેશન જજ’ની જગ્યાએ માત્ર ‘જજ’ શબ્દનો ઉલ્લેખ

    કોર્ટે કહ્યું કે, નિયમોમાં સંશોધન કરવાનો ઉદેશ્ય મેથી જુલાઈના સમયગાળા દરમિયાન સુપ્રીમ કોર્ટ સંપૂર્ણ નિષ્ક્રિય રહે છે એવી ધારણાને દૂર કરવાનો છે. સંશોધન દ્વારા રજૂ કરાયેલ નવી પરિભાષા અનુસાર 2025 સુપ્રીમ કોર્ટના કેલેન્ડર મુજબ, આંશિક કોર્ટ કામકાજના દિવસો 26મી મે 2025થી શરૂ થશે અને 14મી જુલાઈ 2025ના રોજ સમાપ્ત થશે. સર્વોચ્ચ અદાલતે ‘વેકેશન જજ’ ની જગ્યાએ ફક્ત ‘જજ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. જેનાથી એ બાબત પર ધ્યાન દોરી શકાય કે રજાઓ દરમિયાન પણ કોર્ટમાં કામકાજ ચાલુ જ હોય છે.

    અહેવાલ મુજબ જેમાં નિર્ણય લેવામાં આવ્યો તે બેઠકમાં મુખ્ય ન્યાયાધીશે એવું સૂચન કર્યું હતું કે ‘ઉનાળુ વેકેશન’ શબ્દ એવું પ્રસ્થાપિત કરે છે કે આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટની કાર્યવાહી સંપૂર્ણપણે બંધ હોય છે. તેથી તેમાં સુધારો કરવામાં આવ્યો છે. ન્યાયાધીશોના મતે ‘આંશિક કાર્યકારી દિવસ’ એ વાસ્તવિકતાને સામે લાવશે કે રજાઓ દરમિયાન પણ કોર્ટની કાર્યવાહી બંધ હોતી નથી.

    કેમ લેવામાં આવ્યો નિર્ણય

    ન્યાયાધીશોના માટે ‘આંશિક કાર્યકારી દિવસ’ એ બાબતને ઉજાગર કરશે કે રજાઓ દરમિયાન પણ ન્યાયાધીશો અને સહાયક સ્ટાફ તાત્કાલિક કેસો પર સુનાવણી કરે છે. આ ઉપરાંત ડ્રાફ્ટ બનાવવા, કેસો માટે નિર્ણયો લેવા માટે પણ કામકાજ ચાલુ જ હોય છે. આ બધું જ કામ ‘ઉનાળુ વેકેશન’ની રજાઓ દરમિયાન પણ ચાલુ જ હોય છે.

    ઉલ્લેખનીય છે કે આ નિર્ણય લેતાં સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રાર મહેશ ટી. પાટણકરે આ આદેશ જારી કર્યો હતો. જે આદેશ અનુસાર ‘આંશિક કાર્યકારી દિવસો’ની અવધિ અને કોર્ટ ઓફિસ માટે રજાઓની સંખ્યા મુખ્ય ન્યાયાધીશ નક્કી કરશે. આદેશમાં એવું પણ છે કે રવિવારને બાદ કરતાં આ રજાઓ વધુમાં વધુ 95 દિવસ સુધીની જ રહેશે. આ ઉપરાંત મુખ્ય ન્યાયાધીશની સૂચના મુજબ કોર્ટ કચેરીઓ અને આંશિક કોર્ટ કામકાજના દિવસો અને રજાના દિવસોમાં ખુલ્લી રહેશે.

    સુપ્રીમ કોર્ટનો આદેશ (ફોટો: અમર ઉજાલા)

    આ સિવાય આદેશમાં ઉલ્લેખ છે કે કોર્ટ એક વર્ષમાં બે સત્રોમાં કામ કરશે. પ્રથમ સત્ર ક્રિસમસ અને નવા વર્ષની રજાઓથી શરૂ થશે અને ડિસેમ્બરના દરેક દિવસના અંત સુધી ચાલશે. જ્યારે બીજું સત્ર ક્રિસમસ અને નવા વર્ષની રજાઓના અંતથી શરૂ થઈને આંશિક કોર્ટ કામકાજના દિવસોની શરૂઆત સુધી ચાલુ રહેશે.

    રજાઓ દરમિયાન CJI કરી શકશે ન્યાયાધીશોની નિમણૂક

    ઉપરાંત મુખ્ય ન્યાયાધીશ આંશિક કોર્ટના કામકાજના દિવસો દરમિયાન અને રજાઓના દિવસોમાં કોઈપણ મહત્વપૂર્ણ કેસ અથવા અન્ય કોઈ કેસની સુનાવણી માટે એક અથવા વધુ ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. હાલની વ્યવસ્થામાં સુપ્રીમ કોર્ટમાં દર વર્ષે ઉનાળા અને શિયાળાની રજાઓ હોય છે. જોકે, આ સમયગાળા દરમિયાન સુપ્રીમ કોર્ટ સંપૂર્ણપણે બંધ રહેતી નથી. ઉનાળા દરમિયાન CJI મહત્વપૂર્ણ કેસોની સુનાવણી માટે વેકેશન બેન્ચ બનાવે છે.

    નોંધનીય બાબત છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે માર્ચ, 2023માં એક મીડિયા ઇવેન્ટમાં આ મામલે ધ્યાન દોરતાં કહ્યું હતું કે ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો વર્ષમાં 200 દિવસ (લગભગ સાડા છ મહિના) કોર્ટમાં બેસે છે. જ્યારે યુએસ સુપ્રીમ કોર્ટ 80 દિવસ માટે બેસે છે, ઓસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટ 100 દિવસથી ઓછા સમય માટે બેસે છે, અને યુકે અને સિંગાપોરની સુપ્રીમ કોર્ટ 145 દિવસ માટે બેસે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં