Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા‘પ્રભાવશાળી વ્યક્તિ છે PM મોદી, આખું વિશ્વ તેમને ચાહે છે’: ચૂંટણીમાં જીત...

    ‘પ્રભાવશાળી વ્યક્તિ છે PM મોદી, આખું વિશ્વ તેમને ચાહે છે’: ચૂંટણીમાં જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન સાથે કરી ટેલિફોનિક વાતચીત, કહ્યું- મોદી અને ભારતને સાચા મિત્ર તરીકે જોઉં છું 

    વડાપ્રધાન મોદીએ X પર એક પોસ્ટ કહ્યું, “મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત થઈ અને તેમને ભવ્ય વિજય બદલ શુભકામનાઓ પાઠવી. ટેકનોલોજી, ડિફેન્સ, એનર્જી, સ્પેસ અને અન્ય અનેક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરીને ભારત-અમેરિકાના સંબંધોને ફરી મજબૂત બનાવીશું.”

    - Advertisement -

    અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) ભવ્ય વિજય બાદ વડાપ્રધાન મોદી (PM Modi) અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. જેમાં વડાપ્રધાને ટ્રમ્પને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા અને બંને દેશોના નાગરિકોના કલ્યાણ માટે સાથે મળીને કામ કરવાની વાત કહી. બીજી તરફ, ટ્રમ્પે પણ ભારત અને મોદીની પ્રશંસા કરીને કહ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ તેમણે સૌથી પહેલાં જે વિશ્વનેતાઓ સાથે વાત કરી તેમાંથી પીએમ મોદી એક છે. 

    વડાપ્રધાન મોદીએ X પર એક પોસ્ટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. તેમણે લખ્યું, “મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત થઈ અને તેમને ભવ્ય વિજય બદલ શુભકામનાઓ પાઠવી. ટેકનોલોજી, ડિફેન્સ, એનર્જી, સ્પેસ અને અન્ય અનેક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરીને ભારત-અમેરિકાના સંબંધોને ફરી મજબૂત બનાવીશું.”

    સૂત્રો દ્વારા મીડિયામાં જે માહિતી આવી છે તે અનુસાર, બંને નેતાઓએ વિશ્વશાંતિ માટે સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું હતું. 

    - Advertisement -

    ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીતમાં કહ્યું હતું કે, આખું વિશ્વ નરેન્દ્ર મોદીને ચાહે છે અને ભારત એક ભવ્યતાથી ભરપૂર દેશ છે અને પીએમ મોદી પ્રભાવશાળી વ્યક્તિ છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ભારત અને પીએમ મોદીને સાચા મિત્ર તરીકે જુએ છે. 

    પીએમ મોદી સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હોવાનું જાણવા મળે છે. આ સિવાય સાઉદી અરબના શાસક મોહમ્મદ બિન સલમાન સાથે પણ વાત કરી હતી. આ એ વિશ્વનેતાઓ છે, જેમની સાથે ડોનાલ્ડ ટ્રમ્પે જીત બાદ તરત વાત કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ બહુમતી સાથે જીતી આવ્યા છે. તેમની સામે ડેમોક્રેટ તરફથી ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ ઉમેદવાર હતાં, પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો. ટ્રમ્પને 295 ઇલેક્ટોરલ વૉટ મળ્યા, જ્યારે હૅરિસ 226 વૉટ જ જીતી શક્યાં. 

    ટ્રમ્પ હવે બીજી વખત વ્હાઇટ હાઉસ પરત ફરશે. આ સાથે તેમણે 132 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે. આ પહેલાં અમેરિકામાં માત્ર એક જ વખત બન્યું હતું જ્યારે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ એક ચૂંટણી હાર્યા બાદ બીજી ચૂંટણીમાં જીતીને ફરી રાષ્ટ્રપતિ બન્યા હોય. ટ્રમ્પનો કાર્યકાળ 2025થી 2029 સુધીનો રહેશે. તેઓ જાન્યુઆરી, 2025માં શપથગ્રહણ કરશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં