મહારાષ્ટ્રના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યા બાદ બિહારના પૂર્ણિયાથી (Bihar Purniya) સાંસદ પપ્પુ યાદવે (Pappu Yadav) X પર લખ્યું હતું કે, કાયદો અનુમતિ આપે તો તેઓ 24 કલાકની અંદર લૉરેન્સ ગેંગની ખતમ કરી નાખશે. તેમની આ પોસ્ટ બાદ તેમણે દાવો કર્યો હતો કે લૉરેન્સ તરફથી તેમને ધમકી મળી રહી છે અને બાદમાં આ જ દાવાને લઈને તેમણે સરકાર પાસે સુરક્ષાની માંગ પણ કરેલી. ત્યારે હવે પપ્પૂ યાદવે નવું નિવેદન આપીને કહ્યું છે કે તેમણે લૉરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) સાથે વાત કરી છે અને કહ્યું છે કે તેને (લૉરેન્સને) જેને મારવા હોય તેને મારે મારે તેની સાથે કોઈ લાગતું વળગતું નથી.
Pappu Yadav apologises? Says that I have told Lawrence on the phone that brother whether you kill Salman or anyone else, I have nothing to do with it…… pic.twitter.com/3qvNhyQide
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 1, 2024
તાજેતરમાં જ લૉરેન્સના નામે ચર્ચામાં આવ્યા બાદ બિહારના પૂર્ણિયાથી સાંસદ પપ્પૂ યાદવે નવો વિડીયો જાહેર કર્યો છે. તેમણે આ વિડીયોમાં કહ્યું છે કે, તેમણે લૉરેન્સ સાથે વાત કરી છે અને કહ્યું છે કે, “તે સલમાન ખાનને મારે કે અન્ય કોઈને મારે,મારે તેની સાથે કોઈ જ લેવા દેવા નથી.” તેમણે આ નિવેદન બાદ તેમણે (લૉરેન્સ બિશ્નોઈ તરફે ધમકી મળવાના દાવાને લઈને) તેમ પણ કહ્યું હતું કે આવા મામલામાં ન્યાય પ્રણાલીએ પોતે જ સજ્ઞાન લઈને કાર્યવાહી કરવી જોઈએ.
પપ્પૂ યાદવે સરકારને તેમ પણ કહ્યું હતું કે સુરક્ષા આપવાનું કામ તેમનું છે અને સરકારે આ મામલે સુરક્ષા પ્રદાન કરવી જોઈએ. મહત્વનું છે કે આ આખા ઘટનાક્રમ દરમિયાન નાટકીય ઢબે પપ્પૂ યાદવનો ગૃહકંકાસ પણ સામે આવ્યો હતો. લૉરેન્સ વિરુદ્ધ નિવેદનો આપ્યા બાદ યાદવનાં પત્ની અને કોંગ્રેસનાં રાજ્યસભા સાંસદ રંજીત રંજને કહ્યું કે, “તેમને કે તેમના પરિવારને પપ્પૂ યાદવે લૉરેન્સ બિશ્નોઈ માટે આપેલા નિવેદનો સાથે કશું જ લાગતું-વળગતું નથી.” છેલ્લા 2 દિવસના ઘટનાક્રમ બાદ હવે પપ્પૂ યાદવ કહી રહ્યા છે કે તેમણે સામાજિક રીતે લૉરેન્સની વાત કરી હતી, તે કોઈને પણ મારે તેની સાથે તેમને કશું લાગતું વળગતું નથી.