Thursday, October 31, 2024
More
    હોમપેજદેશ‘આયુષ્માન ભારત’ લાગુ ન કરવા બદલ દિલ્હી-બંગાળની સરકારો પર PM મોદીના પ્રહાર:...

    ‘આયુષ્માન ભારત’ લાગુ ન કરવા બદલ દિલ્હી-બંગાળની સરકારો પર PM મોદીના પ્રહાર: ડેટા સાબિત કરે છે કે લાભાર્થી રાજ્યોની યાદીમાં ટોચના સ્થાને રહ્યાં છે વિપક્ષશાસિત રાજ્યો

    આયુષ્યમાન ભારત વિશેના વડાપ્રધાન મોદીના ઘણા સંદર્ભોમાંથી ત્રણ મુખ્ય વાતો ઊભરીને સામે આવે છે, જે દર્શાવે છે કે આ યોજનાએ કેવી રીતે રાજકીય સરહદોથી પરે જઈને હાંસિયા પર ધકેલાઈ ગયેલા વર્ગ માટે સુરક્ષાની વિશાળ જાળ પાથરી દીધી છે.

    - Advertisement -

    29 ઑક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) દિલ્હી (Delhi) અને પશ્ચિમ બંગાળની (West Bengal) સરકારોની ટીકા કરી હતી. તેમણે દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) સરકાર અને બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર (TMC) પર આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના (PM-JAY) લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે તેની પાછળ ‘રાજકીય નિર્ણય’ હોવાનું પણ કહ્યું હતું, જે નિર્ણય આ રાજ્યોમાં વૃદ્ધોને યોજના હેઠળ મળતા લાભોથી અળગા રાખે છે. વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળ અને દિલ્હીના તમામ વૃદ્ધોની માફી માંગી હતી અને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમારી મદદ કરી શકતી નથી.

    વડાપ્રધાન મોદીએ તે વાત પર દુઃખ વ્યક્ત કર્યું હતું કે, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં 70 વર્ષ અથવા તો તેનાથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને ‘રાજકીય સમસ્યા’ઓના કારણે યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, “પ્રશાસન ‘સ્વાર્થી’ છે અને માનવતા માટે સહેજ પણ ચિંતિત નથી.”

    ધન્વંતરિ જયંતિના અવસર પર પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “હું દિલ્હી અને પશ્ચિમ બંગાળના 70 વર્ષથી વધુની ઉંમરના તમામ વૃદ્ધોની માફી માંગુ છું. કારણ કે, હું આપની સેવા કરી શકતો નથી. હું માફી માંગુ છું, કારણ કે મને ખ્યાલ આવી જશે કે તમે હેરાન છો. મને જાણ થશે, પરંતુ હું તમારી કોઈ મદદ કરી શકીશ નહીં. તેનું કારણ એ છે કે, દિલ્હી અને પશ્ચિમ બંગાળની સરકારો આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલી નથી. રાજકારણના લીધે મને દિલ્હી અને પશ્ચિમ બંગાળના વૃદ્ધોની સેવા કરવાથી રોકવામાં આવી રહ્યો છે, જે દિલ્હીમાં હું આ બોલી રહ્યો છું, ત્યાં મને ખૂબ તકલીફ થઈ રહી છે.”

    - Advertisement -

    આ હરોળમાંથી બહાર નિકળનારું ઓડિશા ત્રીજું રાજ્ય છે, જે હાલમાં કેન્દ્ર સાથે આ યોજનાને લાગુ કરવા માટેની ચર્ચા કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકની BJDના દાયકાઓ જૂના પ્રભુત્વને ઉઘાડી ફેંક્યું છે અને ત્યાં સરકાર બનાવી છે. PM મોદીએ વિસ્તૃત આયુષ્માન ભારત વીમા કાર્યક્રમને રજૂ કરવા માટે પ્રતીકાત્મક સંકેત તરીકે ચાર લાભાર્થીઓને ‘આયુષ્માન વ્યય કાર્ડ’ પણ એનાયત કર્યા છે. તેમણે પોતાની સરકારી મુખ્ય સ્વાસ્થ્ય વીમા પહેલને 70 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના તમામ લોકો સુધી વિસ્તરીત પણ કરી છે. 70 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકો કોઈપણ ભેદભાગ વગર તેમાં સામેલ થશે અને તેમને કાર્ડ પણ આપવામાં આવશે.

    શું કહે છે વિપક્ષશાસિત રાજ્યોના લાભાર્થીઓના આંકડા?


    પીએમ મોદીએ કહ્યું છે કે, રાજકારણના કારણે લોકોના કલ્યાણમાં સમસ્યાઓ આવે છે. આ બાબત જો તથ્યાત્મક આંકડાઓ જોઈએ તો પણ સમજાય જાય એવી છે. યોજનાની શરૂઆતનાં 6 વર્ષ બાદ તે સ્પષ્ટ થઈ આવે છે કે, વિપક્ષશાસિત રાજ્યોએ ફાળવામાં આવેલા કુલ નાણાંના એક મોટા હિસ્સાનો ઉપયોગ કર્યો છે. તાજા આંકડાઓ અનુસાર, આ યોજના હેઠળ હમણાં સુધીમાં 35,66,97,524 આયુષ્માન કેસ બનાવવામાં આવ્યા છે અને 6,86,17,508 લોકો હોસ્પિટલમાં દાખલ પણ થયા છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, સરકાર આ વર્ષે 15 જાન્યુઆરી સુધીમાં કુલ ₹79,227 કરોડનો ખર્ચ કરી ચૂકી છે.

    સૌથી વધુ આયુષ્માન કાર્ડ ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવ્યા છે. તે બાદ મધ્ય પ્રદેશ અને બિહાર આવે છે. જ્યારે સૌથી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયા હોય તેવા રાજ્યોમાં તમિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાન આવે છે. આ રાજ્યોમાં લોકોએ સૌથી વધુ આયુષ્માન યોજનાનો લાભ લીધો છે. સૌથી વધુ સૂચિબદ્ધ હોસ્પિટલો ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ત્યારબાદ ગુજરાતમાં આવેલી છે.

    કર્ણાટક, કેરળ, ઝારખંડ, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુ સહિત વિપક્ષશાસિત સાત રાજ્યોમાં આ યોજના હેઠળ હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા 45% હતી. આ ઉપરાંત આ લોકોને સારવારના વળતર તરીકે 35% હિસ્સો પ્રાપ્ત થયો હતો, જે રાજકીય પક્ષોની યોજનાઓના મહત્વપૂર્ણ પ્રભાવને દર્શાવે છે.

    હાંસિયામાં ધકેલાયેલા વર્ગ માટે યોજના બની છે સુરક્ષાની જાળ

    આયુષ્યમાન ભારત વિશેના વડાપ્રધાન મોદીના ઘણા સંદર્ભોમાંથી ત્રણ મુખ્ય વાતો ઊભરીને સામે આવે છે, જે દર્શાવે છે કે આ યોજનાએ કેવી રીતે રાજકીય સરહદોથી પરે જઈને હાંસિયા પર ધકેલાઈ ગયેલા વર્ગ માટે સુરક્ષાની વિશાળ જાળ પાથરી દીધી છે. આ યોજનાનો પ્રાથમિક હેતુ ઓછી આવક ધરાવતા પરિવારોના ખિસ્સામાંથી થતા ખર્ચમાં ઘટાડો કરવાનો છે. બીજો ધ્યેય, ઇમરજન્સી સંભાળ અને જરૂરી મેડિકલ સારવાર સુધી પહોંચ પ્રદાન કરવાનો છે, જેનો ખર્ચ પહેલાં અનેક પરિવારો ઉઠાવી શકતા નહોતા અને ત્રીજી મહત્વની વાત તેની અસરની છે. આજે આ યોજનાથી અસરો ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોમાં જોવા મળી રહી છે.

    વડાપ્રધાન મોદીએ તે વાત પર ભાર આપ્યો છે કે, આ યોજના, વિશ્વાસ બનાવી રાખવા માટે ખૂબ જરૂરી છે, ભલે પછી આરોગ્યનો હવાલો છેલ્લે રાજ્ય સરકાર પાસે જ કેમ ના હોય. આ પહેલે કેન્દ્ર સરકારને રાજ્યોની સીમાથી પરે જઈને નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટેની એક મુખ્ય શક્તિ તરીકે સ્થાપિત કરી છે. વિપક્ષશાસિત સાત રાજ્યોના આંકડા અનુસાર, આ યોજના તે પરિવારોને મહત્વપૂર્ણ આર્થિક સહાય આપે છે, જેને વિશેષ સંભાળ, ખાસ કરીને જૂની અથવા તો જીવલેણ બીમારીઓના ખર્ચની મુશ્કેલી ઊભી થાય છે.

    ફોટો સાભાર- ઇન્ડિયન એક્સપ્રેસ

    દાખલા તરીકે, સામાન્ય શસ્ત્રક્રિયા, બાળ ચિકિત્સા અને સામાન્ય દવા તમિલનાડુમાં સૌથી વધુ આર્થિક રીતે સહાયિત વિશેષતાઓ છે. જ્યારે કેરળ તેના ખર્ચને કાર્ડિયોલોજી, જનરલ મેડિસિન અને ઓર્થોપેડિક્સ પર કેન્દ્રિત કરે છે, ત્યારે કર્ણાટકે મોટાભાગની રકમ કાર્ડિયોલોજી, કાર્ડિયો-થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરી અને ન્યુરોસર્જરી માટે ફાળવી છે. ઉત્તરીય રાજ્યોની વાત કરીએ તો પંજાબમાં ઓર્થોપેડિક્સ, જનરલ સર્જરી અને કાર્ડિયોલોજીને મોટાભાગનું ભંડોળ મળ્યું છે. જ્યારે ઝારખંડે તેની રકમ નેત્ર ચિકિત્સા, સામાન્ય સર્જરી અને સામાન્ય દવા પર લગાવી છે. ઉપરાંત હિમાચલ પ્રદેશે તેના મોટા ભાગના પૈસા કાર્ડિયોલોજી, જનરલ સર્જરી અને સામાન્ય દવા પર ખર્ચ્યા છે.

    આરોગ્યસંભાળની માંગમાં પ્રાદેશિક તફાવતો પણ ખર્ચ દ્વારા જાણવા મળે છે. ઉદાહરણ તરીકે, પંજાબ અને ઝારખંડ જેવા ઉત્તરીય પ્રદેશોમાં ઓર્થોપેડિક્સ અને નેત્ર ચિકિત્સાને પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે કર્ણાટક અને કેરળ જેવા દક્ષિણી રાજ્યોમાં કાર્ડિયાક અને ન્યુરો-સંબંધિત સારવારની ખૂબ જ માંગ છે. આ દર્શાવે છે કે આ યોજના વિવિધ પ્રદેશોની હેલ્થકેર જરૂરિયાતો માટે કેટલી અનુકૂળ અને સરળ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં