Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'પર્યાવરણના નામે માત્ર હિંદુ તહેવારનો વિરોધ કેમ? બદલાવની જરૂર બધે જ': RSS...

    ‘પર્યાવરણના નામે માત્ર હિંદુ તહેવારનો વિરોધ કેમ? બદલાવની જરૂર બધે જ’: RSS પ્રમુખ મોહન ભાગવતે દિવાળી પર ફટાડકા ફોડવાની પરંપરા પાછળ સમજાવ્યું વિજ્ઞાન- વિડીયો વાયરલ

    મોહન ભાગવતે હિંદુ તહેવારો પર 'જ્ઞાન' આપતા લોકોને ટકોર કરતાં કહ્યું કે, "તે સમયે તેનો ઉપયોગ હતો. આજે પણ તેનો ઉપયોગ છે કે? સીધી વાત છે, આજે તેનો ઉપદ્રવ છે. બદલો. પરંતુ માત્ર હિંદુઓના તહેવારો પર જ વિરોધ કેમ? તમામનું પરીક્ષણ આવી રીતે કરો. દેશ અને પરિસ્થિતિ પ્રમાણે બદલો, તમામમાં બદલાવની જરૂર છે."

    - Advertisement -

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંચચાલક મોહન ભાગવતનો (Mohan Bhagwat) એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે ફડકડા (Firecrackers) ફોડવાની પરંપરા પાછળના વિજ્ઞાન વિશે પણ ચર્ચા કરી છે અને હાલમાં સમાજસુધાર અને પર્યાવરણના નામે માત્ર હિંદુ તહેવારોને ટાર્ગેટ કરતા લોકોને ટકોર પણ કરી છે.

    તેમણે એક નિવેદનમાં કહ્યું કે, “પહેલાં જે ફટાકડા બનતા હતા, તે ભેળસેળ વગર શુદ્ધ દારૂગોળાના બનતા હતા. તે સમયે ખેતીનું તમામ કામ પૂર્ણ થયા બાદ, એક પાક આવ્યા પછી વરસાદના સમયે જે નવા જંતુઓ બનતા હતા તે પાકને ખૂબ નુકસાન પહોંચાડતા હતા. ફટાકડાના ધુમાડાના કારણે તેના પર થોડું નિયંત્રણ આવતું હતું.”

    મોહન ભાગવતે હિંદુ તહેવારો પર ‘જ્ઞાન’ આપતા લોકોને ટકોર કરતાં કહ્યું કે, “તે સમયે તેનો ઉપયોગ હતો. આજે પણ તેનો ઉપયોગ છે કે? સીધી વાત છે, આજે તેનો ઉપદ્રવ છે. બદલો. પરંતુ માત્ર હિંદુઓના તહેવારો પર જ વિરોધ કેમ? તમામનું પરીક્ષણ આવી રીતે કરો. દેશ અને પરિસ્થિતિ પ્રમાણે બદલો, તમામમાં બદલાવની જરૂર છે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “કર્મકાંડ કોઈ દ્રોહરેખા નથી, તે પરિવર્તનશીલ છે અને હિંદુઓમાં તેનો પ્રતિબંધ પણ નથી. તમે ઘરમાં બેસીને વિચાર કરો અને પછી બહાર નીકળીને કહેવા લાગો કે, હું વિદ્વાન છું, બદલી નાખો. તો આવું ન કરવું જોઈએ. સમાજ અને મનને બદલવું પડે છે. વાત કરતાં સમયે હિંદુ ધર્મની ‘અનિષ્ટ પ્રથા’ આવું કેમ કહો છો ભાઈ?, તમે એવું કહો કે, પર્યાવરણ માટે જોખમ છે અને હિંદુ ધર્મમાં પરિવર્તનની પ્રથા છે. તો લોકો માનશે પણ.”

    તેમણે વધુમાં કહ્યું કે, “જે પદ્ધતિથી આ કરવામાં આવે છે, તે પદ્ધતિ મનમાં શંકા પેદા કરે છે. જો વાસ્તવમાં આવો હેતુ હોય તો ન કરવું જોઈએ અને જો ઉદ્દેશ્ય સારો હોય તો તે ઉદ્દેશ્ય લોકોના ધ્યાને આવે તે રીતે કરવાનું હોય. ત્યારપછી અમારા ધર્મચાર્યો પણ આ વિષય પર વિચાર કરશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં