Friday, November 22, 2024
More
    હોમપેજદેશજમ્મુ કાશ્મીરમાં LOC નજીક ભારતીય સેનાના પર ભીષણ આતંકવાદી હુમલો: સેનાના 2...

    જમ્મુ કાશ્મીરમાં LOC નજીક ભારતીય સેનાના પર ભીષણ આતંકવાદી હુમલો: સેનાના 2 જવાન વીરગતી પામ્યા, 3 ઘાયલ; જવાબી કાર્યવાહી શરૂ

    ભારતીય સેનાની 18મી રાષ્ટ્રીય રાયફલની (18th Rashtriya Rifles) ટુકડી બૂથાપાતરી ગુલમર્ગ ઘાટીમાં આવેલી નગીન પોસ્ટ નજીકથી પસાર થઈ રહી હતી. આ જગ્યા પાકિસ્તાનની બોર્ડરની નિયંત્રણ રેખાથી (લાઈન ઓફ કન્ટ્રોલ) સાવ નજીક આવેલી છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં (Jammu & Kashmir) પાકિસ્તાનની સરહદ (LOC) નજીક સેનાના જવાનો પર આતંકવાદી હુમલો (Terrorist attack) થયો છે. પહેલાથી જ સંતાઈને આતંકવાદીઓએ ભારતીય સેનાના વાહન પર હુમલો (Attack on Indian Army) કરી દેતા 2 જવાન વીરગતી પામ્યા (2 soldiers martyred ) છે. આ હુમલામાં 2 પોર્ટરના (સમાન ઊંચકનાર) પણ મોત નીપજ્યા છે. આ સિવાય 3 જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. હાલ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા ઘેરો વધારી દેવામાં આવ્યો છે, સેના અને પોલીસ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય સેનાની 18મી રાષ્ટ્રીય રાયફલની (18th Rashtriya Rifles) ટુકડી બૂથાપાતરી ગુલમર્ગ ઘાટીમાં આવેલી નગીન પોસ્ટ નજીકથી પસાર થઈ રહી હતી. આ જગ્યા પાકિસ્તાનની બોર્ડરની નિયંત્રણ રેખાથી (લાઈન ઓફ કન્ટ્રોલ) સાવ નજીક આવેલી છે. સેનાના જવાનો પસાર થાય તે પહેલા જ આતંકવાદીઓ અહીં ઘાત લગાવીને બેસી ગયા હતા. જેવી તેમણે સેનાની ગાડી જોઈ કે અંધાધુંધ ગોળીબાર કરી દીધો. અચાનક થયેલા આ હુમલાથી સેનાના જવાનો પણ તરત હરકતમાં આવ્યા અને જવાબી ફાયરિંગ કર્યું.

    કહેવામાં આવી રહ્યું છે કે આ ભીષણ હુમલા દરમિયાન એક આતંકવાદી પણ ઘાયલ થયો છે. બીજી તરફ બારામુલા પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરીને સેના અને આતંકવાદીઓ વચ્ચે ગન ફાઈટની માહિતી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ એક એમ્બુશ એટેક હતો. કદાચ એટલે જ ભારતીય સેનાએ બે જવાનોને ખોવાનો વારો આવ્યો. નોંધવું જોઈએ કે આતંકવાદીઓ પાકિસ્તાન બોર્ડર પરથી ઘૂસણખોરી અને તસ્કરી માટે થઈને આ પ્રકારના ફાયરીંગ કરતી હોય છે, જેથી કરીને સુરક્ષાદળોનું ધ્યાન સીમા પરથી હતે.

    - Advertisement -

    અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર આ આખી આતંકવાદી હુમલાની ઘટનામાં પહેલા કેટલાક લોકો ગંભીર ઘાયલ થયા હોવાનું સામે આવ્યું હતું. ઘાયલોમાં ભારતીય સેનાના 5 જવાન અને 2 પોર્ટરો હોવાની માહિતી આપવામાં આવી હતી. જોકે બાદમાં 2 જવાનના વીરગતી પામ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેના થોડા જ સમય બાદ ઘાયલ પોર્ટરોએ પણ દમ તોડી દીધો હોવાની માહિતી સામે આવી હતી. અન્ય ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં