Thursday, October 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'જ્યાં પણ ગયા, ત્યાં ફેલાવી અશાંતિ': ઇસ્લામિક દેશે રોહિંગ્યા મુસ્લિમોને પોતાની ધરતી...

    ‘જ્યાં પણ ગયા, ત્યાં ફેલાવી અશાંતિ’: ઇસ્લામિક દેશે રોહિંગ્યા મુસ્લિમોને પોતાની ધરતી પણ પગ પણ ન મુકવા દીધો, લાકડાની હોડીમાં બેસીને ઇન્ડોનેશિયામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા 140 લોકો

    આ રોહિંગ્યાઓ લાકડાની હોડીમાં બેસીને બાંગ્લાદેશના કોકસ બજારથી રવાના થયા હતા. લગભગ બે અઠવાડિયા સુધી દરિયો ખેડીને તેઓ ઇન્ડોનેશિયાના ઉત્તરી પ્રાંત આચેના દક્ષિણ ભાગમાં આવેલા લાબુહાન હાજી નામની જગ્યાએ પહોંચ્યા હતા.

    - Advertisement -

    ઇસ્લામિક દેશ ઇન્ડોનેશિયાના (Indonesia) તટીય પ્રાંત આચેના દક્ષિણ ભાગમાં આવેલા દરિયા કાંઠે 140 રોહિંગ્યા મુસ્લિમો (Rohingya Muslims) ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. લાકડાની હોડીમાં સવાર આ તમામ લોકો બાંગ્લાદેશથી (Bangladesh) નીકળ્યા હતા અને અહીં શરણ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે ઇન્ડોનેશિયાના સ્થાનિક માછીમાર મુસ્લિમોએ આ રોહિંગ્યા મુસ્લિમોને પોતાની ધરતી પર પગ પણ મુકવા ન દીધો. આ બોટમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો જ બેઠા હતા.

    પ્રાપ્ત માહિતી અનુસાર આ રોહિંગ્યાઓ લાકડાની હોડીમાં બેસીને બાંગ્લાદેશના કોકસ બજારથી રવાના થયા હતા. લગભગ બે અઠવાડિયા સુધી દરિયો ખેડીને તેઓ ઇન્ડોનેશિયાના ઉત્તરી પ્રાંત આચેના દક્ષિણ ભાગમાં આવેલા લાબુહાન હાજી નામની જગ્યાએ પહોંચ્યા હતા. આ યાત્રા દરમિયાન લગભગ 3 લોકો મોતને ભેટ્યા હોવાનું પણ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. જોકે તેઓ તટથી અડધો કિલોમીટર જેટલા દૂર હતા કે સ્થાનિક સમુદાયે તેમની બોટ અટકાવી દીધી હતી અને તેમનો વિરોધ કર્યો હતો.

    આ મામલે સ્થાનિક સમુદાયના અગ્રણી અને માછીમારોના પ્રમુખ મોહમ્મદ જબલે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ રોહિંગ્યાઓને તેમની જમીન પર ઉતરવાની ઘસીને ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, આ લોકો (રોહિંગ્યા મુસ્લિમો) જ્યાં પણ ગયા છે ત્યાં તેમણે અરાજકતા અને અશાંતિ જ ઉત્પન્ન કરી છે. તેમણે કહ્યું કે, “અમે તેમને ખાવા માટે ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી છે, પરંતુ અમે નથી ઈચ્છતા કે વિશ્વના અન્ય દેશોમાં આ લોકોએ જે પરિસ્થિતિ ઉભી કરી છે તે સમસ્યા અમારા ત્યાં પણ ઉભી થાય.”

    - Advertisement -

    તટીય વિસ્તારમાં બેનરો લગાવ્યા

    ઉલ્લેખનીય છે કે સ્થાનિક મુસ્લિમ માછીમાર સમુદાયોએ રોહિંગ્યા ઘૂસણખોરોનો માત્ર મૌખિક વિરોધ જ નથી કર્યો, પરંતુ તેમના દ્વારા તટો પર બેનર્સ પણ મારવામાં આવ્યા છે. આ બેનરોમાં લખવામાં આવ્યું છે જે, “સાઉથ આચે રીજેંસીના લોકો આ વિસ્તારમાં રોહિંગ્યા શરણાર્થીઓના આવવાનો વિરોધ કરે છે.” તેમના મુખીયાની જેમ જ સમુદાયોનું પણ માનવું છે કે રોહિંગ્યા મુસ્લિમો વિશ્વમાં જ્યાં પણ ગયા છે, ત્યાં અરાજકતા અને અશાંતિ જ ફેલાઈ છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર રોહિંગ્યા મુસ્લિમોથી ખીચોખીચ ભરેલી આ હોડી ગત 9 ઓકટોબર 2024ના રોજ બાંગ્લાદેશના કોકસ બજાર તટથી રવાના થઈ હતી. નીકળતી વખતે તેમાં કૂલ 216 રોહિંગ્યા સવાર હતા. તેમનું મૂળ લક્ષ્ય મલેશિયા પહોંચવાનું હતું. જોકે 50 લોકો ઇન્ડોનેશિયાના રીયાઉં પ્રાંતના તટ પર ઉતરી ચૂક્યા હતા અને બાકીના લોકો આચે આવી પહોંચ્યા હતા. હોડીમાં સવાર 3 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ વાત તેવી પણ થઈ રહી છે કે બોટમાં સવાર કેટલાક લોકોએ રૂપિયા આપીને મલેશિયાની જગ્યાએ અહીં આવવાનો કારસો ઘડ્યો હતો.

    અહેવાલ તેવા પણ છે કે સ્થાનિક પ્રશાસનને જાણ થતા અધિકારીઓ પણ અહીં આવી પહોંચ્યા હતા. તપાસ બાદ તેમણે કેટલાક અસ્વસ્થ લોકોને સારવાર માટે ઉતરવાની પરવાનગી આપીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. બાકીના રોહિંગ્યા મુસ્લિમોને સ્પષ્ટપણે હોડીમાં જ બેસી રહેવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા. અહેવાલમાં તેમ પણ જણાવાયું છે કે સ્થાનિક પોલીસે ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે. તેમના પર માનવ તસ્કરીના આરોપો લાગ્યા છે. ઇન્ડોનેશિયાના મુસ્લિમોએ રોહિંગ્યા મુસ્લિમોને ઘૂસવા ન દેવાના સમાચાર હાલ વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં