Thursday, October 24, 2024
More
    હોમપેજગુજરાતલાખો ખેડૂતો માટે આગળ આવી ગુજરાત સરકાર, ₹1400 કરોડનું રાહત પેકેજ જાહેર...

    લાખો ખેડૂતો માટે આગળ આવી ગુજરાત સરકાર, ₹1400 કરોડનું રાહત પેકેજ જાહેર કરતા CM ભૂપેન્દ્ર પટેલ

    23 ઑક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતો માટે ₹1419.62 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

    - Advertisement -

    આ વર્ષે ગુજરાતમાં (Gujarat) આવશ્યકતા કરતા વધુ વરસાદ પડવાના કારણે ઘણા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. ઑગસ્ટ મહિનામાં પડેલા વરસાદે ભારે (Heavy Rain Fall) હાલાકી સર્જી હતી. જેમાં મગફળી, કપાસ ઉપરાંત શાકભાજીનો પાક પણ નિષ્ફળ ગયો હતો. આ સમસ્યાને લઈને રાજ્યભરમાંથી ખેડૂતો માટે રાહત પેકેજ ( Relief Package) જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી હતી. ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupedra Patel) સરકારે ખેડૂતો માટે ₹1400 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કર્યું છે.

    ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષનો 100% કરતા વધારે વરસાદ પડ્યો હતો. ઑગસ્ટ મહિનામાં જન્માષ્ટમી સમયના અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતે ભારે હાલાકીનો સામનો કર્યો હતો. આ દરમિયાન સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું હતું. અતિભારે વરસાદના પગલે ઘણો બધો પાક નિષ્ફળ ગયો હતો. ત્યારે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર ખેડૂતોની વ્હારે આવી છે. સરકારે ઑગસ્ટ મહિનામાં જેમના પાકને નુકસાન થયું છે તે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.

    23 ઑક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતો માટે ₹1419.62 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતોને ચૂકવવામાં આવનાર રકમમાં SDRF ઉપરાંત રાજય સરકારના રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કર્યો હતો. પેકેજના ₹1419.62 કરોડ પૈકી ₹1097.31 કરોડ SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે ₹322.33 કરોડની રકમ ચૂકવવામાં આવશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, ઑગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનને લઈને સરકારે ખેડૂતો માટે જાહેર કરેલ પેકેજનો લાભ રાજ્યના સાત લાખથી વધુ ખેડૂતોને મળશે. આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટાઉદેપુર એમ 20 જિલ્લાના 136 તાલુકાના 6812 ગામોનો સમાવેશ થયેલ છે.

    સાથે એ પણ નોંધવા જેવું છે કે, રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજમાં વિવિધ પ્રકારના પાકો માટે અલગ-અલગ સહાયના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. બિનપિયત પાક ધરાવતા ખેડૂતોને ₹11,000 પ્રતિ હેક્ટરના ધોરણે સહાય આપવામાં આવશે. જ્યારે પિયત પાક ધરાવતા ખેડૂતોને ₹22,000 પ્રતિ હેક્ટર આપવામાં આવશે. તે ઉપરાંત બાગાયતી પાક ધરાવતા ખેડૂતોને ₹22,500 પ્રતિ હેક્ટરની જોગવાઈ કરવામાં આવી છે અને ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ₹3,500 પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં