ઉત્તર પ્રદેશ ATSએ સ્વતંત્રતા દિવસ પર બોમ્બ વિસ્ફોટની યોજના બનાવી રહેલા ISIS આતંકવાદી સબાઉદ્દીન આઝમીની આઝમગઢમાંથી ધરપકડ કરી છે. આ ધરપકડ મંગળવારે (9 ઓગસ્ટ, 2022)ના રોજ થઈ હતી.
નોંધનીય છે કે 75માં સ્વતંત્રતા દિવસના અવસર પર દેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે અને તેના માટે દેશભરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ઘણા કાર્યક્રમ હાલ ચાલી પણ રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે ISIS આતંકવાદી સબાઉદ્દીન આઝમી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMનો સક્રિય સભ્ય પણ છે.
UP: आजमगढ़ से ISIS का आतंकी हुआ गिरफ्तार… 15 अगस्त के लिए चल रही थी बड़ी प्लानिंग#UPPolice #UttarPradesh #azamgarh #isis @Uppolice https://t.co/YD7S0h8V8R
— Sudarshan News (@SudarshanNewsTV) August 9, 2022
હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમ સબાઉદ્દીન આઝમી સાથે ATS હેડક્વાર્ટર પહોંચી છે, જ્યાં તેની પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન ATSએ તેના મોબાઈલ ફોનનો ડેટા પણ સ્કેન કર્યો છે. તે આતંકવાદી જેહાદ કરવા માટે યુવાનોનું બ્રેઈનવોશ પણ કરતો હતો. તે ISIS દ્વારા બનાવવામાં આવેલી ટેલિગ્રામ ચેનલ સાથે પણ જોડાયેલો છે. આ ચેનલનું નામ ‘અલ સ્વાયર મીડિયા’ (AL SAQR MEDIA) છે. એટીએસ તપાસ કરી રહી છે કે સબાઉદ્દીન આઝમી ક્યાં બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યો હતો.
Azamgarh: Success to UP ATS, arrested ISIS terrorist Sabauddin, a member of Owaisi's party – https://t.co/47wBVs50l2
— AnyTV News (@anytvnews) August 9, 2022
જમ્મુ-કાશ્મીરમાં જે રીતે આતંકવાદીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે કાશ્મીરના લોકો સાથે વાત કરીને તેમને ઉશ્કેરતો હતો. તેમણે રાજકારણને યુવાનોના બ્રેઈનવોશનું માધ્યમ બનાવ્યું હતું. AIMIM સાથે સંકળાયેલો, તે અન્ય લોકોને પણ તેની આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડતો હતો. તે મહુલ નગરપાલિકાના વોર્ડ નંબર 9માંથી કાઉન્સિલરની ચૂંટણી પણ લડ્યો હતો. ચૂંટણી પ્રચારને માધ્યમ બનાવીને તે જેહાદી ગતિવિધિઓ ચલાવતો હતો.
તે પોતાના સંગઠનને આતંકવાદી ગતિવિધિઓ માટે પણ તૈયાર કરી રહ્યો હતો. તેણે પાર્ટીના નામે પોતાનું એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું. જેમાંથી તેની ગેંગના ઘણા લોકો ખુલ્લા પાડવાની આશંકા છે. તેના ઘણા સાથીદારો ટૂંક સમયમાં ઝડપાઈ શકે છે. આ ધરપકડ બાદ આઝમગઢ જિલ્લાના ઈન્ટેલિજન્સ યુનિટ અને પોલીસે પણ સક્રિયતા અને તકેદારી વધારી છે. આ ધરપકડ સાથે આ ટોળકીનું બોમ્બ બ્લાસ્ટનું કાવતરું નિષ્ફળ ગયું હોય એમ માની શકાય છે.