Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમજમ્મુ-કાશ્મીરમાં નવા આતંકવાદી સંગઠનનો ખુલાસો, 10થી વધુ ઠેકાણાઓ પર દરોડા: લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર...

    જમ્મુ-કાશ્મીરમાં નવા આતંકવાદી સંગઠનનો ખુલાસો, 10થી વધુ ઠેકાણાઓ પર દરોડા: લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર છે મુખ્ય હેન્ડલર, 7ની ધરપકડ

    જમ્મુ-કાશ્મીરમાં નવા આતંકવાદી સંગઠનનો ખુલાસો થયો થયા બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સાવચેત બની છે. હરીક-એ-લબ્બેક યા મુસ્લિમ વિશે સામે આવેલી પ્રાથમિક માહિતી અનુસાર તે લશ્કર-એ-તૈયબાનું જ એક અલગ ગ્રુપ છે.

    - Advertisement -

    બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) ગાંદરબલ ખાતે ચાલી રહેલા ટનલ નિર્માણ કાર્ય પર આતંકવાદી હુમલો (Terrorist Attack) થયો હતો. આ હુમલામાં એક તબીબ સહિત 7 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદથી કાશ્મીરમાં સુરક્ષા દળો સપાટો બોલાવી રહ્યા છે. સતત સર્ચ ઓપરેશનો ચલાવીને આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં નવા આતંકવાદી સંગઠનનો ખુલાસો થયો છે. કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગ (CIK) અને પોલીસે શ્રીનગર, ગાંદરબલ, બાંદીપોરા, કુલગામ તેમજ અનંતનાગ ખાતે એક સાથે દરોડા પાડીને 7થી 8 આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ નવા આતંકવાદી સંગઠનનું નામ તહરીક-એ-લબ્બેક યા મુસ્લિમ (TLM) છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં નવા આતંકવાદી સંગઠનનો ખુલાસો થયો થયા બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સાવચેત બની છે. તહરીક-એ-લબ્બેક યા મુસ્લિમ વિશે સામે આવેલી પ્રાથમિક માહિતી અનુસાર તે લશ્કર-એ-તૈયબાનું જ એક અલગ ગ્રુપ છે. TLM ખાસ કરીને આતંકવાદીઓની ભરતી કરવા માટે થઈને બનાવવામાં આવ્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. તેનો હેન્ડલર લશ્કર એ તૈયબાનો કમાન્ડર બાબા હમાસ છે, જે પાકિસ્તાનમાં રહે છે. અત્યાર સુધી કૂલ 10 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. મોડ્યુલ સાથે સંકળાયેલા 7થી 8 આતંકવાદીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. દરોડામાં 14 મોબાઈલ અને એક લેપટોપ તેમજ અન્ય કેટલીક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

    આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, “CIKને મળેલી બાતમી અને પુરાવાઓના આધારે તે સામે આવ્યું છે કે લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર બાબા હમાસ કાશ્મીરમાં લશ્કરની જ એક નવી શાખા ઓપરેટ કરી રહ્યો છે. તે TLMને એક પ્રકારે ભરતી મોડ્યુલ બનાવવા માંગતો હતો. આ નવા આતંકવાદી સંગઠનનું કામ પાકિસ્તાની એજન્સીઓના સક્રિય સમર્થનથી કાશ્મીર ઘાટીમાં તેમના સંગઠનોના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ, સમર્થકો, મદદગારો તેમજ તેમના પ્રત્યે સહાનુભુતિ રાખવાવાળા લોકોને સક્રિય રાખી આતંકી ગતિવિધિઓને પાર પાડવાનું છે.”

    - Advertisement -

    નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અ નવું આતંકવાદી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં ગ્રાઉન્ડ ઝીરો પર એક્ટીવ થઈ રહ્યું હતું. તેણે તાજેતરમાં જ કેટલીક ઘટનાઓને અંજામ આપ્યું, જેમાં પુલવામાંના સીર વિસ્તારમાં પંચાયત કચેરીમાં અને ડોડા ખાતે લાગેલી એક આગચંપીની ઘટનાઓ ઘટી હતી. આ સંગઠન દક્ષિણી અને મધ્ય કશ્મીરના કેટલાક સ્થાનો પર દેશ વિરોધી પોસ્ટર લગાવવા તેમજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા જેવી ગતિવિધિઓ પણ કરવામાં આવી રહી હતી. તેનો મુખ્ય હેતુ વધુમાં વધુ કાશ્મીરી મુસ્લિમોને આતંકવાદી સંગઠનો સાથે જોડવાનો છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં