કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે (Amit Shah in Gujarat) ગુજરાતની મુલાકાતે છે. આજે (22 ઓકટોબર 2024) તેમનો જન્મદિવસ પણ છે. આ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત હતા. આણંદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપીને તેઓ ગાંધીનગર ખાતે ‘લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ’ (legislative drafting training) કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટના સભ્યો, ધારાસભ્યો અને સાંસદો સહિત ઉપસ્થિત રહ્યા હતા. અહીં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તંદૂરસ્ત કાયદાને પગલે ગુજરાતનો વિકાસ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભામાં ‘લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ’ કાર્યક્રમ પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારોને કાયદો અને વિધાનસભા પ્રક્રિયાની માહિતી અને કુશળતા પ્રદાન કરવાના હેતુથી યોજવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમ દ્વારા વિધાનસભાના કાર્યક્ષમતા વધારવા માટેના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા. આ લીગલ ડ્રાફ્ટિંગ અંગેના સમગ્ર દિવસના તાલીમ સત્રની અધ્યક્ષતામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), કેબિનેટના સભ્યો, ધારાસભ્યો અને સાંસદો સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ કાયદાકીય મુસદ્દાની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ માટે વિશિષ્ટ તાલીમ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે, જેમાં નિષ્ણાતો આખો દિવસ માર્ગદર્શન પૂરું પાડવાના છે.
ગુજરાત વિધાનસભા ખાતે “લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ” પ્રોગ્રામને સંબોધિત કરી રહ્યો છું. https://t.co/FELBbH1Rmi
— Amit Shah (@AmitShah) October 22, 2024
મહત્વપૂર્ણ છે કે વિવિધ રાજ્ય વિભાગોના વર્ગ-1 અધિકારીઓ પણ આ વર્કશોપમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં ચાર મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે: ભાષાનો મુસદ્દો તૈયાર કરવો, કાયદાકીય મુસદ્દા માટે બંધારણીય જોગવાઈઓ, બિલો અને નિયમોના માળખાં અને બંધારણો અને વૈધાનિક અર્થઘટનના સામાન્ય નિયમો, જે કેસ સ્ટડીઝ દ્વારા પૂરક છે.
લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ વિભાગનું મહત્વ સમજાવ્યું
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજર લોકોને સંબોધ્યા હતા. તેમણે ગુજરાતના કાયદો-વ્યવસ્થા અને તેના થકી ગુજરાતના વિકાસ કાર્યોને ઉપલક્ષમાં કહ્યું કે, “કાર્યકર્તાઓ, ધારાસભ્યો, સંસદસભ્યો, સંગઠનના કાર્યકર્તાઓ જનતા વચ્ચે જઈ તેમની તકલીફો અને જરૂરિયાતો જાણે છે અને તે તેમના માધ્યમથી સરકાર સુધી પહોંચે છે. તે સંવેદનાઓ સરકાર સુધી પહોંચ્યા બાદ તેનો પોલીટીકલ સ્વરૂપ એક કેબીનેટ નોટ અને તેને કાયદામાં ઢાળવાનું કામ લેજિસ્લેટિવ વિભાગનું છે. આગળની પ્રક્રિયા બહુ સરળ છે.”
તેમણે કહ્યું કે, “સામાજિક એ રાજકીય કામ કરતા લોકો જનતાની વેદના અને તકલીફો અને જરૂરિયાતો પારખે અને તેને વાચા આપે તે પ્રક્રિયા સરળ છે. આખા રાજ્યમાં આતંકવાદ સમાપ્ત કરવાની ઈચ્છા રાખવી સરળ છે, પણ તેને સમાપ્ત કરવા જે કાયદો લાવવો હોય તો તે કામ લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગનું છે. જ્યાં સુધી લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ કાયદો લખવાની પ્રક્રિયા સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે સુવિકસિત ન હોય ત્યાં સુધી લોકતંત્ર સફળ ન થઈ શકે.” આ દરમિયાન તેમણે પોતાના ભૂતકાળના અનુભવોને પણ વાગોળ્યા હતા. તેમણે ગુજરાતમાં તેમના કાર્યકાળ દરમિયાન શીખેલી વાતો આજે કેવી રીતે તેમને કેન્દ્રમાં કામ લાગી રહી છે તે વિશે પણ જણાવ્યું હતું.
#WATCH गांधीनगर (गुजरात): केंद्रीय गृह मंत्री अमित शाह ने गुजरात विधानसभा में विधायी मसौदा प्रशिक्षण कार्यक्रम में हिस्सा लिया। pic.twitter.com/EQJc0pjPJ6
— ANI_HindiNews (@AHindinews) October 22, 2024
આ આખા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કાયદા કેવીરીતે બની શકે, નિયમો કેવી રીતે ઘડાય આ તમામ પાછળ લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ વિભાગ કેટલું મહત્વનું કાર્ય કરે છે તે વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે આ દરમિયાન ભારતના બંધારણ સભાના સભ્યો અને તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરીઓ પણ યાદ અપાવી હતી.