Monday, October 21, 2024
More
    હોમપેજક્રાઈમદિલ્હીના રોહિણી બ્લાસ્ટમાં ખાલિસ્તાનીઓનો હાથ?: ટેલીગ્રામ ચેનલે લીધી વિસ્ફોટની જવાબદારી, પોલીસે ટેક...

    દિલ્હીના રોહિણી બ્લાસ્ટમાં ખાલિસ્તાનીઓનો હાથ?: ટેલીગ્રામ ચેનલે લીધી વિસ્ફોટની જવાબદારી, પોલીસે ટેક કંપનીને પત્ર લખી માંગી માહિતી

    દિલ્હી પોલીસે 20 ઑક્ટોબરે રોહિણીમાં થયેલ બ્લાસ્ટ મામલે ટેલીગ્રામને પત્ર લખીને ‘Justice League India’ નામક ચેનલ સંબધિત જાણકારી માંગી હતી. આ ચેનલ ખાલિસ્તાની ગ્રુપની હોવાનું પણ સામે આવ્યું હતું.

    - Advertisement -

    દિલ્હીના (Delhi) રોહિણીમાં આવેલી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્કૂલની બહાર થયેલ બ્લાસ્ટ (Blast) મામલે દિલ્હી પોલીસે (Delhi Police) ટેલીગ્રામને (Telegram) એક પત્ર લખીને એક ચેનલ (Channel) અંગે જાણકારી માંગી હતી. આ ચેનલે રોહિણીમાં થયેલ બ્લાસ્ટની જવાબદારી લીધી હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, આ મામલે હજી સુધી કોઈ સંગઠનનું નામ સામે આવ્યું નથી, પરંતુ પોલીસને ટેલીગ્રામ ચેનલ પર શંકા હોવાના કારણે ચેનલની માહિતી માંગવામાં આવી હતી.

    દિલ્હી પોલીસે 20 ઑક્ટોબરે રોહિણીમાં થયેલ બ્લાસ્ટ મામલે ટેલીગ્રામને પત્ર લખીને ‘Justice League India’ નામક ચેનલ સંબધિત જાણકારી માંગી હતી. આ ચેનલ ખાલિસ્તાની ગ્રુપની ચેનલ હોવાનું પણ સામે આવ્યું હતું. અહેવાલો અનુસાર, તે ટેલીગ્રામ ચેનલમાં બ્લાસ્ટના CCTV ફૂટેજ અપલોડ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ બ્લાસ્ટની જવાબદારી પણ એ જ ચેનલે લીધી હોવાનું પણ કહેવાય રહ્યું છે.

    પોલીસને આ બાબતની જાણકારી મળતા પોલીસે ટેલીગ્રામ પાસે ચેનલ અંગેની માહિતી માંગી માંગી હતી. જોકે, હજુ સુધી ટેલીગ્રામ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. પરંતુ આ બ્લાસ્ટમાં કોણ-કોણ સામેલ છે?કોઈ સંગઠન વિશેષનો હાથ છે કે કેમ? બ્લાસ્ટ કોણે કર્યો? કોની મદદથી કર્યો? વગેરે જેવા પાસાઓ પર પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે રવિવારે વહેલી સવારે દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સ્કૂલ બહાર વિસ્ફોટ થયો હતો. માહિતી અનુસાર, સવારે લગભગ 7:50 કલાકે ફાયર વિભાગને વિસ્ફોટ વિશે સૂચના મળી હતી. વિસ્ફોટનો અવાજ લગભગ 2 કિલોમીટરના વિસ્તાર સુધી સંભળાયો હતો.

    સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે માલહાનિ થઈ નહોતી. પોલીસને ઘટના સ્થળેથી ‘વ્હાઈટ પાવડર’ મળી આવ્યો હતો. આ બ્લાસ્ટને તપાસ એજન્સીઓએ ‘મિસ્ટીરિયસ બ્લાસ્ટ’ એવું નામ આપ્યું હતું. ત્યારે આ ઘટનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલીગ્રામની એક ચેનલ સંકળાયેલી હોવાનું સામે આવ્યું હતું. જે અંગે પોલીસ અને તપાસ એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં