દિલ્હીના જાહેર બાંધકામ વિભાગે (PWD) 6, ફ્લેગસ્ટાફ રોડ પર આવેલા ‘શીશમહેલ’માં શાની પાછળ કેટલો ખર્ચ થયો તેની વિગતવાર યાદી બહાર પાડી છે. આ એજ શીશમહેલ છે જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સત્તાવાર બંગલો હતો અને તેઓ પોતાના પરિવાર સાથે અહીં રહેતા હતા. યાદીમાં શીશમહેલમાં રહેલી તમામ વસ્તુઓની નોંધણી પણ કરવામાં આવી છે અને કિંમત પણ દર્શાવવામાં આવી છે.
PWDએ દિલ્હીના CMO (મુખ્યમંત્રી કાર્યાલય) દ્વારા વર્તમાન મુખ્યમંત્રી આતિશી માર્લેનાને આ ભવ્ય બંગલો ફાળવવાનું કહેવામાં આવ્યા બાદ આ યાદી તૈયાર કરી હતી. અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત મે 2023માં તપાસના દાયરા હેઠળ આવ્યા હતા. આરોપ લાગ્યા હતા કે, સામાન્ય જનતાના ટેક્સના રૂપિયાથી કેજરીવાલ દોમ-દોમ સાહેબી અને લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યા હતા. તેમના શીશમહેલમાં કરવામાં આવી રહેલા રિનોવેશનના વિડીયો અને હિસાબકિતાબ મીડિયામાં લીક થઈ ગયા હતા.
હવે આ યાદીને લઈને ભાજપ પ્રવક્તા અમિત માલવિયાએ અરવિંદ કેજરીવાલ પર સવાલ ઉઠાવ્યા છે અને તેમની ઝાટકણી પણ કાઢી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “અહીં અરવિંદ કેજરીવાલના ‘શીશમહેલ’માં લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક ઉપકરણો અને ગેજેટ્સની યાદી આપવામાં આવી છે.”
તેમણે દાવો કર્યો કે, “પરંતુ, અહીં આશ્ચર્યની વાત એ છે કે, સંપૂર્ણપણે ઓટોમેટિક, સેન્સરથી સજ્જ TOTO સ્માર્ટ ટોયલેટ સીટ, જેમાં ઓટોમેટિક ઓપન-ક્લોઝ સીટ, હીટેડ સીટ, વાયરલેસ રિમોટ ડિઓડોરાઇઝર અને ઓટોમેટિક ફ્લશિંગ જેવી સુવિધાઓ છે , તે આખી સીટ જ ગાયબ છે. આવી એક ટોયલેટ સીટની કિંમત 10-12 લાખ રૂપિયા વચ્ચે છે.”
Here is the list of electric appliances and gadgets installed in Arvind Kejriwal’s ‘Sheeshmahal’.
— Amit Malviya (@amitmalviya) October 20, 2024
But here is the surprise. Fully automatic, sensor equipped TOTO smart toilet seats with features like, automatic open-close seat, heated seat, wireless remote deodorizer and… pic.twitter.com/X7McPV5llH
અરવિંદ કેજરીવાલના શીશ મહેલમાં લાગેલી વસ્તુઓની યાદી જોશો તો આંખો ફાટી પડશે:
- 16 અલ્ટ્રા સ્લિમ સ્માર્ટ 4K ટીવી, વોઈસ કન્ટ્રોલ સીસ્ટમ સહિત- ₹64 લાખ
- સ્માર્ટ LED – ₹19.5 લાખ
- ફ્રીસ્ટેન્ડિંગ લ્યુમિનરી (એક પ્રકારની લાઈટ)- ₹9.2 લાખ
- ઓસાડા ફુલ બોડી મસાજ ચેર- ₹4 લાખ
- રિક્લાઇનર સોફા- ₹10 લાખ
- 8 મોટરાઇઝ્ડ રિક્લાઇનર સોફા- ₹10 લાખ
- બોસ કંપનીના લાઉડસ્પીકર- ₹4.5 લાખ
- ઇનબિલ્ટ ટીવી અને AI વિઝન સ્ક્રિન સાથેના 2 મોટા રેફ્રીજરેટર- ₹9 લાખ
- 73 લીટર સ્ટીમ ઓવન- ₹9 લાખ
- 50 લીટર માઇક્રોવેવ ઓવન- ₹6 લાખ
- 2 માઉન્ટેડ હુડ્સ 140Cm સ્ટેનલેસ સ્ટીલની ચીમનીઓ- ₹6 લાખ
- બોશ સીરીઝ 8 બિલ્ટ-ઇન કોફી મશીન- ₹2.5 લાખ
- 3 હોટ વોટર જનરેટર (Air To Water Heat Pump)- ₹22.5 લાખ
- સુપિરિયર વોટર સપ્લાય અને સેનેટરી ઈન્સ્ટોલેશન (નળ ફીટીંગ વગેરે)- ₹15 કરોડ
- LGનું 12 કિલો કેપેસીટીવાળું ફ્રંટ લોડ ઓટોમેટિક વોશિંગ મશીન+ડ્રાયર- ₹2.1 લાખ
- સીડી માટેની સ્ટેનલેસ સ્ટીલની રેલિંગ, કવરીંગ (પિત્તળ, શાવર વગેરે)- ₹1.2 કરોડ
- 20 ગ્રેડ એજડ બ્રાસ એન્ટરન્સ સ્કોન્સ આઉટડોર લાઇટ્સ – ₹10 લાખ
- કાંચ અને લાકડાના ઓટોમેટિક સેન્સરવાળા સ્લાઇડ દરવાજા- ₹70 લાખ
- 24 શોભાના થાંભલા- ₹36 લાખ
- 80 બારીઓના પડદા- ₹4થી ₹5.6 કરોડ વચ્ચે
- સુપિરિયર વોટર સપ્લાય- ₹15 કરોડ
2013માં, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ અને તેમની આમ આદમી પાર્ટીના મંત્રીઓ સરકાર દ્વારા આપવામાં આવતા બંગલાઓ નહીં પણ નાના સરકારી ફ્લેટ્સમાં રહેવાનું પસંદ કરશે. 11 વર્ષ પછી, તેમના દ્વારા કરવામાં આવેલી વાતો અને વાયદા, ફાંકા-ફોજદારી સિવાય બીજું કશું જ નથી લાગી રહ્યું.
અરવિંદ કેજરીવાલે બંગલાના રિનોવેશન પાછળ ખર્ચ્યા ₹45 કરોડ
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલનો શીશમહેલ 13000 વર્ગ ફૂટના ક્ષેત્રમાં ફેલાયેલો છે. તેમના આવાસમાં 399 વર્ગ ફૂટનો લોન એરિયા (બગીચો)છે. આખો મહેલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
ટાઇમ્સ નાઉએ ગયા વર્ષે એક રિપોર્ટ આપ્યો હતો કે, અરવિંદ કેજરીવાલ પહેલા માળે તેમના પરિવાર સાથે રહેતા હતા. ગ્રાઉન્ડ ફ્લોરમાં એક મોટો મીટિંગ હોલ અને મુલાકાતીઓ માટેનો રૂમ છે. આ બંગલો અત્યાધુનિક ઇન્ટિરિયર ડિઝાઇન, ફ્લોરિંગ અને હાઇ ગ્રેડ ફર્નિચરથી સજ્જ છે.
મે 2023માં સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં જોવા મળ્યું હતું કે, અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનમાં તમામ રૂમમાં ઓટોમેટિક મોશન-સેન્સિંગ દરવાજા લાગેલા છે.
#OperationSheeshMahal: दिल्ली के CM #ArvindKejriwal पर सबसे बड़ा खुलासा
— Times Now Navbharat (@TNNavbharat) April 25, 2023
👉दिल्ली के सीएम आवास में 23 पर्दे लगाने के ऑर्डर दिए
👉 शुरुआत में 8 पर्दे लगे जिसकी कीमत 45 लाख रुपये
👉दूसरे फेज में 51 लाख रुपये के 15 पर्दे लगाए गए@SushantBSinha #AAP #DelhiPolitics pic.twitter.com/x6BRygip0Z
ટાઇમ્સ નાઉ નવભારતને જાણવા મળ્યું હતું કે, સિવિલ લાઇન્સમાં દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના સત્તાવાર બંગલાનું નવીનીકરણ લગભગ 45 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું.
‘ઓપરેશન શીશમહેલ’ તરીકે ઓળખાતા આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ટેક્સ પેયર્સના 44.78 કરોડ રૂપિયાનો ઉપયોગ સીએમના ‘શીશમહેલ‘ના નવીનીકરણ માટે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આમ આદમી પાર્ટીની મોટી-મોટી વાતો પર સવાલો ઉભા થયા હતા.